કેબમાં એક પેસેન્જરે છોડ્યો પીરિયડ્સનો ડાઘ, બીજા પેસેન્જરને થઇ તકલીફ, એ પછી કેબ ડ્રાઈવરે…

0

પીરિયડ્સ સાથે જોડાયેલી ઘણી બધી ભ્રમણાઓ આપણા સમાજમાં ફેલાયેલી છે. પીરિયડ્સને પ્રકૃતિનું વરદાન ન માનીને હજુ પણ ઘણા લોકો તેને ઘૃણાસ્પદ સમજે છે. પીરિયડ્સ એટલા જ સામાન્ય છે જેટલું કોઈ વ્યક્તિનું શ્વાસ લેવું. પરંતુ આજે પણ ઘણા લોકો તને અપનાવી નથી શકતા.

શેર કેબમાં જુદા-જુદા પ્રકારના લોકો આવે છે. એટલે દેખીતું જ છે કે શેર કેબ અનુભવોનો ભંડાર હોય. Efforts For Goodએ એક MBBSની વિદ્યાર્થીની સ્નેહા કેબ શેર કરવાનો અનુભવ શેર કર્યો હતો.સ્નેહા કહે છે, “થોડા દિવસો પહેલા મેં શેર-કેબ લીધી હતી. કેબમાં આગળની સીટ પર એક છોકરો બેસેલો હતો. સારી ઊંચાઈ, સારી રીતે તૈયાર, તેની ઘડિયાળ, અને iPhone તેના ધનવાન હોવાનો પુરાવો આપતા હતા. એ ફોન પર કોઈની સાથે અંગ્રેજીમાં વાતો કરતો હતો, મેં વિચાર્યું ‘અંગ્રેજી માધ્યમથી હશે’. થોડી વારમાં તો ત્રીજા પેસેન્જરનું પીક-અપ આવી ગયું. એક મહિલા કેબમાં બેઠી. ચહેરાથી એ ખૂબ જ અસહજ દેખાઈ રહી હતી. મેં તેને સીટ પર ખૂબ જ અસુવિધાજનક રીતે બેસતા જોઈ. પછી કોઈ જવાબદાર નાગરિકની જેમ જ મેં પણ ઈયરફોન લગાવ્યા અને સુઈ ગઈ.”

‘આમને તો બસ ગંદકી જ ફેલાવવી હોય છે દરેક જગ્યાએ.’ આનાથી મારી ઊંઘ ઉડી, આગળની સીટ પર બેસેલો છોકરો બડબડ કરી રહ્યો હતો. ‘આવી રીતે પબ્લિક કારમાં ડાઘ છોડીને ગઈ, શરમ જેવું છે કે નહિ?’

મેં પોતાનું જીન્સ ચેક કર્યું. મારા પીરિયડ્સનો પાંચમો દિવસ હતો. એટલે આટલી ખરાબ રીતે બ્લીડ કરવાનો તો સવાલ જ ન હતો. જેના પછી મેં નજર ફેરવી, મારી બાજુની સીટ પર લાલ ડાઘ લાગ્યો હતો. એ જ જગ્યા પર કે જ્યા પેલી છોકરી બેઠી હતી. અને યાદ આવું કે કેબમાં બેસતી વખતે તેને પોતાનું બેગ પોતાની પાછળ રાખ્યું હતું. આ પરિસ્થિતિ ખૂબ જ અજીબ હતી.આગળ બેસેલો છોકરો હજુ પણ બડબડ કરી રહ્યો હતો. ‘દેવીમાને પૂજા કરવા જતા હતા, ખબર નહિ શું આફત આવી ગઈ અને શેર બુક કરી લીધી. હવે આખો સમય બરબાદ થઇ ગયો. અમને તો અહીં જ ઉતારી દો ભાઈ.’

ડ્રાઈવર અત્યાર સુધી શાંત હતો. એ છોકરાને ઉતાર્યા બાદ તે ગાડીથી ઉતર્યો અને ગાદીનો પાછળનો દરવાજો ખોલ્યો. સાંજના 6 વાગી રહયા હતા.

‘બસ બે મિનિટ મેમ’ કહીને એ વળ્યો અને એક ભીના કપડાથી ડાઘ સાફ કરવા લાગ્યો. ‘ભાઈ, એક વાત કહો, તમને સાચે જ અજીબ ન લાગ્યું? તમારી ગાડીમાં ડાઘ લાગ્યો અને તમે પોતે એને સાફ કરો છો?’ મેં પૈસા આપતા ડ્રાઈવરને પૂછ્યું. એને સ્મિત કર્યું.

હું ફૂટપાથ પર ચુપચાપ ઉભી રહી ગઈ અને સમજવાની કોશિશ કરતી રહી કે શિક્ષણનો સાચો અર્થ શું હોય છે.

ઘણીવાર પીરિયડ્સના ડાઘને કારણે મહિલાઓ અને છોકરીઓને શરમનો અહેસાસ કરાવાય છે. આ સાચું છે કે ડાઘ લાગવાથી આપણે રોકી શકીએ છીએ પરંતુ દરેક વખતે આ સંભવ નથી થયું. આ કેબ ડ્રાઈવરે જે કર્યું, એ ઘણીવાર બીજી મહિલાઓ પણ નથી કરી શકતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here