આ 10 સંકેતો જણાવે છે કે તમારો સંબંધ તૂટવાની અણી પર છે કે નહિ …..વાંચો આર્ટીકલ

પ્રેમમાં મોટાભાગે એવું થતું હોય છે કે તમને સમજવા વિચારવાનો સમય જ ન મળી શકે. અચાનક જ કોઈના પર તમારું દિલ આવી જાતું હોય છે, પછી કોઈપણ હાલમાં તેને પોતાના બનાવા માગો છો. ધીમે-ધીમે રિશ્તો શરુ થાય છે, જે એટલો ઊંડો હોય છે કે આપણે તેના માટે જીવવા-મરવા માટે પણ તૈયાર થઇ જાતા હોઈએ છીએ.દરેક ઈચ્છતા હોય છે કે તેઓનો રિશ્તો ગેહરો અને હેલ્દી હોય. એક રિશ્તો તમને ઘણા એવા સારા ખરાબ અનુભવ આપે છે. પણ ઘણી વાર એવી પરિસ્થિતિઓ આવી જાતી હોય છે કે જેને લીધે તમારા પાર્ટનર સાથે મનમુટાવ થઇ જાતો હોય છે.

આવી સ્થીતીમાં ઘણા રીશ્તાઓ સુલજી જાય છે, પણ ઘણી વાર એવું પણ થાય છે કે પાર્ટનર તમારાથી દુર થવાની કોશીસ કરે છે. અને અંતે તમારો આ રિશ્તો તૂટી જાતો હોય છે. આજે અમે આ રીલેશન સાથે જોડાયેલા ઘણા મામલા વિશે જણાવીશું.

1. હર દિવસ થવા લાગે લડાઈ:દરેક રિશ્તામાં નાની મોટી નોકજોક તો ચાલતી રહેતી હોય છે પણ જો તે હફ્તામાં પાંચ દિવસ થવા લાગે તો તમારે સમજી લેવું જોઈએ કે બંને વચ્ચે પરેશાનીઓ વધી ગઈ છે. આ વાત તમારા રિશ્તા માટે સારી નથી.
2. પૈસાનો રિશ્તો:તમારા આ રીશ્તામાં પ્રેમ માત્ર ત્યાં સુધી જ જ્યાં સુધી તમે એકબીજાની એટીએમ મશીન બનેલા છો, તો સમજી જાવ કે આ પ્રેમ નહિ પણ માત્ર નિર્ભરતા છે. આવા રિશ્તા વધુ લાંબા સમય સુધી નથી ચાલતા.
3. નજર આવવા લાગી કમીઓ:જો તમને તમારા પાર્ટનરમાં અને તેને તમારામાં કમીઓ નજર આવવા લાગી છે તો બંને વચ્ચે દુરીઓ આવવા લાગી છે. યાદ રાખો કે જે લોકો સાચો પ્રેમ કરે છે તેઓ ખૂબીઓની સાથે સાથે કમીઓને પણ અપનાવે છે.
4. ખોવાઈ ગયો છે પ્રેમ:તમારા બંને વચ્ચે લગાવ અને આકર્ષણની કમી જ રીશ્તાને તૂટવાનો સંકેત આપે છે. રીશ્તાના શરૂઆતી દિવસોમાં લગાવ અને પ્રેમ ખુબ વધુ હોય છે, પણ અચાનક જ તે બાદમાં ગાયબ થઇ જાતું હોય છે.
5. બદલાઈ ગયો છે વ્યવહાર:તમારા સાથીનું ધ્યાન તમારી વાતો પર નહી જાતું, તેઓ તમારી વાતને અનસુની કરે છે, તમારી વાતોનો જવાબ ચિઢાઈને આપે છે, તો તમારા રીશ્તામાં ખતરો આવી ગયો છે.
6. એકલાપણું જ ભલું:જ્યારે તમારો પાર્ટનર તમને એ જતાવવા લાગે કે તમારી સાથે રહેવા કરતા વધુ ખુશ તે એકલા રહેવામાં છે, કે પછી તે તમારા રીશ્તામાં પહેલા જેવી કોઈ વાત નથી રહી તો તમારે તમારો રિશ્તો સંભાળવાની કોશીસ કરવી જોઈએ.
7. જ્યારે લાઈફ બોરિંગ થવા લાગે:જો તમને એકબીજા સાથે રહેવું બોરિંગ લાગવા લાગે તો તમારે એક સાથે વધુ સમય વિતાવવો જોઈએ. જેથી રીશ્તામાં ગરમાહટ ફરી આવી શકે.
8. કોઈ અન્ય તરફ આકર્ષિત થવું:જો તમારો સાથી કોઈ અન્ય તરફ આકર્ષિત થવા લાગે તો તે તમારો રિશ્તો તૂટવાનો સૌથી મોટો સંકેત છે. એવામાં તમારે તમારા પાર્ટનરને સમજાવવું જોઈએ.
9. પાર્ટનર પર શક:જો તમારા બંને વચ્ચે શક આવી ગયો છે તો તમારે એ જાણી લેવું જરૂરી છે કે એક-બીજા માટે નકારાત્મક વિચાર તમારા રીશ્તાને ખત્મ કરી શકે છે.
10. નથી રહી દિલચસ્પી:જો તમે બંને એક-બીજાનાં વિશે વિચાર્યા વગર જ કઈ પ્લાન કરો છો, કોઈ પ્લાનમાં તમારા પાર્ટનરને શામિલ નથી કરતા તો તેનો મતલબ એ છે કે તમારા પાર્ટનરમાં તમારા માટેની દિલચસ્પી ખત્મ થઇ ગઈ છે.

Author: GujjuRocks Team

સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!