9 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, મેષ રાશિના જાતકો ખાસ વાંચો .. …

0

1. મેષ – અ,લ,ઈ (Aries): વધારે પડતો કંજૂસ સ્વભાવ તમને આજે પરેશાન કરશે. વધુ પૈસા કમાવવા માટેના અનેક રસ્તા આજે તમારી સામે આવશે. પૈસાનું રોકાણ કરતા પહેલા તમારા જીવનસાથીની સલાહ અચૂક લેજો. જો કોઈ નાની નાની શારીરિક તકલીફ થતી હોય તો તેને ઇગ્નોર કરતા નહિ, ડોક્ટરની મુલાકાત જરૂરથી લેજો. સાંજનો સમય પરિવાર સાથે કેટલીક જૂની યાદો તાજી કરવામાં વિતાવો. આજનો દિવસ મહિલા મિત્રો માટે પણ ખુબ લાભદાયી છે. ગૃહિણીઓ જો કોઈ નવું કાર્ય કરવા માંગે છે તો તેમને પરિવાર તરફથી સપોર્ટ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે નોકરી કરતા મિત્રો માટે સારો દિવસ છે તમારા દ્વારા પૂર્ણ કરેલા પ્રોજેક્ટને કારણે તમારા બોસ આજે તમારા ભરપુર વખાણ કરશે. તમારા કામ પૂર્ણ કરવામાં તમને જેણે મદદ કરી હોય તેમનો આભાર જરૂર માનજો. વેપારી મિત્રો જેવો પોતાના વેપારને નવા ક્ષેત્ર કે વિસ્તારમાં ટ્રાન્સફર કરવા માંગે છે તેમના માટે આજનો દિવસ સારો છે. આજે તમારી મુલાકાત વર્ષોથી અલગ થઇ ગયેલા મિત્ર સાથે થશે આજની સાંજ એ મિત્રના નામે કરી તેની સાથે પહેલાના દિવસો યાદ કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ,હ (Cancer): આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ઓઅન ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાડરી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):કોઈપણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથેના સંબંધો બગાડશો નહિ એક એ જ એવી વ્યક્તિ છે જે આજે તમને સાથ આપશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. આજે કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે તો તમારે તમારા ડરને એ લોકો સમક્ષ આવવા દેવાનો નથી. આત્મવિશ્વાસથી તમે કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજનો તમારો દિવસ આળસમાં વ્યતીત થશે રવિવારે કરેલી મસ્તી અને સારા સમયને યાદ કરીને તમે ભાવુક થઇ શકો છો. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

8. વૃષિક – ન,ય(Scorpio):ઘણા સમયથી જે મિત્રો પોતાના કાર્યક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેમના કામનો અંત આવશે અને કામ પૂર્ણ કર્યાનો આનંદ તમારા બોસના ચહેરા પર જોઈ શકશો. તમારા સાથી કર્મચારી તમારા કામથી ઈર્ષા કરશે. બ્રેક લો અને જીવનસાથી સાથે ક્યાંક લાંબી રાઈડ પર જાવ. તમારા કોઈ નજીકના મિત્ર તરફથી તમને સારા સમાચાર મળશે. માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પરિવાર સાથે કરો. આગામી થોડા સમયમાં તમને તમારા માતા તરફથી વારસાગત મિલકતનો લાભ મળવાના યોગ બની રહ્યા છે. જે મિત્રો સાચા પ્રેમની રાહમાં છે તેમની મુલાકાત આજે તેમના સાચા જીવનસાથી સાથે થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn):

આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
બને એટલું જલ્દી તમારું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો શરુ કરો નહિ તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે અને એ ખુબ ખર્ચાળ પણ રહશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : નારંગી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

૨. આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.

૩. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૪. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૫. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

લેખન :  જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

સ્પર્ધામાં જીતવા માટે ભાગ લેશો તો જ જીતશો, જયારે કોઈને હરાવવા માટે ભાગ લેશો ત્યારે અચૂકપણે હારી જશો.

Posted By: GujjuRocks Team

દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here