પીરીયડની આ 10 વાતો મહિલાઓ માટે છે ફાયદેમંદ….એકવાર જરૂર વાંચો

0

માસિક ધર્મનાં તે દિવસો યુવતીઓ માટે કોઈ ડરાવના સપનાથી કમ નથી હોતા. તે દિવસોનું દર્દ, ચીડીયાપણું, વારંવાર મૂડ બદલવો, ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી વગેરે જેવી સસ્યાઓ રહે છે.

ઘણી યુવતીઓને તો આ દર્દ એટલું વધુ હોય છે કે જાણે કે તેનો જીવ જ નીકળી જાય. માસિક ધર્મના અમુક સમય પહેલા કે બાદમાં પેટ, કમર અને કમરના નીચેના હિસ્સામાં એવી રીતે દર્દ ઉઠતો હોય છે કે જાણે કે પૂરી ધરતીના બધા યુદ્ધ પેટમાં જ લડાઈ રહ્યા હોય. માસિક ધર્મનાં સમયે થતા આ દર્દને પીરીયડ ક્રેમ્પ્સ કહેવામાં આવે છે. જો કે મહિલાઓમાં આ સમસ્યા થવી સામાન્ય છે. પણ જો તે હદથી પણ વધી જાય તો તેને કમ કરવાના ઉપાય કરવા પણ ખુબ જરૂરી છે.

1. દર્દ થવાનું કારણ:

માસિકનાં સમયે દર્દ થવાનું મુખ્ય કારણ પ્રોસ્ટાગ્લેનડીન હોર્મોન હોય છે. તે સમયે ઓવરીમાં આ હોર્મોન રીલીઝ થાય છે, જેને લીધે અધિકાંશ રગો સીકુડવા લાગે છે, અને ઓવરીમાં દર્દ થવા લાગે છે.

2. એક્યુંપ્રેશર:

નાભીનાં નીચેના ભાગમાં ગર્ભાશયનાં સ્થાન પર એક્યુંપ્રેશર એટલે કે અમુક સમય સુધી દબાવી રાખવાથી પીરીયડ ક્રેમ્પ્સમાં રાહત મળે છે.

3. ખુબ પાણી પીઓ:

વધુ પાણી પીવાથી બોડી હાઈડ્રેટ રહે છે અને તે દર્દને પણ દુર રાખવામાં મદદ કરે છે.

4. હેલ્દી ફૂડ ખાઓ:

માસિકનાં સમયે એવી વસ્તુઓ ક્યારેય પણ ન ખાઓ જે દર્દને વધારે. ડાર્ક ચોકલેટ, કેળા, સલાડ, ડ્રાઈફૂડ્સ ખાવાથી દર્દથી રાહત મળી શકે છે.

5. ચા-કોફી ને બાઈ બાઈ:

દર્દને ઓછુ કરવા માટે જો તમે ચા-કોફી નો સહારો લઇ રહ્યા છો તો તે તમારા દર્દને કમ કરવા કરતા વધારી શકે છે. ચા-કોફી, જંક ફૂડ, આલ્કોહોલ, સ્મોકિંગ ક્રેમ્પ્સને વધારી શકે છે.

6. સેક કરો:

માસિકના સમયે હલ્કો સેક કરવાથી ક્રેમ્પ્સમાં રાહત મળે છે. એવામાં હોટ વોટર પાઉચમાં હલ્કું ગરમ પાણી ભરીને દર્દ વાળા હિસ્સામાં સેક કરવાથી દર્દમાં રાહત મળી શકે છે.

7. હલકી એકસરસાઈજ:

યોગ કરવા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ માનવામાં આવે છે. મોટાભાગે માસિકના સમયે વાર્મઅપ કે યોગ કરવાથી ક્રેમ્પ્સમાં રાહત મળી શકે છે.

8. પુરતી ઊંઘ લો:

અમે સમજી શકીએ છીએ કે માસિકનાં સમયે ચેન ભરી ઊંઘ આવવી એક ટાસ્ક છે. પણ આરામ કરવા અને 7-8 કલાકોની ઊંઘ લેવાથી દર્દથી બચી શકાય છે.

9. પેઈન કીલર્સ લો:

જો થોડું ઘણું દર્દ હોય તો પેઈન કીલર્સ લઇ શકો છો. પણ યાદ રાખો કે ડોકટરની સલાહ લેવી પણ જરૂરી છે.

10. ડોક્ટરની લો સલાહ:

જો ક્રેમ્પ્સ ખુબ વધી જતું હોય તો અને અસહનીય દર્દ થઇ રહ્યું હોય તો તરત જ ડોકટરની પાસે જઈને સલાહ લેવી જરૂરી છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!