આ 11 વસ્તુઓને ક્યારેય પણ ન આવવા દો ઘરની અંદર. નહીતર થઇ શકે છે હાની, જાણો વિગતે..

0

હિંદુ ધર્મોમાં વાસ્તુ શાસ્ત્રોને ખુબ વધારે મહત્વ આપવામાં આવ્યું છે. પણ ઘણીવાર આપણે આપણા જ ઘરોમાં એવું અજાણ્યું કરી દેતા હોઈએ છીએ જે આપણા માટે સમસ્યાનું કારણ બની જાતી હોય છે. અહી અમે તમને એવીજ અમુક બાબતો કહેવા જઈ રહ્યા છીએ જેનાથી આપણું નુકસાન ચોક્કસ થઇ શકે છે. જાણો એવી કેટલીક વસ્તુઓ જેને ઘરમાં આવવા ન દેવી જોઈએ.

1. કબુતરનો માળો:

ઘરમાં ક્યારેય પણ કબૂતરનો માળો ન હોવો જોઈએ. તેને વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં મોટી સમસ્યાઓ આવી શકે છે.

2. મધમાખી કે ભમરીનું જાળું:

મધુમાખી કે ભમરીનું જાળું ઘરમાં હોવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેનાથી ઘણી મોટી દુર્ઘટનાઓ થઇ શકે છે.

3. મકડીનું જાળ:

ઘરમાં ક્યારેય પણ મકડીનું જાળ ન હોવું જોઈએ. તેનાથી ઘરમાં ઉલ્જન અને પરેશાનીઓ આવી શકે છે.

4. તૂટેલો અરીસો:

ઘરમાં ક્યારેય પણ તૂટેલો કાંચ કે અરીસો ન રાખવો જોઈએ, જેનાથી નેગેટીવ ઉર્જાનો સંચાર થઇ શકે છે. માટે આવી વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

5. ચામાંચીડિયાનું ઘરમાં આવવું:

ઘરમાં ચામાંચીડીયાનું આવવું ખુબ અશુભ માનવામાં આવે છે. વાસ્તુના હિસાબથી ઘરમાં ચામાંચીડીયાનું આવવું સુનકાર થઇ જવાની નિશાની છે. તેનો અર્થ એ છે કે ઘરમાં રહેનારા લોકો ઘર છોડીને જઈ શકે છે કે પછી અન્ય કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે.

6. દીવાલો પર તિરાડો પડી જવી:

ઘરમાં જ્યાં પણ તિરાડો હોય તેને ઠીક કરી લેવી જોઈએ. દીવાલો પર તિરાડોનું હોવું ધન માટે અશુભ માનવામાં આવે છે.

7. નળ માંથી પાણી ટપકવું:

જો ઘરમાં કોઈ નળ માંથી પાણી ટપકે છે તો તે ઘરમાં બરકત ક્યારેય પણ નથી આવતી. માટે તમારા ઘરમાં ક્યારેય પણ નળ માંથી પાણી ટપકે છે તો તેને તરત જ ઠીક કરાવી લો.

8. છત પર ભંગાર જમા કરવો:

ઘરની છત પર ક્યારેય પણ ભંગાર કે બેકાર વસ્તુઓને જમા કરવી અશુભ માનવામાં આવે છે.

9. વાસી ફૂલોને જમા કરવા:

ઘરમાં ભગવાનને અર્પણ કરેલા વાસી ફૂલ ક્યારેય પણ જમા કરી રાખવા જોઈએ નહિ.

10.  સુકાયેલા પાંદળા:

જ્યારે પણ તમને એવું લાગે કે છોડમાના પાન સુકાઈ ગયા છે તો તેને તરત જ તોડીને કુંડામાં નાખી દેવા જોઈએ.

11. વીજળીના સાધનો:

ઘરમાં ક્યારેય પણ વીજળીના સાધનો ખરાબ થઇ ગયા હોય તો તેને તરતજ ઠીક કરાવી લેવું જોઈએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.