આ 10 ફિલ્મોએ દુનિયાભરમાં કમાયું હતું નામ, પણ સેંસર બોર્ડે ભારતમાં કરી દીધું હતું બૈન….

અમુક ફીલ્મો તો ખુબ મુશ્કિલથી રીલીઝ થઈ હતી.

આપલા દેશમાં કોઈ પણ ફિલ્મને રીલીઝ કરતા પહેલા તેને ‘સેંસર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન’ ની સામે બતાવવામાં આવે છે. બોર્ડ જ ફિલ્મનું સર્ટીફિકેટ આપે છે. સાથે જ તેમાં કાઈક જરૂરી કટ પણ લાગાવે છે. તેના પછીજ ફિલ્મને રીલીઝ કરવામાં આવે છે.એટલે જ તો મોટા ભાગે સેંસર બોર્ડ અને ફિલ્મ મેકર્સ ની વચ્ચે મનમુટાવની ખબરો પણ આવતી હોય છે. બોર્ડ કોઈ પણ ફિલ્મને ‘A’ સર્ટીફીકેટ આપ્યા બાદ પણ કાઈક વધારે જ કટ લગાવી દેતા હોય છે.

જો કે સેંસર બોર્ડ માત્ર ફિલ્મોમાં કટ જ નથી લગાવતી પણ અમુક ફિલ્મોને તો સીધીજ બૈન લગાવી દે છે. દેશમાં લગલગ ભાષાઓમાં સામાજિક મુદ્દાઓ પર બનેલી અમુક ફિલ્મો એવી પણ છે જેને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ ફંક્શનમાં પણ સન્માનિત કરેલા છે પણ તેનો વિષય એટલો બોલ્ડ હતો કે આ ફિલ્મોને રીલીઝ કરવા માટે ખુબ લાંબા સમય સુધી વાટ જોવી પડી હતી.

આજે અમે તમને એવીજ કાઈક ફિલ્મો બતાવવા જઈ રહ્યા છીએ.

1. ‘બ્લેક ફ્રાઇડે’

ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ 1993 માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પર આધારિત હતી. સેંસર બોર્ડે ફિલ્મની રીલીઝ પર રણ ત્રણ વર્ષ સુધી બૈન લગાવીને રાખ્યું હતું. તેને 2017 ના વર્ષમાં રીલીઝ કરવામાં આવી હતી.

2. ‘પેડ્લર્સ’

‘Peddlers’ એક ક્રાઇમ થ્રિલર છે, જે 2013 માં રીલીઝ થવાની હતી પણ આજ સુધી રીલીઝ થઈ શકી નથી. જો કે ફિલ્મની સ્ક્રીનીગ દક્ષીણી ફ્રાંસ ના international Critics Week’ માં કરવામાં આવી હતી. આ ફિલ્મ ફેસ્ટીવલને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

3. વિવાદિત બાંગ્લા ફિલ્મ

બ્લેક એન્ડ વ્હાઈટ બાંગ્લા ફિલ્મ ‘ગાંડુ’ શરૂઆતથી જ વિવાદમાં હતી. તેમાં ઘણા એવા આપતીજંક સીન્સ લેવામાં આવ્યા હતા. ફિલ્મને બધાથી પહેલા ન્યુયોર્કમાં આયોજિત ‘South Asian International Film Festival’ નાં બાદ ઘણા એવા ઇન્ટરનેશનલ ફેસ્ટીવલમાં પણ બતાવવામાં આવી હતી.

4. ‘અનફ્રીડમ’

આ ફિલ્મમાં હોમોસેક્સ્યુઅલ નો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સેંસર બોર્ડે કટ ન લાગાવાના લીધે ફિલ્મને હંમેશાને માટે બૈન કરી દેવામાં આવી હતી. ફિલ્મને ‘Golden Reel Awards’ માં નોમીનેટ કરવામાં આવી હતી.

5. ‘લીપસ્ટીક અન્ડર માય બુરખા’

મહિલાઓના મુદ્દા પર આધારિત આ ફિલ્મને રીલીઝ કરાવા માટે પણ મેકર્સે ખુબ મહેનત કરી હતી. જાન્યુઆરી 2017 માં આ ફિલ્મ નાં રીલીઝ પર રોક લગાવી દેવામાં આવી હતી. જો કે બાદમાં 2017 જુલાઈમાં આં ફિલ્મને રીલીઝ કરવામાં આવી હતી.

6. ‘હવા આને દે’

‘હવા આને દે’ એક ઇન્ડો-ફ્રેંચ નું પ્રોડક્શન ફિલ્મ છે. સેંસર બોર્ડે આ ફિલ્મ પર ઘણા કટ લગાવવાનું કહેતા હતા પણ મેકર્સે એ વાતનો ઇનકાર કરી ડીધો હતો. આ કારણથી આ ફિલ્મ આજ સુધી રીલીઝ થઈ શકી નથી. આ ફિલ્મે ઘણા એવા ઇન્ટરનેશનલ એવોર્ડ પોતાના નામે કરી લીધા હતા.

7. ‘ફાયર’ 

શબાના આઝમી અને નંદિતા દાસના લીડ રોલ વાળી આ ફિલ્મને પણ ખૂબ મુશ્કેલીઓ પડી હતી. ફિલ્મને તો સેંસર બોર્ડે કટ લગાવ્યા વગરજ રીલીઝ પણ કરી દીધી હતી. પણ ભારે વિરોધ ને લીધે તેને ફરી લેવામાં આવી હતી. કોર્ટમાં ગયા પછી જ આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી હતી.

8. ‘જય ભીમ કોમરેડ’

આ ફિલ્મ 1997 માં ‘રમાબાઈ આંબેડકર નગર હત્યાકાંડ’ ની કહાની બતાવેલી હતી. આ ફિલ્મને બનવામાં 14 વર્ષ લાગી ગયા હતા. 2011 માં કોર્ટ ટ્રાયલ્સ બાદ આ ફિલ્મને રીલીઝ કરવામાં આવી હતી.

9. ‘The Pink Mirror’ 

ભારતમાં રીલીઝ માટે આ ફિલ્મનું ટાઇટલ ‘ગુલાબી આઈના’ હતું. સેંસર બોર્ડે 2003 માં ફિલ્મને અશ્લીલ બતાવતા તેને દેશમાં બૈન કરી દેવામાં આવી હતી. આ ફિલ્મ ટ્રેનસેક્શ્યુઅલ પર આધારિત હતી. આ ફિલ્મ 70 થી વધારે વખત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં બતાવવામાં આવી હતી.

10. ‘ઇન્શાઅલ્લાહ ફૂટબોલ’

‘ઈન્શાઅલ્લાહ ફૂટબોલ’ એક ડોક્યુંમેટ્રિ ફિલ્મ છે. ફિલ્મ એક આતંકવાદી નાં દીકરાના ફૂટબોલ બનવાના સપના પર આધારિત છે. ફિલ્મને ઇન્ડીયામાં રીલીઝ થયા પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!