99% લોકો નહિ જાણતા હોય ફ્રિજ વિશેની આ હકીકત, જાણી લો નહીં તો વેઠવા પડશે નુકસાન….

0

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ફ્રિજ વિશેની એક મહત્વપૂર્ણ જાણકારી, જેને જાણવી દરેક લોકો માટે ખુબ જ જરૂરી છે. જો કે દરેકના જીવનમાં મશીન ઉપકરણ એટલા વધી ગયા છે કે આપણે વધુ કામ કરવાની જરૂર નથી રહેતી, મોટાભાગે કામ મશીન જ કરતી હોય છે. આજે અમે ફ્રિજ વિશેની એક એવી બાબત જણાવીશું જે કદાચ તમને જાણ નહિ હોય. ફ્રિજ આજના સમયમાં દરેક પરિવારની જરૂરિયાત બની ગયું છે, ગરમીમાં તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે.
જો કે ઉચિત દેખભાળના અભાવને લીધે ફ્રિજ જેવા મોંઘા અને કિંમતી ઉપકરણો જલ્દી જ ખરાબ બની જતા હોય છે, સાથે જ એટલું જ નહીં ઘણી એવી પરેશાનીઓ પણ ઉઠાવી પડતી હોય છે. તે ખરાબ ન થાય તેના માટે તેનો યોગ્ય રીતે ઉપીયોગ કરવો ખુબ જ જરૂરી છે જેથી લાંબા સમય સુધી તેનો ઉપીયોગ કરી શકાય.
એ વાતનું જરૂર ધ્યાન રાખો કે ફ્રીજને હંમેશા સમતલ સ્થાન પર જ રાખો જેનાથી તે હલે નહિ. તેનાથી તેનું કમ્પ્રેસર સારી રીતે કાર્ય કરી શકે અને તેના પર વધુ બોજ પણ નથી પડતો અને બેલેન્સ પણ પરફેક્ટ રહે છે.તેને કોઈ હવાદાર સ્થાન પર રાખાવાની વ્યવસ્થા કરવી જોઈએ, જો ફ્રીજને દીવાલથી એક ફૂટ દૂર હટાવીને રાખવામાં આવે તો તે બેસ્ટ છે કેમ કે તેનાથી કમ્પ્રેસર ની ગરમ હવા દીવાલ સાથે અથડાઈને ફરીથી કમ્પ્રેસર પર નથી લાગતી. આ સાવધાનીની કાર્યક્ષમતા ઠીક રહે છે અને તાપમાન માં ઉતાર-ચઢાવ નથી થાતું. એ વાતને ખાસ ધ્યાન રાખો કે ફ્રીજને ક્યારેય પણ ગરમ સ્થાન પર રાખવું ન જોઈએ. ફ્રિજમાં ખાવા-પીવાના સામાનને ગરમ અવસ્થામાં ક્યારેય મુકવા ન જોઈએ. ગરમ સામાનને પહેલા ઠંડુ કરી લો, તેના પછી જ તેને ફ્રિજમાં મુકો. તમને જણાવી દઈએ કે ક્યારેય પણ ફ્રિજમાથી કાઢવામાં આવેલા સામાનને તરત જ ગરમ કરવું ન જોઈએ. તેને સૌથી પહેલા સામાન્ય તાપમાન પર અમુક સમય સુધી ખુલ્લું મુક્યા પછી જ તેને ગરમ કરવું જોઈએ.બટેટા એક માત્ર એવું ફૂડ છે જેને ક્યારેય પણ ફ્રિજમાં મૂકવું ન જોઈએ કેમ કે તેનાથી નુકસાન થઇ શકે છે.
ફ્રીજને ક્યારેય પણ ખુલ્લું રાખવા પર તેનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્લો છોડવો ન જોઈએ. જણાવી દઈએ કે તેનાથી ફ્રિજની અંદરનું તાપમાન વધી જાય છે અને ફરીથી ઠંડુ હોવામાં વીજળી નો પણ વધુ વપરાશ થાય છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here