આ 10 દેશોમાં ભારતથી પણ સસ્તા ભાવમાં મળે છે Apple આઈફોન 10 , જાણો શું પ્રાઈઝ છે અને ક્યાં ક્યાં દેશો આવે છે લીસ્ટમાં…

0

દુનિયામાં મોંઘા ફોનમાં શામિલ એપ્પલ પોતાના દશમી એનીવર્સરીના મૌકા પર ગ્રાહકોને આઈ ફોન 10 ની ભેટ આપી. એપ્પલે આઈફોન 8 અને 8 પ્લસ પણ લોન્ચ કર્યું છે. પાછળના ચાર વર્ષમાં એપ્પલે આઈફોનની ડીઝાઈનમાં ખુબ બદલાવ કર્યો છે. તેમણે હોમ બટનને પણ હટાવી નાખ્યું છે જે લોન્ચિંગના સમયથી જ ફોનમાં હોય છે. અઈફોન 10માં એજ ટુ એજ વાળી ડિસ્પ્લે હશે,જે ડીવાઈસના ફ્રંટને કવર કરશે.

તેના સિવાય આ નવા આઇફોનમાં ફેસ આઈડીની પણ સુવિધા છે. એપ્પલે અલ્ટ્રા પ્રીમીયમ પ્રાઈઝ ટેગની સાથે આઈફોન 10 ને લોન્ચ કર્યું હતું, આ ઉમ્મીદની સાથે કે ગ્રાહક તેને પસંદ કરશે. ભારતમાં એવું પહેલીવાર બન્યું છે કે એપ્પ્લે અન્ય દેશોની સાથે-સાથે ભારતમાં પણ આઈફોન 10 તે જ સમયે લોન્ચ કર્યો.

આ આઈફોનની કિંમત 89. 000 રૂપિયામાં 64 GB થી શરુ થઈને 1,02,000 માં 256 GB સુધી છે. ભારતીત ગ્રાહકો માટે ફોનની કિંમત ખુબ વધુ છે. માટે અમુક ખાસ લોકો જ તેને ખરીદવું પસંદ કરે છે. જો કે તમને એ જાણીને હેરાની લાગશે કે ભરતમાં આઈફોન 10 ની કિંમત અન્ય દેશો કરતા ખુબ વધુ છે. અમે તમને એ દેશો વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેમાં આઈફોનની કિંમત ભારત કરતા ઓછી છે.

1. અમેરિકા:

અમેરિકામાં આઈફોનની કિંમત 1099 ડોલર થી લઈને 1, 499 ડોલર સુધીની છે. એટલે કે 64,000 થી લીને 73, 700 સુધીની છે.

2. ઓસ્ટ્રેલીયા:

અહી આ ફોનની કિંમત ઓસ્ટ્રેલીયન ડોલર 1,579 થી 1, 829 સુધીની છે. એટલે કે 81,000 થી લઈને 93,800 રૂપિયા સુધીની છે.

3. આયર લેંડ:

અહી તમને આઈફોન 1,410 ડોલર એટલે કે 89,668 રુપિયા સુધી મળી શકશે.

4. હોંગ કોંગ:

અહી આ ફોનની કિંમત HKS 9,888 સુધી છે એટલે કે ભારત પ્રમાણે 70,500 થી લઈને 81,100 રૂપિયા સુધી છે.

5. યુકે:

અહી આઈફોનની કિંમત 999 પાઉન્ડ થી લઈને 1,149 ની વચ્ચે છે. એટેલે કે આ ફોન 84,600 થી લઈને 97,300 સુધીમાં ફોન મળશે.

6. ન્યુઝીલેન્ડ:

આ દેશમાં આઈફોન માટે તમારે 1,799 ડોલર થી લઈને 2,099 ડોલર ખર્ચ કરવાના રહેશે. ભારતમાં તેની કિંમત 83,500 થી 97, 400 સુધીની છે.

7. ચીન:

ચાઈના વાળાને આ આઈફોન માટે CNY 8,388 થી CNY 9,688 ખર્ચ કરવા પડે છે. એટલે કે 82,100 થી લઈને 95,000 રૂપિયા સુધી.

8. UAE


આ અરબ દેશમાં તમને આઈફોન 10 AED 4,099 થી AED 4,729 સુધી મળશે. એટલે કે 71,600 થી લઈને 82,600 રૂપિયા સુધી.

9. સિંગાપુર:

અહી આ ફોનની કિંમત 1,224 એટલે કે લગભગ 80,186 રૂપિયા છે.

10. રૂસ:

રૂસમાં તમને આઈફોન 10 1,387 ડોલર એટલે કે 90,864 રૂપિયા થશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!