આ 11 પાપ કરનારને ક્યારેય પણ માફ નથી કરતા શિવ જી, જો આ પાપ કર્યું તો થઇ જશો બરબાદ…..

0

ભગવાન શિવ તે દેવતાઓ માના એક છે જેને પ્રસન્ન કરવા માટે કોઈ છપ્પન ભોગ કે અન્ય કોઈ પ્રકારના ચઢાવા ની જરૂર નથી હોતી પણ દરેક દિવસ શિવલિંગ પર માત્ર જળ અર્પણ કરવાથી મહાદેવ પ્રસન્ન થઇ જાય છે અને પોતાના ભક્તો ની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. બહાર થી શિવ જી જેટલા કઠોર લાગે છે અંદર થી તેઓ તેટલા જ ભોળા અને નરમ દિલના હોય છે માટે જ તો તેને ભોલેનાથ પણ કહેવામાં આવે છે.જો કે ભગવાન ને ભલે ભોળા નાથ કહેવામાં આવતા હોય પણ અમુક પાપા એવા છે જેને મહાદેવ ક્યારેય પણ માફ નથી કરતા. માટે આ ખોટા કામ કરવાથી બચવું જોઈએ.

આવો તો જાણીએ તે પાપ વિશે જેને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતા.

1. કોઈ અન્ય ના ધનને મેળવવાની ઈચ્છા:

ભૂલ થી પણ કોઈ અન્ય ના ધનનો દુરુપયોગ ન કરવો જોઈએ, સાથે જ જો તમે કોઈ અન્ય ના પૈસા લીધા છે તો તેને પુરી ઈમાનદારી ની સાથે પાછા આપી દેવા જોઈએ. બીજાઓના ધન પર દ્રષ્ટિ રાખનારાઓ ને ભગવાન ભોલેનાથ જરૂર દંડિત કરે છે.

2. અન્ય ની પત્ની પર નજર કરનારા:

કોઈ અન્ય વિવાહિત લોકોના જીવનમાં તિરાડ લાવનારને મહાદેવ ક્યારેય છોડતા નથી. માટે કોઈ અન્ય ની પત્ની પર ખરાબ નજર ન નાખવી જોઈએ.

3. બીજા વિરુદ્ધ ષડયંત્ર રચવું:

કોઈ ના પ્રત્યે મનમાં હીન ભાવના રાખવી કે પછી તેઓના વિરુદ્ધ ષડયંત્ર રચવું તેઓને દુઃખ પહોંચાડવું પણ ખુબ જ મોટું પાપ હોય છે અને આવું કરવું શિવાજી ને બીકલુલ પણ પસંદ નથી. ભગવાન શિવ પોતાની જેમ ભોળા અને સાચા લોકોને જ પસંદ કરે છે.

4. ખોટા રસ્તા પર ચાલનારા:

અમુક લોકોને બીજાઓની ખુશીઓ બરબાદ કરવામાં અને સમજમાં કોઈ પ્રકારે ઉપદ્રવ મચાવામાં ખુબ જ મજા આવતી હોય છે. આવા સમાજ વિરોધી લોકોને ભોલેનાથ અવશ્ય દંડિત કરે છે.

5. મહિલાઓનું અપમાન કરવું:

હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે કે સ્ત્રી નું અપમાન કરવાથી લક્ષ્મી જી રૂઠી જાય છે અને હંમેશા આવું કરનારા લોકોના ઘરને ત્યાગી દે છે. આ માત્ર મહાદેવ ને જ નહીં પણ ચાણક્ય નું પણ કહેવું છે કે જે ઘરમાં સ્ત્રીનું આદર કરવામાં નથી આવતું ત્યાં કોઈપણ દેવતાઓનો વાસ નથી હોતો.

6. બીજાઓને બદનામ કરનારા:

જો કોઈ વ્યક્તિ અન્યના આત્મવિશ્વાસ ને ઇજા પહોંચાડે છે કે સમાજમાં તેના નામથી બદનામ કરે છે તેવા લોકોને ભગવાન શિવની માફી ક્યારેય પણ મળતી નથી.

7. અમુક ચીજોનું સેવન:

જાનવરોને મારીને તેને ખાવું કે અન્ય કોઈ ચીજ માટે તેઓનો ઉપીયોગ કરવો ભોલેનાથ ને બિલકુલ પણ પસંદ નથી. તેનાથી ભગવાન કોપાયમાન બની જાય છે.

8. નશો કરનારા:

ભગવાન શિવને ભાંગ ખુબજ પ્રિય છે પણ માનવામાં આવે છે કે જો કોઈ ભક્તો ને નશા ની લત લાગી જાય કે પછી તેઓ હંમેશા નશામાં જ ડૂબેલા રહે તો તેનાથી ભગવાન પણ દુઃખી થઇ જાય છે કેમ કે આવું કરવાથી મનુષ્ય ભગવાન દ્વારા આપેલા જીવનને નષ્ટ કરી રહ્યો હોય છે.

9. ચોરી:

કોઈ બ્રામ્હણ ના પૈસા ચોરવા કે પછી કોઈ મંદિર જેવી પવિત્ર જગ્યા પર ચોરી કરનારા લોકોને શિવ બિલકુ પણ પસંદ નથી કરતા.

10. પોતાના થી મોટા લોકોનું અનાદર કરનારા:

પોતાના થી મોટા કે પછી પોતાના ગુરુ નો અનાદર કરનારાની નજીક ભોલેનાથ ક્યારેય પહોંચતા નથી. આવા લોકો ને ભગવાનના ક્રોધનો સામનો કરવો પડે છે. સાથે જ કોઈપણ બ્રામ્હણ, સન્યાસી કે તપસ્વી નું પણ અપમાન કરવું ન જોઈએ.

11. શિવજી ની નજરમાં આ પણ એક પાપ જ છે:

કોઈપણ સ્ત્રી સાથે અવૈધ સંબંધ રાખવો કે પછી ગૌશાળા અને જંગલ માં આગ લગાવી પણ ભોલેનાથી ની નજરમાં પાપ છે, આવા લોકોને ભોલેનાથની ક્યારેય પણ માફી મળતી નથી.

Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here