9 વર્ષ પછી માર્ચ મહિનામાં આવી રહી છે હનુમાન જયંતિ, શુભ મુહુર્તમાં પૂજા કરવાથી થાશે દરેક કષ્ટ દુર…આ રીતે પૂજા કરો

0

આપણો ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. અહી ભગવાનની પૂજાથી લઈને તેના વ્રત તહેવાર સુધી દરેકને મહત્વ આપવામાં આવે છે. ભગવાન સાથે જોડાયેલો કોઈપણ દિવસ દેશમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવતો હોય છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ 31 માર્ચે મનાવામાં આવતી હનુમાન જયંતી વિશે. ભગવાન હનુમાનને બલ, બુદ્ધિ અને પરાક્રમ ના દેવતા માનવામાં આવે છે. અને તે પણ કહેવામાં આવે છે કે તેની પૂજા અર્ચનાથી વ્યક્તિના દુઃખોનું નિવારણ પણ થાય છે.

આ વર્ષે હનુમાન જયંતી 31 માર્ચના રોજ મનાવામાં આવશે જ્યારે હર સાલ આ જયંતિ એપ્રિલ મહિનામાં હોય છે. માર્ચ મહિનાના દૌરાન હનુમાન જયંતિ પુરા 9 સાલ બાદ મનાવામાં આવી રહી છે. આગળની માર્ચની હનુમાન જયંતિ વિશે વાત કરીએ તો તેને 31 માર્ચ 2008 ના રોજ મનાવામાં આવી હતી. હનુમાન જયંતિ વિશે જણાવી દઈએ કે હર વર્ષ ચૈત્ર માસની પૂર્ણિમાના રોજ હનુમાન જયંતિ મનાવામાં આવે છે. આ દિવસે શુભ મુરત પર પૂજા-અર્ચના કરવાથી ન તો માત્ર કષ્ટ દુર થાય છે પણ સાથે જ તેનાથી ઘણા એવા સારા પ્રભાવ પણ પડે છે.

પૂજા અર્ચના કરવા માટેની વિધિ:

આ શુભ અવસર પર પૂર્વ કે ઉત્તર દિશા તરફ મો કરીને લાલ કપડું પહેરીને લાલ આસન પર હનુમાનજીને સ્થાપિત કરો. તેના ઉપરાંત ભગવાન હનુમાનને સિંદુરનો ટીકો લગાવો અને લાલ ફૂલ અર્પિત કરીને ધૂપ અને દીપક જલાઓ.

શૂહ મુહુર્ત:

પૂર્ણિમા પર પૂજા નો શુભ મુહુર્ત 30 માર્ચ 07.36.38 વાગે આરંભ થાશે જ્યારે 31 માર્ચ ના 06.08.29 પર સમાપ્ત થાશે.

ચૌપાઈ પાઠ:

કહેવાય છે કે હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનારા ભગવાન માનવામાં આવે છે. અને તેના દરેક ભક્ત હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નથી ચુકતા. એવામાં હનુંમાન ચાલીસાની ત્રણ ચૌપાઈ જેનો પાઠ ફળદાઈ હોય છે. ચાલો તો તમને જણાવીએ તે ચૌપાઈ વિશે જેના પાઠથી મનુષ્યને લાભ થાય છે.

તમારી બૌદ્ધિક ક્ષમતા અને સ્મરણ શક્તિ વધારવા માટે ચૌપાઈ:

श्रीगुरु चरन सरोज रज निज मनु मुकुरु सुधारि। बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारि॥

बुद्धिहीन तनु जानिके सुमिरौं पवन-कुमार। बल बुधि बिद्या देहु मोहिं हरहु कलेस बिकार।।

2. સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ ને દુર કરવા માટે ચૌપાઈ:

नासै रोग हरे सब पीरा। जपत निरंतर हनुमत बीरा।।

संकट तै हनुमान छुडावै। मन क्रम बचन ध्यान जो लावै।।

3. સંકટ અને પરેશાનીઓથી મુક્તિ માટે ચૌપાઈ:

संकट तै हनुमान छुडावै। मन क्रम बचन ध्यान जो लावै।

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.