આ 10 સૌથી મોંઘા ઘરોની કિંમત અને ખૂબીઓ જાણીને તમે પણ થઇ જાશો તેના દીવાના, ‘એન્ટેલિયા’ પણ છે શામિલ, કરો આ આલીશાન ઘરોની સૈર….

0

પોતાના સપનાના મહેલમાં કોણ રહેવા ઇચ્છતું ન હોય. ઘણા વિચારતા હોય છે કે તેઓના ઘરની બહાર એક મોટું એવું ગાર્ડન હોય તો કોઈ પોતાના ઘરમાં સ્વિમિંગ પુલ ઇચ્છતા હોય છે. એક સામાન્ય માણસની એજ ઈચ્છા હોય છે, પણ દુનિયામાં અમુક ખાસ લોકો પણ હોય છે, જેઓના ડ્રિમ હોમની પરિભાષા આપણા વિચારો કરતા પણ ઘણી આગળ છે. તેઓના ઘરની બનાવટથી લઈને કિંમત સુધી બધું જ યુનિક છે. અમે વાત કરી રહયા છીએ દુનિયાના સૌથી મોંઘા ઘરોની.

દુનિયાના અલગ-અલગ ખૂણામાં ઉપસ્થિત આ ઘર કોઈ અજુબાથી કમ નથી. ખાસ વાત એ છે કે દુનિયાના આ સૌથી મોંઘા ઘરોની લિસ્ટમાં ભારતનું પણ નામ શામિલ છે. તો ચાલો આજે અમે તમને દુનિયાના આ 10 સૌથી આલીશાન ઘર ની સૈર કરાવીએ.

1. Buckingham palace: લંડનમાં સ્થિત આ પેલેસ દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે, બ્રિટેનના રાજઘરાનાથી તાલ્લુક રાખનારા આ મહેલમાં કુલ 775 રૂમ, 78 બાથરૂમ અને 98 ઓફિસ રૂમ છે. સાથે જ અહીં ઘણા સિનેમા ઘર અને સ્વિમિંગ પુલ પણ મોજુદ છે. ખાસકરીને આ મહેલનો ઉપીયોગ રોયલ ફંક્શન ઓર્ગેનાઈઝ કરવા માટે કરવામાં આવે છે.

2. Antilia:મુંબઈમાં સ્થિત આ ઘર ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું છે. દુનિયાના ફેમસ આર્કિટેક્ટ પર્કિન્સ અને વીલ દ્વારા બનાવામાં આવેલા આ ઘરનું નામ ‘એન્ટેલિયા’ આઈસલૈંડ ના નામ પર રાખવામાં આવ્યું છે. 27 ફ્લોર ના આ ઘરમાં 6 અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ અને 3 હેલિપેડ છે. એક બિલિયન ડોલરની કિંમત વાળો આ મહેલ દુનિયાનું સૌથી મોંઘુ બીજા નંબરનું ઘર છે.

3. Villa leopolda:ફ્રાન્સમાં સ્થિત આ વિલા અમેરિકાના પ્રસિદ્ધ આર્કિટેક્ટ  Ogden Codman એ બનાવ્યું હતું. એક સમયે આ વિશાળ વિલાના ઓનર બેલ્જીયમના રાજા લિયોપોલ્ડ બીજા નંબરના હતા. આ ફ્રાન્સનું સૌથી મોટું અને મોંઘુ ઘર છે. તેમાં 19 બેડરૂમ, સ્વિમિંગ પુલ, મુવી થિએટર, ગાર્ડન, સ્પોર્ટ્સ એરિયા જેવી તમામ ચીજો શામિલ છે. 750 મિલિયન ડોલરની કિંમત વાળો આ વિલા દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોંઘુ કરે છે.

4. Rutland gate mansion:આ વિશાળ મેંશન લંડનના હાઇડ પાર્કની પાસે બનેલું છે. એક સમય પર સાઉદીના પ્રિન્સ અને લેબનીઝ પ્રાઈમ મિનિસ્ટરની નિવાસ સ્થળ રહ્યું આ મેંશન અલ્બર્ટ પિન્ટો નામના પ્રસિદ્ધ આર્કિટેક્ટે બનાવ્યું હતું. આ આલીશાન ઘરની કિંમત 362 બિલીય ડોલર છે.

5. Fairfield Pond:અમેરિકા ના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ઇરા રેટર્ન નું આ ઘર યુએસની સૌથી મોટી પ્રોપર્ટીઝ માની એક છે. આ ઘરમાં 21 બેડરૂમ, 18 બાથરૂમ અને 91 ફૂટ લાંબુ ડાઇનિંગ ટેબલ છે. આ માઇનશનમાં બાસ્કેટબોલ કોર્ટ, ટેનિસ કોર્ટ, સ્કવેશ કોર્ટ અને મુવી થીએટર જેવી દરેક સુવિધાઓ શામિલ છે. સાથે જ તેમાં 100 કાર્સને આરામથી પાર્ક કરી શકાય છે. આ આલીશાન મેંશનની કિંમત 248 મિલિયન ડોલર છે.

6. Ellison estate:અમેરિકાના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ લૈરી એલિસનનું આ વિશાળ ઘર કૈલિફોર્નિયાની વુડ સાઈડ નામની જગ્યા પર સ્થિત છે. આ ઘરને ડિઝાઇન કરવા ને તેને બનાવામાં 9 વર્ષનો સમય લાગ્યો હતો. જાપાની સ્ટાઇલમાં બનેલા આ ઘરમાં 2 કાર ગેરેજ, મ્યુજિક રૂમ, ટેનિસ કોર્ટ, જાપાની ટી રૂમ, તળાવ, ઝરણું, સ્પા, સ્વિમિંગ પુલ બધું જ શામિલ છે. આ મહેલની કિંમત 200 મિલિયન ડોલર છે.

7. Hearst castle:યુનાઇટેડ સ્ટેટના કૈલિફોર્નિયામાં મોજુદ આ મેંશન એક ઐતિહાસિક ઇમારત છે. પ્રસિદ્ધ આર્કિટેક્ટ જુલિયા મોરગને તેને ડિઝાઇન કર્યુ અને બનાવ્યું હતું. 56 બેડરૂમ, 61 બાથરૂમ, 19 સીટિંગ રૂમ, ઇન્ડોર અને આઉટડોર પુલ, ટેનિસ કોર્ટ અને સિનેમાઘરથી ભરપૂર આ મેંશનની કિંમત 195 મિલિયન ડોલર છે. આ મેંશનમાં દુનિયાનું સૌથી મોટું પ્રાઇવેટ ઝૂ પણ છે.

8. Seven, The pinnacle:Seven, The pinnacle યુનાઇટેડ સ્ટેટના મોંટાનામાં બનેલું છે. પહાડોની વચ્ચે બનેલા આ વિશાળ મહેલના ઓનર   Edra Blixseth અને Tim Blixseth છે. આ ઘરમાં 8 બેડરૂમ, 12 બાથરૂમ, ઘણા સ્વિમિંગ પુલ અને લિફ્ટ ઉપસ્થિત છે. 155 મિલિયન ડોલરની આ પ્રોપર્ટી દુનિયાના મોંઘા ઘરોમાંની એક છે.
9. 18-19 Kensington palace gardens:Kensington palace gardens લંડનની એક એવી જગ્યા છે, જ્યાં પર ઘણા મોંઘા ઘર બનેલા છે. ત્યાંના 18 થી 19 નંબરના મેંશન ભારતીય મૂળના ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ છે. પહેલા આ બંને અલગ-અલગ બિલ્ડીંગ હતી, પણ હવે તેને એક જ ઘરમાં મેળવવામાં આવેલી છે. 18 બેડરૂમના આ ઘરના પીલોર તે જ માર્બલ થી બન્યા છે, જેનાથી તાજમહેલ બનાવામાં આવ્યો છે. આ વિશાલ ઘરની કિંમત 148 મિલિયન ડોલર છે.

10. Phillimore gardens:10 બેડરૂમ વાળા આ લગ્જીરિયસ ઘર લંડનમાં છે. આ ઘરમાં અંડરગ્રાઉન્ડ સ્વિમિંગ પુલ, જિમ અને સિનેમાઘર મોજુદ છે. આ ઘરના ઈન્ટિરીયરમાં માર્બલ અને ગોલ્ડનો ઉપીયોગ કરવામાં આવેલો છે. સાથે જ ઘરની સજાવટમાં ઘણા મોંઘા આર્ટ પીઆઈએસ પણ ઉપીયોગમાં લેવામાં આવ્યા છે. 128 મિલિયન ડોલરની કિંમત વાળું આ ઘર પણ દુનિયાના સૌથી આલિશા ઘરોમાનું એક છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!