ચમત્કારિક અને રહસ્યમય 9 જગ્યાઓ જે વૈજ્ઞાનિકો પણ નથી જાણી શક્યા, આપણા ગુજરાતમાં જ આવેલ છે…

0

ગુજરાત એ ફક્ત વિદેશી લોકો માટે જ નહિ આપણા દેશના બીજા રાજ્યના લોકો માટે ફરવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવતું રાજ્ય છે. એટલા માટે જ અહિયાં બાકીના રાજ્ય કરતા આપણા ગુજરાતમાં વધારે પ્રવાસીઓ આવે છે. અહિયાં ઘણી એવી જગ્યાઓ આવેલ છે જેનું રહસ્ય એ વિજ્ઞાન પણ નથી સુલજાવી શક્યું. વિજ્ઞાન એ આની પાછળ અનેક અને અલગ અલગ કારણ આપે છે પણ અહીયાના લોકો એ આની પાછળ કોઈ દૈવી શક્તિ હોવાનું માને છે. આ જગ્યાઓની પાછળ ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલ છે.

આપણા અમદાવાદમાં આવેલ સીદી બશીર મસ્જીદ જેને જુલતા મિનારા પણ કહેવામાં આવે છે, અહિયાં એક મિનારાને હલાવવાથી બીજો મિનારો એની જાતેજ હલવા લાગે છે એટલા માટે આ જગ્યાને જુલતા મિનારા પણ કહેવામાં આવે છે. અહીયાની આ ઈમારત એ એન્જિનિયર અને આર્કિટેક્ચરની દુનિયાની સૌથી ચોકાવનારી જગ્યા છે. આ મિનારાનું રહસ્ય આજે પણ અકબંધ છે, આના વિષે એન્જીનીયરસ લોકો અલગ અલગ મંતવ્ય આપતા હોય છે પણ આનું સાચું કારણ આજ સુધી કોઈ જાણી શક્યું નથી.

આટલું જ નહિ બ્રિટન શાસન દરમિયાન આ રહસ્યને સુલ્જાવવા માટે બ્રિટનથી એન્જીનીયરને બોલાવવામાં આવ્યા હતા. મિનારાની આસપાસ ખોદકામ પણ કરવામાં આવ્યું હતું પણ બધા ન પ્રયત્ન નિષ્ફળ ગયા હતા, તમને જાણીને નવાઈ લાગશે પણ અનેક વાર ભૂકંપમાં અહિયાં જમીન હલી હતી પણ આ મીનાર એ આજે પણ જેમ છે તેમ જ ઉભા છે. જો તમે લીધો હોય ફોટો અહિયાં તો કોમેન્ટમાં જણાવો.ગોધરાથી લગભગ ૧૫ કિલોમીટર દુર આવેલ છે ટુવાટીંબા જાય ગરમ પાણીના ઝરા (કુંડ) આવેલ છે. આ કુંડ ક્યારેય સુકાતા નથી અને આનું પાણી એ હમેશા ગરમ જ રહે છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન રામે અહિયાં યાત્રા કરી હતી.જો તમે પણ એશિયન સિંહના જંગલ ગીરમાં સફારી પર જાવ તો અમરેલી જીલ્લામાં આવેલ તુલસીશ્યામની મુલાકાત જરૂર લેજો. તુલસી શ્યામથી ફક્ત ૩ કિલોમીટર દુર એક ઢાળ આવેલ છે જેની ખાસિયત એ છે ત્યાં જો તમે ગાડી બંધ કરી દેશો તો પણ તમારી ગાડી એ ઢાળ ચઢવાનું શરુ કરી દેશે, સામાન્ય રીતે ઢાળ પર જો ગાડી બંધ પડે તો તે નીચેની તરફ ગબડી પડે પણ અહિયાં એવું નથી. એટલું જ નહિ જો તમે આ ઢાળ પર પાણી પણ ઢોળશો તો એ પાણી એ નીચે જવાને બદલે ઉપરની તરફ જશે, આટલા માટે આ રસ્તો એ બહુ ફેમસ થઇ ગયો છે અહિયાં અઢળક પ્રવાસીઓ આવતા હોય છે.આ જગ્યાએ કચ્છ જીલ્લાનો સૌથી ઉંચો પર્વત છે. તુલસીશ્યામની જેવી રીતે અહિયાં પણ જાદુઈ જગ્યા આવેલ છે. અહિયાં આવેલ એક ઢાળ પર ઢાળ ઉતરતા સમયે તો સ્પીડ વધી જ જાય છે પણ અહિયાં જયારે તમે ઢાળ ચઢશો તો પણ સ્પીડ વધી જશે. સામાન્ય રીતે ઢાળ ચઢતા સમયે બહુ તકલીફ પડે અને ગાડીની સ્પીડ ઘટે પણ આ ઢાળ પર ગાડીની સ્પીડ તેની જાતે જ વધી જાય છે. તો તમે મુલાકાત લીધી કે નહિ આ જગ્યાની મુલાકાત.અમરેલી જીલ્લામાં આવેલ તુલસીશ્યામમાં આવેલ કુંડ પણ અહિયાં આકર્ષણનું કેન્દ્ર છે. આની ખાસિયત એ છે આહિયાના કુંડનું પાણી ક્યારેય સુકાતું નથી એટલું જ નહિ અહિયાં ગમે ત્યારે તમે જશો પાણી તમને કુંડમાં ગરમ જ મળશે. આ તીર્થસ્થાન સાથે ભગવાન વિષ્ણુની કેટલીક પૌરાણિક કથાઓ જોડાયેલ છે.

અમરેલી જીલ્લાના બાબરા શહેરથી ફક્ત ૭ કિલોમીટર દુર આવેલ કરીયાણા ગામમાં એક પહાડ છે, આ પહાડની ખાસિયત એ છે અહિયાં ઘણા એવા પથ્થર છે જેમાંથી ઝાલર વાગતી હોય એવા અવાજ આવતા હોય છે. અહિયાં ગ્રેનાઈટના પથ્થર ઘણા બધા છે, આ પથ્થર સાથે પણ ધાર્મિક માન્યતા જોડાયેલ છે કે પ્રાચીન સમયમાં અહિયાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા કહેવાય છે કે પૂજા અને આરતીના સમયે અહિયાં પથ્થરોમાંથી ઘંટડી વાગતી હોય તેવો અવાજ પણ આવે છે.જુનાગઢમાં આવેલ પવિત્ર ગીરનારની પાસે જ આવેલ દાતાર પર્વત એ નાગરિયા પથ્થર એ ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ પથ્થરની એ વિશેષતા છે કે આ પથ્થર પર પગથી મારવામાં આવે તો નગારા વાગતા હોય તેવો અવાજ આવે છે. દાતાર પર્વત એ ગીરનારની દક્ષિણમાં આવેલ જુનાગઢથી ફક્ત ૨ કિલોમીટર દુર આવેલ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here