96 વર્ષ ની ઉંમર માં આપી પેહલી સ્કૂલ ની પરીક્ષા અને ટેસ્ટ માં લાવ્યા ફૂલ માર્ક્સ – વાંચો આ માજી વિશે

0

કેરળ માં સાક્ષરતા મિશન ની યોજના અક્ષરલક્ષમ દ્વારા આયોજિત સ્કૂલી પરીક્ષા માં 96 વર્ષ ના મહિલા એ શામિલ થઈ ને ઇતિહાસ રચી દીધો.

દેશ માં પૂર્ણ સાક્ષરતા વાળા રાજ્ય કોઈ છે તો એ કેરળ છે. બે દશક પેહલા જ કેરળ પૂર્ણ સાક્ષરતા વાળું રાજ્ય ઘોષિત કરી દેવા માં આવ્યું હતું. તો પણ એના પછી અલગ અલગ સાક્ષરતા અભિયાન શરૂ છે જેથી જે ખામી રહી ગઈ હોય એને પુરી કરી શકાય. જો કે યુનેસ્કો ના નિયમ અનુસાર જો કોઈ દેશ કે રાજ્ય ની 90 ટકા જનસંખ્યા સાક્ષર હોય તો એને પૂર્ણ સાક્ષર માનવા માં આવે છે.

ઉંમર ના અંતિમ પડાવ ઉપર ભણતર ની આવી લાલસા

હવે નવા અભિયાન દ્વારા કરેળ સરકાર એ 100 ટકા સાક્ષરતા નો દર મેળવવા નું વિચાર્યું છે. જેના નીચે સમાજ ના દરેક વ્યક્તિ ને સાક્ષર બનાવવા ની કોશિશ કરવા માં આવે છે.એવા જ એક સાક્ષરતા મિશન યોજના ની નીચે 96 વર્ષ એક વૃધ્ધ મહિલા એ શિક્ષા પ્રત્યે એની જીજીવિષા બતાવી.

કેરલ ના અલ્પપુઝા માં સાક્ષરતા મશીન વાળી યોજના અક્ષરલક્ષમ દ્વારા આયોજિત ચોથી કક્ષા ની ટેસ્ટ પરીક્ષા માં 96 વર્ષ. ના કાત્યારયીની અમ્મા આ વાત થી નાખુશ હતા કારણકે એમની જેટલું વાંચ્યું હતું એટલા પ્રશ્નો પરીક્ષા માં ન પુછાયા. અમ્મા ની શિક્ષિકા અને સાથી એ આ જણાવ્યું હતું. એમાં ખાસ વાત એ છે કે કાત્યારયીની અમ્મા એ 96 વર્ષ ની ઉંમર માં એના જીવન ની પેહલી પરીક્ષા આપી હતી, ઉપરાંત એને ઇંગલિશ રીડિંગ ટેસ્ટ માં પણ પુરા નંબર મળ્યા હતા.

ઈંગ્લીશ રીડિંગ માં લાવ્યા ફૂલ માર્ક્સ

અલ્પપુઝા ના કનીચેનેલ્લુર સરકારી સ્કૂલ માં રવિવારે કરેલ સંચાલિત થયેલ પરીક્ષા માં કાત્યારયિની અમ્મા જ્યારે હોલ માં એન્ટર થયા તો એમના ચેહરા પર ગજબ નો આત્મવિશ્વાસ હતો. શિક્ષિકા એ જણાવ્યું કે પરીક્ષા માં કુલ 45 વિદ્યાર્થીઓ હતા અને એમાં ના સૌથી વૃદ્ધ એ મહિલા હતા. પરીક્ષા ને ત્રણ ચરણો માં આયોજિત કરવા માં આવી હતી પેહલા 30 નંબર રીડિંગ ના , 40 નંબર મલયાલમ લેખન ના અને 30 નંબર ગણિત ના. જેમાં અમ્મા એ રીડિંગ ટેસ્ટ માં પુરે પુરા 30 માંથી 30 નંબર લાવ્યા.

લખવા ની પરીક્ષા નું પરિણામ હજુ સુધી ઘોષિત નથી કરાયું. જો કે અમ્મા પુરી રીતે કોન્ફિડેન્ટ છે કે એમને લિખિત પરીક્ષા માં પણ સારા નંબર આવશે. પરીક્ષા દરમિયાન અમ્મા એ વાત થી દુઃખી હતા કે જેટલું વાંચ્યું હતું એ બધું પેપર માં ન પૂછાયું, ખોટી રીતે એમને બધું વાંચી લીધું.

આગલા વર્ષે ચોથા ધોરણ માં લેશે એડમિશન

રિપોર્ટ્સ ને અનુસાર , આખા કેરળ માં આ વર્ષે 45,000 સિનિયર સીટીઝન એ સાક્ષરતા મશીન ના ટેસ્ટ માં ભાગ લીધો. અમ્મા એ આ વર્ષે જાન્યુઆરી માં સાક્ષરતા મશીન માં પંજીકરણ કરાવ્યું હતું. કહેવાય છે કે લેખન પરીક્ષા માં પાસ થઈ જશે તો આવતા વર્ષે ચોથા ધોરણ માં એડમિશન લેશે. 96 વર્ષ ના વૃદ્ધ મહિલા 6 મહિના થી મલયાલમ અને ગણિત ના ટ્યુશન લઈ રહી હતી. અમ્મા નું કહેવું છે કે એ ચોથી કક્ષા નું ભણતર શરૂ કરવા પહેલા એના અંગ્રેજી નું ભણતર શરૂ જ રાખશે.

શું છે સરકાર ની અક્ષરલક્ષમ યોજના

રાજ્ય સરકાર ની કેરળ રાજ્ય સાક્ષરતા અભિયાન દ્વારા આ વર્ષે 26 જાન્યુઆરી થી અક્ષરલક્ષમ કાર્યક્રમ ની શરૂઆત થઈ ગઈ છે. આ અભિયાન માં સિનિયર સીટીઝન આદિવાસીઓ , મચ્છુઆરો , ઝુગ્ગી વસ્તીઓ ના લોકો જે નિરક્ષર છે એના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માં આવી રહ્યું છે. રાજ્ય સરકાર બધા ઉપાયો કરી ને 100 ટકા સાક્ષરતા મેળવવા નો પ્રયાસ કરે છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here