-9 ડિગ્રી ઠંડી માં પર્યટકો ની રક્ષા કરવા માટે પોતાના ગાદલા, ગોદડાં અને રજાઈઓ આપી દેનારા ભારતીય આર્મી ને દિલથી કરોડો સલામ….

0

કડકડતી ઠંડી ચાલી રહી છે. દરેક વર્ષ પર્યટકો દેશના પહાડી વિસ્તાર માં કુદરતના આ અદ્દભુત નજરાઓને જોવા માટે પહોંચી જાય છે. પણ ઘણીવાર મોસમને લીધે થતી દુર્ઘટનાનો સામનો લોકોએ કરવો પડે છે. એવું જ કઈક સિક્કિમ ના નાથુલા માં થયું, જ્યાં ભારે હિમવર્ષા ને લીધે લગભગ 2800 જેટલા પર્યટકો ફસાઈ ગયા હતા. તેઓને સુરક્ષિત રાખવા માટે ભારતીય સેના એ દિવસ રાત એક કરી નાખી. ભારતીય આર્મી ના જવાનોને પોતાના ગાદલા-ગોદડા અને રજાઈઓ પણ પર્યટકો ને આપી દીધા અને ખુદ પોતે -9 ડિગ્રી ના તાપમનામાં બહાર તેઓની સુરક્ષા માટે લાગી રહ્યા હતા.

શનિવાર ના રોજ થયેલી ભારે હિમવર્ષા ને લીધે નાથુલા માં 300-400 જેટલા વાહનો ફસાઈ ગયા હતા. તેઓને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતીય સેનાએ બચાવ કાર્ય શરૂ કરી દીધા. આવી કડકડતી ઠંડી માં ભારતીય સેનાના જવાનોએ દરેક પર્યટકો ને સેના ના બેઝ કેમ્પ પહોંચાડ્યા હતા.જિલ્લા ના મજિસ્ટ્રેટ કપિલ મીણા એ જણાવ્યું કે,”દરેક પર્યટકો ને રેસ્ક્યુ પર લઇ જવામાં આવ્યા છે. સાથે જ તેઓને બેઝ કેમ્પ માં જમવાનું અને દવાઓ પણ આપવામાં આવી હતી. તેઓને જલ્દી જ ગેંગટોક મોકલી દેવામાં આવશે, જેથી તેઓ પોત-પોતાના ઘરે પાછા જઈ શકે.અહીં ફસાયેલા લોકોમાંના એક વ્યક્તિ એ જણાવ્યું કે,’ભારતીય સેના ના જવાનોએ પોતાના ગાદલા-ગોદડા અને રજાઈઓ પણ અમને આપી દીધા હતા અને પુરી રાત -9 ડિગ્રી તાપમાનમાં બહાર ચોકીદારી કરી જેથી અમે બધા સુરક્ષિત અને જીવિત રહી શકીયે. તેઓએ અમારા બધા માટે જે પણ કર્યું તેના માટે ‘આભાર’ શબ્દ ખુબ નાનો લાગે છે”.

Indian Army Official Tweet

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here