99% લોકોને જાણ નહિ હોય ટ્રેઈનની પાછળ X નો શું મતલબ છે…વાંચો માહિતી ક્લિક કરીને

0

આપણા દેશમાં હર રોજ લાખો લોકો ટ્રેઈનમાં સફર કરતા હશે પણ કોઈનું પણ ધ્યાન ટ્રેઈનમાં છેલ્લા ડબ્બા માં નહિ જાતું હોય, શું તમે જોયું છે ક્યારેય? અને જો જોયું છે તો તમે ટ્રેઈનમાં પાછળનાં ડબ્બામાં બનેલા ‘X’ પર નજર કરી છે અને શું તમે ક્યારેય એ જાણવાની કોશીસ કરી છે કે આખરે આ ‘X’ શા માટે બનેલો છે? આવો તો જાણીએ તેનું કારણ.     X નિશાન એટલા માટે બનાવામાં આવેલો હોય છે જેથી ટ્રેઈનના કર્મચારીઓને જાણ થઇ શકે કે પૂરી ટ્રેઈન ગઈ ચુકી છે. આ નિશાન સફેદ કે પીળા રંગનું બનેલું હોય છે. ટ્રેઈનના છેલ્લા ડબ્બા પર X નિશાન સિવાય એક લાલ રંગની લાઈટ પણ લાગેલી હોય છે જે ચાલુ બંધ થતી રહે છે. અંગ્રેજોના જમાનામાં આ લાઈટને તેલથી જ્લાવામાં આવતી હતી, પણ હવે તે વીજળીથી ચાલે છે. ભારતીય રેલવેના નિયમન અનુસાર આ લાઈટનું ટ્રેઈનનાં છેલ્લા ડબ્બામાં હોવું અનિવાર્ય છે.
X નિશાન અને લાલ લાઈટ સિવાય ટ્રેઈનના ટ્રેઈનનાં છેલ્લા ડબ્બા પર તમે બધાએ એક બોર્ડ લટકાવેલો જોયો હશે જેમાં LV લખેલું હોય છે. જે સફેદ કે કાળા રંગથી લખેલું હોય છે. તેનો મતલબ એ છે કે “last vehicle” એટલે કે છેલ્લો ડબ્બો. ભારતીય રેલવેના અનુસાર જો કોઈ રેલ્વે કર્મચારીને LV નથી દેખાતું તો તેનો મતલબ એ કે હજુ પૂરું ગાડી આવી નથી.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!