90 ના દાયકા મા પોપ્યુલર ગીતો માં નજર આવ્યા હતાં આ 18 એક્ટર્સ હવે તે આવા દેખાય છે – વાંચો આર્ટિકલ

0

90 ના દાયકા માં યુવા અને ટીનએજર રહેલા લોકો આજે પન એમ કહે છે કે એ સમય જેવા ગીતો આજકાલ નથી બનતા. અપણે જો તે સમય ના સુપરહિટ મ્યુઝિક વિડિઓ ની વાત કરીએ તો ફાલ્ગુની પાઠક ના ‘ચૂડી જો ખનકી’, ‘મેરી ચુનર’, ‘પલ પલ તેરી યાદ’ જેવા ગીતો કોઈ ની પણ ધડકન વધારી દેતા હતા.

જો એ ગીતો આજે પણ સાંભળો તો જૂની યાદો તાજી થઈ જાય છે. ઘણા સમયથી ફાલ્ગુની પાઠક નું નવું ગીત આવ્યું નથી પરંતુ તેના આ બધા ગીતો થી આજે પણ ઘણા લોકો ની એ ફેવરિટ સિંગર છે.

તમને લોકો ને એ પણ યાદ હશે કે તે ગીતો માં ખૂબજ ક્યૂટ કપલ્સ પણ નજર આવતા હતા. તમને શું લાગે છે, આટલાં વર્ષો પછી તે ક્યાં હશે? શું કરતા હશે? તેમાં થી કોઈ માટે આ મ્યુઝિક વિડિઓ તો બ્રેક ની જેમ હતા. તો ચાલો અમે તમને જણાવીએ કે ફાલ્ગુની પાઠક ના ‘મ્યુઝિક વિડિઓ’ માં દેખાયેલા એક્ટર્સ આજ-કાલ શું કરે છે.

ચૂડી જો ખનકી હાથો મેં

ફાલ્ગુની પાઠક નું ‘ચૂડી જો ખનકી’ તો આજે પણ સુપરહીટ છે. એક સમયે સ્કૂલ ના ઍન્યુઅલ ફંક્શન માં આ ગીત પર ડાન્સ થતો. તેના ‘યાદ પીયા કી આને લગી’ વાળો સ્ટેપ તો હજુ ઘણા લોકો ને યાદ હશે.

રિયા સેન

આ ગીત માં લીડ કેરેક્ટર પ્લે કરવા વાળી ક્યુટ છોકરી રિયા સેન હતી. હવે તો રિયા સેન ફિલ્મ એક્ટરેસ બની ગઈ છે. આ વાત બધા જાણે જ છે. હાલ માં જ રિયા એ તેના બોયફ્રેન્ડ શિવમ તિવારી સાથે લગ્ન કર્યા છે.

કિસને જાદૂ કિયા

‘કિસને જાદૂ કિયા’ સોન્ગ માં એક સ્ટુડન્ટ ને તેના ટીચર પર જ ક્રશ થઈ જાય છે. પરંતુ તમે સમજી જ શકો છો કે તે કાચી ઉમર નો પ્રેમ હોય છે. અંતે છોકરી નું દિલ તૂટી જાય છે. જો કે પછી તેને તેના મિત્ર માં જ પ્રેમ થઈ જાય છે.

આમના શરીફ

ટીવી સીરીયલ ‘કહીં તો હોગા’ ની ‘કાશીશ’ તો તમને યાદ જ હશે. આમના એ ઘણી ટીવી સીરીયલ અને ફિલ્મો માં કામ કર્યું છે. તેમાં ‘આલુચાટ’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મો સામેલ છે.

મેરી ચુનર ઉડ-ઉડ જાયે

આ મ્યુઝિક વિડિઓ માં એક લેડી નું તસવીર માં થી નીકળી એક પ્યારી બચ્ચી સાથે ડાન્સ કરવું એકદમ ‘વાહ’ હતું. તે એક પરી ની કથા જેવુ જ હતું.

આયશા ટાકીયા

એ નાનકડી બચ્ચી એટલે આયશા ટાકિયા હવે મોટી થઇ ગઇ છ. આયશા ‘ટારઝન- ધ વન્ડર કાર’ , ‘પાઠશાળા’ અને ‘ડોર’ જેવી ઘણી ફિલ્મો માં નજર આવી છે. હવે આયશા મમ્મી પણ બની ગઈ છે.

ઐયો રામા

‘ઐયો રામા હાથ સે યે દિલ ખો ગયા’ ગીત માં કપલ ખૂબ જ વહાલું લાગતું હતું. એ છોકરી ને વહેમ થઈ જવો કે છોકરો તેનો પીછો કરે છે, પછી સત્ય ખબર પાડવા પર શર્મિન્દા થવું, ખૂબ જ શાનદાર હતું.

દિવ્યા ખોંસલા કુમાર

આ ગીત વાળી છોકરી દિવ્યા ખોંસલા કુમાર એક્ટર ની સાથે ડિરેક્ટર અને પ્રોડ્યૂસર પણ થઈ ગઈ છે. દિવ્યા એ ‘યારીયા’ અને ‘સનમ રે’ મૂવી ડાયરેક્ટ કર્યું છે. તે ટી-સિરીઝ ના મલિક ‘ભૂસણ કુમાર’ ની ધર્મ પત્ની છે.

પલ પલ તારી યાદ

સ્કૂલ ના પ્રેમ ની કહાની કેવી હોય છે? આ મ્યૂઝિક વિડિઓ માં ખૂબ જ સારી રીતે દર્શાવ્યું છે. ‘પલ પલ તેરી યાદ સતાયે’ ગીત સીધુ દિલ પર વાર કરે છે.

સંદલી સિન્હા

આ મ્યૂઝિક વિડિઓ પછી સંદલી ઘણી ફિલ્મો માં નજર આવી. સંદલી ને ‘તુમ બિન’ ફિલ્મ એ એક અલગ જ પહેચાન આપી. ત્યારબાદ તે ‘પિંજર’ અને ‘તુમ બિન – 2’ ફિલ્મો નો હિસ્સો રહી.

ઇંધણા વીણવા.

સાચું કહું તો ઇંધણા વીણવા ગઈ તી મોરી સૈયા ગીત ના આ શરૂ ના બે શબ્દો મને ક્યારેય સમજ માં જ નથી આવ્યા. આ ગીત ક્યૂટ નિ સાથે સાથે ફની પણ હતું.

ઇકબાલ ખાન

મોહમદ ઇકબાલ ખાન ટીવી અને ફિલ્મો માં કામ કરે છે . ઇકબાલ એ કહીં તો હોગા , કાવ્યંજલી , બહુ હમારી રજનીકાંત અને વારીસ જેવી ડઝનો ટીવી સિરિયલ્સ માં સાથે સાથે થોડી ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.

ઓ પિયા

આ ગીત માં તો મેડમ રસ્સી / દોરડા પર ચાલી એના પિયા પાસે પહોંચવા ની કોશિશ કરે છે. જો કે આ સોન્ગ માં પેલો ચાંદો ઘણો ક્યૂટ હતો.

શ્રીતી જા

કુમકુમ ભાગ્ય ની પ્રજ્ઞા તો તમને યાદ જ હશે. ઓ પિયા ની એ પાગલ છોકરી પ્રજ્ઞા એટલે કે શ્રીતી જા જ હતી.

શ્રીતી બાલિકા વધુ અને ધૂમ માચાઓ ધૂમ જેવા શો નો હિસ્સો રહી ચૂકેલ છે. હાલ માં તે કુંડલી ભાગ્ય સિરિયલ માં કામ કરી રહી છે.

પલ પલ તેરી.

પલ પલ તેરી નો તે મસ્તીખોર અને હોટ છોકરો તો તમને યાદ જ હશે ને એ છોકરા એ તમને તમારા કોલેજ ક્રશ ની યાદ જરૂર અપાવી હશે.

ઇન્દ્રનીલ સેન ગુપ્તા.

ઇન્દ્રનીલ મોડલ થી એકટર બની ગયા. તમે એમને ઘણી ફિલ્મો માં જોયા હશે. ઇન્દ્રનીલ મુંબઇ સાલસા , 1920 અને કહાની જેવી ઘણી ફિલ્મો નો હિસ્સો રહી ચૂક્યા છે.

મૈને પાયલ હૈં છનકાઈ

મૈને પાયલ હૈ છનકાઈ એક સરસ મ્યુઝિક વીડિયો હતો એમનો તે પપેટ શો તો તમને યાદ જ હશે ને.?

વિવાન ભટેના

વિવાન પણ નાના તેમજ મોટા પડદા પર એક્ટિંગ નો જલવો દેખાડી ચુક્યા છે. વિવાન ચક દે ઇન્ડિયા અને તલાશ જેવી ફિલ્મો નો હિસ્સો રહી ચૂક્યા છે. સાથે જ ક્યોંકી સાસ ભી કભી બહુ થી , કુમકુમ , માયકા અને સંસ્કાર લક્ષ્મી જેવી સિરિયલ્સ માં નજર આવી ચુક્યા છે.

Author: GujjuRocks Team

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here