9 કરોડ રૂપિયાનો છે આ પાડો, દરેક વર્ષ કમાણી કરે છે **** લાખ રૂપિયા, જોઈને ”મોદી જી” પણ થઇ ગયા ઈમ્પ્રેસ….

0

બિહારના પૂર્વી સંચરણ ના કોટવા માં આયોજિત બે દિવસીય પશુમેળા માં નવ કરોડ રૂપિયાની કિંમત વાળો પાડો ‘યુવરાજ’ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પ્રતિવર્ષ 80 લાખ રૂપિયાની કમાણી કરનારા આ પાડાને હરિયાણા ના ખેડૂત કર્મવીર સિંહ હિસારથી લઈને અહીં આવ્યા હતા. આ પાડાની ખાસિયત એ છે કે પીએમ મોદી પણ તેના મુરીદ બની ગયા હતા.દેશના વિભિન્ન હિસ્સાઓમાં લાગનારા પશુ મેળામાં ‘યુવરાજ’ ને લઈને ગયેલા કર્મવીર સિંહ જણાવે છે કે આ પાડાને ખરીદવા માટે લોકો લગાતાર સંપર્કમાં રહે છે. તેમણે જણાવ્યું કે દિલ્લી અને હરિયાણા માં ખરીદદાર તેની 9 કરોડ રૂપિયા સુધીની કિંમત લગાવી ચુક્યા છે જયારે પંજાબમા તેની કિંમત સાત કરોડ રૂપિયા લગાવામાં આવી હતી.
તેની પહેલા, પુસા માં કૃષિ ઉન્નતિ મેળાના ઉદ્દઘાટન કરવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી મોદી ની નજર જયારે યુવરાજ(પાડા) પર પડી તો તે અમુક સમય માટે આશ્ચર્યમાં પડી ગયા હતા. મોદી જ નહિ પણ તેના મઁત્રી પણ આ પાડા ને જોવા માટે ગયા હતા.9 કરોડના આ પાડાનું નામ ‘યુવરાજ’ છે. યુવરાજ માત્ર પ્રધાનમંત્રી માટે જ નહી પણ મેળામાં દેશના ખૂણે-ખૂણે થી આવેલા ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું.
કર્મવીર બતાવે છે કે ‘મુર્રાહ જાતિ’ ના આ પાડાના વર્યની માંગ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહીત ઘણા રાજ્યોમાં છે. તેની પ્રજનન ક્ષમતા પણ ગજબની છે.બજારમાં આ જાતિના પાડાના વર્યની કિંમત ખુબ વધુ છે. પાડા ની કિંમત પણ જાતિના આધારે વર્યની ગુણવતા ના હિસાબે નક્કી કરવામાં આવે છે.યુવરાજના શરીરની દરેક દિવસે તેલથી માલિશ કરવામાં આવે છે. કર્મવીર નું પૂરું ઘર ‘યુવરાજ’ ના એક દીકરાની જેમ પાલન પોષણ કરે છે.કર્મવીરના આ પાડાના નામ પાછળની એક રોચક કહાની બતાવામાં આવી છે. તેમણે કહ્યું કે પાડાનું નામ ક્રિકેટર સિંહ થી પ્રભાવિત થઈને રાખવામાં આવ્યું છે. યુવરાજે પોતાના ચોક્કા, છક્કા થી દેશનું નામ વધાર્યું, પરિવારે વિચાર્યું કે આ પાડો દેશનું નામ વધારશે માટે તેનું નામ યુવરાજ રાખવામાં આવ્યું.તે જણાવે છે કે યુવરાજના ખાનપાન અને દેખભાળ પ્રતિ મહિનાઓ લગભગ એક લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે, પણ યુવરાજ દ્વારા થતી કમાણી દરેક વર્ષના 80 લાખ રૂપિયા છે.
તેમણે જણાવ્યું કે પરિવારનો હિસ્સો બની ચૂકેલા યુવરાજ ના ફિટનેસ પર પણ પૂરું ધ્યાન રાખવામાં આવે છે. 14 ફૂટ લાંબા અને 5 ફૂટ 9 ઇંચ ઇંચ વાળો આ પાડો રોજના 20 લીટર દૂધનું સેવન કરે છે. સાથે જ 5 કિલો સફરજન, 15 કિલો સારી ગુણવતા વાળા પશુ આહાર અને લીવર ટોનિક તેને ખાવા માટે આપવામાં આવે છે.
યુવરાજને પ્રતિ દિવસ ચાર થી પાંચ કિમિ સુધી બહાર ફેરવવામાં પણ આવે છે, જેથી તેનું સ્વાસ્થ્ય ઠીક રહે. કર્મવીર જણાવે છે કે યુવરાજ પર દરેક દિવસસનો ખર્ચ 4,000 રૂપિયા આવે છે.
કર્મવીરે બતાવ્યું કે આઠ વર્ષીય યુવરાજ પ્રતિ 10 દિવસો પછી 500 સીસી વર્ય આપે છે. યુવરાજના આ વર્યને વહેંચીને તેને 60 થી 80 લાખ જેટલી કમાણી વર્ષ દરમિયાન થઇ શકે છે.
મેળામાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહે યુવરાજ ના માલિક કર્મવીર સિંહ ને સમ્માનિત કર્યા. આ મૌકા પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ આયોજન ખેડૂતો કે પશુપાલકો માટે સારા, દુશારૂ અને ઉન્નત જાતિ ના પશુઓ ના પ્રજનન નો ગુરુ શીખવશે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here