આ 11 બાબતમાં ઝલકે છે ગુજરાતનો વૈભવ, જે જોઈને પ્રભાવિત થઈ જાય ભલભલા દેશો

સોનાનું મંદિર હોય કે હીરા ઉત્પાદન બજાર હોય ગુજરાતનું નામ આવી વૈભવી બાબતોમાં અવશ્ય જોડાયેલું હોય છે

ગુજરાત વિશેની ઘણી એવી બાબતો છે જેની ટક્કરમાં અન્ય કોઈ રાજ્ય કે દેશ આવી શકે તેમ નથી. ગુજરાતના આવા જ વૈભવના કારણે અન્ય રાજ્યો અને દેશો ગુજરાતથી પ્રભાવિત થયા છે. ગુજરાતમાં સામાન્ય મનાતી અનેક બાબતોમાં રાજ્ય અને રાજ્યના લોકોનો વૈભવ ઝલકે છે. સોનાનું મંદિર હોય કે હીરા ઉત્પાદન બજાર હોય ગુજરાતનું નામ આવી વૈભવી બાબતોમાં અવશ્ય જોડાયેલું હોય છે. આજે અમે અહીં ગુજરાતની અસ્મિતાને વધારે ચમકદાર બનાવતી આવી જ 11 બાબતોની વાત કરી રહ્યાં છીએ. જે જાણીને ગુજરાતી તરીકે તમારી છાતી પણ ગર્વથી ફુલી જશે.

1. ગુજરાતમાં નેક રોલ્સરોય કાર્સ: કાર્સના શોખ માટે ગુજરાતીઓ દેશ-વિદેશમા જાણીતા છે, ગુજરાતમાં લક્ઝુરિયલ ગણાતી અનેક રોલ્સ રોય્સ કાર છે.

2. ઘરેણાથી લથબથ ગુજ્જુ નારીઓ:

લગ્નમાં મહિલાઓના હાથમાં બંદૂક : ગુજરાતીઓના લગ્ન માણવા એ પણ એક લ્હાવો છે, સોનાના ઘરેણાં અને ગુજ્જુ મહિલાઓનો નાતો જ અલગ છે. લગ્ન સહિતના શુભ પ્રસંગોમાં ગુજરાતી નારીઓ સોનાના ઘરેણાંથી લથબથ જોવા મળે છે.

3. સૌથી લાંબો કેબલ સ્ટેઇડ બ્રીજ:

દેશભરમાં ગુજરાતની સિદ્ધિનો ડંકો વાગે છે. તેમાં ઉમેરો થતા ભરૂચ ખાતે ભારતનો પહેલો 1344 મીટર લાંબો કેબલ સ્ટેઈડ બ્રિઝ આકાર પામ્યો છે.

4. ગુજરાતીઓનું નવરાત્રી સેલિબ્રેશન:

રાસ-ગરબા માટે વિદેશના લોકો પણ નવરાત્રિ દરમ્યાન ગુજરાતમાં આવે છે. જો કે આજના સમયમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ ત્યાં પણ ગરબાની મજા માણે છે. ગુજરાત જેવો નવરાત્રિનો માહોલ અન્ય જગ્યાએ જોવા ન મળે.

5. ડાયરામાં રૂપિયાનો વરસાદ: ફિલ્મોના યુગમાં પણ ગુજરાતમાં ડાયરા જીવંત છે. ગુજરાતના કોઈ પણ ખૂણે ડાયરો હોય એમાં રૂપિયાનો વરસાદ સામાન્ય બાબત છે. કીર્તિદાન જેવા કલાકારના ડાયરામાં તો લાખો નહીં પણ કરોડો રૂપિયાનો વરસાદ થાય છે.

6. સોનાથી મઢાયેલુ મંદિર : ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયના હરિભક્તો મોટી સંખ્યામાં છે, વડતાલ ખાતે ગુજરાતનું પ્રથમ સોનાની મઢાયેલુ સ્વામિનારાયણ મંદિર આવેલું છે.

7. અફલાતુન બિલ્ડીંગ્સ : આજે ગુજરાતના મોટા શહેરોમાં વિદેશને ટક્કર આપે તેવી અફલાતુન બિલ્ડીંગ્સ બની છે. વિદેશી થીમ પર બનેલા અનેક કોમર્શિયલ અને રેસીડન્સ બિલ્ડીંગ્સ ગુજરાતમાં આવેલી છે.

8. બિઝનેસ હબ બનશે ગિફ્ટ સિટી : ગુજરાતનું પાટનગર ગાંધીનગર ગ્રીન સિટી તરીકે નામના ધરાવે છે. જો કે અહીં આકાર પામેલ ગિફ્ટ સિટી દ્વારા ગુજરાતને બિઝનેસ ક્ષેત્રે પણ નવી દિશા મળી રહેશે.

9. એશિયાની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી : જામનગરમાં આવેલી રિલાયન્સ એશિયાની સૌથી મોટી રીફાઈનરી છે. રિલાયન્સ દ્વારા ધીરૂભાઈ અને બાદમાં મુકેશ અંબાણીએ ગુજરાતનું નામ દેશ-વિદેશમાં ગુંજતુ કર્યું છે.

10. ગુજરાતનું કંડલા પોર્ટ : કંડલા પોર્ટ ભારતના ટોપના બંદરમાં સ્થાન ધરાવે છે. કંડલા પોર્ટ પર થતા આયાત-નિકાસના વ્યવહારના કારણે બંદરને પહેલા સ્પેશિયલ ઈકોનોમી ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

11. હીરા બજારનું હબ સુરત : દેશના પોલીશ્ડ થતા ટોટલ હીરામાંથી સુરતમાં 80 ટકા હીરા પોલીશ્ડ થાય છે. દેશના અગ્રણી હીરા અને જ્વેલરી ઉદ્યોગપતિઓની ઓફિસ અને મેન્યુફેક્ચરીંગ યુનિટ સુરતમાં આવેલા છે.

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!