શહીદના અસ્થિકળશનો સ્પર્શ કરતા જ 9 મહિનાની ગર્ભવતી પત્નીએ કહ્યું – મારી કોખ પણ અનુભવી રહી છે તેમની વીરતા

0

ગત 14 ફેબ્રુઆરીએ પુલવામામાં ત્રાસવાદી હુમલામાં 40થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. આખો દેશ સૈનિકોની શહાદતનો શોક મનાવે છે. આ આત્મઘાતી હુમલો થયો ત્યારે જવાનોની ગાડીનો કાફલો બેસ કેમ્પ જઈ રહ્યો હતો. આ હુમલા પછી, દેશ અને દુનિયાભરના લોકો પાકિસ્તાનની નિંદા કરી રહ્યા છે અને આ હુમલાનો સખત વિરોધ કરી રહ્યા છે. શહીદ થયેલા જવાનોમાંથી 5 જવાન રાજસ્થાનના હતા અને એમાંથી એક હતા શહીદ શ્યોરામ. રાજસ્થાનના ઝુંઝુનુંના એક ગામના રહેવાસી શહીદ શ્યોરામની શહાદતથી આખું ઘામ દુઃખી હતું. સાથે જ ગામના લોકો ગર્વ પણ અનુભવી રહયા હતા કે તમના ગામમાં એક બહાદુરે જન્મ લીધો હતો. પરંતુ પછી આ ગામમાં જે દ્રશ્ય જોવા મળ્યું એ ખૂબ જ અસાધારણ અને અકલ્પનિય હતું. આખું ગામ રડ્યું જ્યારે શહીદની પત્ની વીરાંગના સુનિતા દેવી જયપુરથી ગામ પોતાના વીર પતિને છેલ્લી વાર સ્પર્શ કરવા આવી.

9 મહિનાના ગર્ભ સાથે જયપુરથી પાછી ફરી 
9 મહિનાની ગર્ભાવસ્થામાં વીરાંગના સુનીતા દેવી જયપુરથી ગામ પાછી આવી. ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીને આરામ કરવાની સલાહ આપવામાં આવે છે અને તે આ સ્થિતિમાં પરત કરી. પરિજનોએ ખૂબ જ ના કહી પણ તેને એક વાત પણ ન માની. તે પોતાના પતિના અસ્થિને છેલ્લીવાર સ્પર્શ કરવા માંગતી હતી. શહીદના અસ્થિને એકત્ર કરવામાં આવ્યા હતા અને પતિને છેલ્લી વાર સ્પર્શ કરવા અને અનુભવ કરવાનો આ અવસર એ ગુમાવવા માંગતી ન હતી. તેને પતિના અસ્થિકળશને સ્પર્શ કર્યો અને માથે લગાવ્યું, આ ભાવુક કરતુ દ્રશ્ય જોઈને ગ્રામજનોની આંખો પણ ભરાઈ આવી. અને સાથે જ ગર્વ પણ થયો. આવી હોય છે વીરાંગનાઓ જે દુઃખના સમયે પણ પોતાનું કર્તવ્ય યાદ રાખે છે. વીરોની ધરતી પર આવું દ્રશ્ય પહેલા કોઈએ નહિ જોયું હોય. શહીદની પત્ની ઉપરાંત, દીકરો ખુશાંક, માતા સરલી દેવી, ભાઈ રૂપચંદ અને રઘુબીર સહિત સમગ્ર ગામના લોકોએ કાળાશને માથે લગાવીને શ્યોરામને અંતિમ વિદાઈ આપી. ગર્ભવતી પત્નીની સ્થિતિની કાળજી લેવા માટે, તબીબી વિભાગ ડોક્ટરોની ટીમ સાથે જોડાયો હતો.

કહ્યું – દીકરાને પણ તેમની જેમ વીર, સાહસી બનાવીશ 
વીરાંગના સુનીતાએ કહ્યું, “હું તેમના સાહસને નમન કરું છું. તેઓ હંમેશાં કહેતા હતા કે જે દિવસે દેશ માટે મરવાનો સમય આવશે, ત્યારે એક ક્ષણ માટે પણ પાછો નહિ હટુ. તેઓએ એ જ કર્યું, તેમના અસ્થિઓને સ્પર્શ કરીને મને સમજાયું કે તેઓ આપણી આસપાસ છે. મેં તેમને વચન આપ્યું છે કે એક ક્ષણ માટે પણ હિંમત ઓછી નથી થવા દઉં. હું મારા મોટા દીકરા અને આવનારા બાળકને પણ તેમના જેમાં જ વીર અને સાહસી બનાવીશ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here