8 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કન્યા રાશિના જાતકો ખાસ વાંચો .. …

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે અનેક મુશ્કેલીઓનો સામનો થશે. આજે ચિંતામાં વધારો થશે. ઘરમાં કોઈના સ્વાસ્થ્ય પર અસર થશે. આજે તમને અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે રોકાણ કરવાની ઉત્તમ તક તમારી સામે આવશે. જો કોઈ જમીન ખરીદવા માટેનો પ્લાન કરી રહ્યા છો તો આજનો સમય તમારી માટે યોગ્ય છે. તમારા વડીલોના સાથ સહકારથી આજે સારું રોકાણ કરી શકશો. ભવિષ્યમાં તેનાથી અનેક લાભ થશે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં વધારે પડતું કામ કરવું પડશે પણ એ કામ તમને અઢળક લાભ કરાવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજનો દિવસ મિશ્ર ફળદાયી છે તમારા પ્રિયજન આજે તમારાથી નારાજ રહેશે. ઘરમાં કે નોકરીના સ્થળે કોઈ તમારાથી દુખી ના થાય તેની તકેદારી રાખજો. આજે વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. આજે તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી પાછળ ખર્ચ થશે. આજે ખર્ચ કરો ત્યારે વધારાની વસ્તુઓ પાછળ ખર્ચ ના થઇ જાય તેની તકેદારી રાખજો. આજે બની શકે તો જીવનસાથીને નાનકડી ભેટ આપો તમારા લગ્નજીવનમાં આનંદ છવાઈ જશે. સાંજનો સમય પરિવાર સાથે અથવા તો નજીકના મિત્રો સાથે વિતાવો.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):જે પણ મિત્રો વારંવાર પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્લાન બનાવે છે પણ એ પૂર્ણ નથી કરી શકતા તેવા મિત્રો આજથી શરૂઆત કરી શકો છો તેનો ફરક તમને થોડા જ સમયમાં દેખાશે. આજે કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે સારો દિવસ નથી. કોઈપણ લોભામણી સ્કીમમાં ભાગ લેશો નહિ. આજે તમારી જોડે કોઈ ઉધાર માંગવા આવે તો તે વાતને પણ તમે કાલ ઉપર જવા દેજો. આજે તમે આપેલા કોઈપણ પૈસા ડૂબવાની શક્યતા છે. પરિવારમાં જો કોઈસાથે કોઈ અણબનાવ બન્યો છે તો આજે તે સુલજાવી લેજો. આજે જીવનસાથી તરફથી ખુશખબર મળી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer): આ રાશિના જાતકોએ સફળ થવા અને સતત આગળ વધવા માટે જૂની વાતોને ભૂલવી જોઈએ. નકારાત્મકતાને દૂર કરવા માટે ખોટા વિચારો મનમાં લાવશો નહિ. તમારા ગુરુજન અથવા કોઈ સંતના ચરણમાં બેસીને કથા કીર્તન કરી શકો. સંતાનોનો સ્વભાવ તમને આજે વિચલિત કરશે. આજે ઓફિસમાં તમારા ખુબ વખાણ થશે તમે કરેલા પ્રોજેક્ટ કાર્યથી તમારી કંપનીને લાભ થશે અને તમને પણ પ્રમોશન મળવાના યોગ છે. દુરના અને ઘણા સમયથી ના મળ્યા હોય એવા મિત્રોનો કોન્ટેક્ટ કરો. જૂની વાતો યાદ કરીને તમારો આખા દિવસનો થાક ઉતરી જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):ઘણા સમયથી જે મિત્રો પોતાના કાર્યક્ષેત્રમાં મહેનત કરી રહ્યા છે તેમના કામનો અંત આવશે અને કામ પૂર્ણ કર્યાનો આનંદ તમારા બોસના ચહેરા પર જોઈ શકશો. તમારા સાથી કર્મચારી તમારા કામથી ઈર્ષા કરશે. બ્રેક લો અને જીવનસાથી સાથે ક્યાંક લાંબી રાઈડ પર જાવ. તમારા કોઈ નજીકના મિત્ર તરફથી તમને સારા સમાચાર મળશે. માનસિક શાંતિ માટે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પરિવાર સાથે કરો. આગામી થોડા સમયમાં તમને તમારા માતા તરફથી વારસાગત મિલકતનો લાભ મળવાના યોગ બની રહ્યા છે. જે મિત્રો સાચા પ્રેમની રાહમાં છે તેમની મુલાકાત આજે તેમના સાચા જીવનસાથી સાથે થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજનો દિવસ વેપારીઓ માટે ખુબ સારો છે. વેપારમાં વૃદ્ધિ અને તેના કારણે વિદેશ યાત્રા પણ કરવાના યોગ છે. નોકરી કરતા મિત્રોએ આજે ઓફિસમાં ખુબ તકેદારી રાખીને કામ કરવાનું છે તમારું કરેલું કામ કોઈ બગાડે નહિ તેનું ધ્યાન રાખજો. તમારી દરેકની ઉપર બહુ જલદી ભરોસો કરવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. જીવનસાથી સાથે નાની નાની વાતને લઈને અણબનાવ બનવાના યોગ છે. આજે કોઈ એવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમે વિચાર્યું પણ નહિ હોય. આજે લોકો તમારા વિચારોની મજાક ઉડાવશે. એવા લોકોને બહુ ધ્યાનમાં ના લેતા તમે તમારું કામ ઈમાનદારીથી કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : જાંબલી

7. તુલા – ર,ત (Libra):જે પણ મિત્રો આજે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે તેઓ કોઈની કરેલી ભૂલની સજા બીજા કોઈને કરશે અને પછી પસ્તાવો કરશે તો પહેલાથી તકેદારી રાખજો. આજે તમારા ગુસ્સાને કાબુમાં રાખો. નાની નાની વાતે તમે જેવીરીતે લોકો પર આક્ષેપ કરો છો એ આદત સારી નથી. તમારા વાણી વર્તનથી આજે તમારી નજીકનું કોઈ તમારાથી નારાજ થઇ જશે. તમે જેટલા વિચારો સારા કરશો એટલું વધારે સારી રીતે કામ કરી શકશો. તમારા જીવનસાથીને તમારા દરેક નિર્ણયમાં સામેલ કરો અને તેમની મંજૂરી પણ જરૂર લેજો.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):જે મિત્રો શેર માર્કેટમાં રોકાણ કરે છે તેમની માટે આજનો દિવસ સારો છે. શરીરમાં થતી નાની નાની તકલીફોને ઇગ્નોર કરશો નહિ આ એક મોટા રોગની શરૂઆત છે. જીવનસાથી સાથે હમેશા પ્રેમથી વાત કરો. જીવનમાં તકલીફ તો રોજ રહેવાની જ છે તો તેનાથી નિરાશ થશો નહિ અને સતત પ્રયત્ન કરતા રહો. બીજાની કરેલી ભૂલો તમારે છુપાવવાની જરૂરત નથી. આજે નોકરી કરતા મિત્રો માટે સારા સમાચાર આવવાની શક્યતા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ઘણા સમયથી જે મિત્રો પોતાનું ઘર કે પછી સ્થાયી મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ આજે ટોકન આપી શકે છે. આજે કોઈ પણ સારા કે મોટા પ્રોજેક્ટ માટે ઘરેથી નીકળો ત્યારે મંદિરે દીવો જરૂર કરજો અને માતા પિતાના આશીર્વાદ લેવાનું ચુકતા નહિ. સ્વાસ્થ્યની તમારે વધારે કાળજી રાખવાની છે. સાંજના સમયે પેટનો દુખાવો કે પછી ગેસ અથવા એસીડીટી જેવી તકલીફ થઇ શકે છે. આજે રાત તમારા જીવનની એક યાદગાર રાત બનીને રહેશે. જીવનસાથીને નાની નાની સરપ્રાઈઝ ગીફ્ટ આપો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): આજનો દિવસ આ રાશિના વિદ્યાથી વર્ગ માટે સફળતાનો દિવસ સાબિત થશે. વિદ્યાર્થીઓમાં જે પણ સરકારી નોકરી કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળ થવાનો સાચો રસ્તો મળશે. આજનો દિવસ બાકીના લોકો માટે મિશ્રફળદાયી છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પૈસા રોકશો નહિ. અને જો કોઈ નવી નોકરી માટે પ્લાન કરી રહ્યા છો તો અનુભવી મિત્રો અને વડીલોની સલાહથી નવી નોકરી સ્વીકારજો. નોકરી કરતી મહિલાઓનું ટૂંક સમયમાં પ્રમોશન થશે.
શુભ અંક : ૪

11. કુંભ – ગ,શ,સ(Aquarius): પરિવાર સાથે આ વિકેન્ડ પર બહાર ફરવા જવાનો પ્લાન બનશે. આ ટ્રીપ તમને તમારા જીવનસાથી સાથે વધુ નજીક લાવશે. વડીલોની તબિયત વધુ સાચવજો. બીપી અને સુગર વાળા દર્દીઓને વધુ દર્દ થઇ શકે છે. આજ રોજ તમે જે પણ ખોરાક લો તેમાં સાવધાની રાખજો. બહારનું અને ખુલ્લું ખાવાનું ઉપયોગમાં લેશો નહિ. આજે કરેલું સોના ચાંદીમાં રોકાણ તમને લાંબાગાળે ફાયદો અપાવશે. જીવનસાથી અને બાળકો આજે તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા હશે.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આ વિકેન્ડ પર ખરીદી કરવાનો તમને ભરપુર સમય મળશે. વધુ પડતો ખર્ચ દિવસના અંતે તમને પરેશાન કરશે. લોકો વચ્ચે પોતાનું નામ બનાવવા માટે તમારે કોઈપણ પ્રકારના જુઠાણાનો ઉપયોગ કરવાનો નથી. લોકો આજે તમારી પાસેથી અનેક પ્રકારની મદદ માંગશે. લોકોની ઉપેક્ષા કરશો નહિ બીજાને બનતી મદદ કરજો. ભવિષ્યમાં એ મદદનો બદલો તમને જરૂર મળશે. આજે સાંજે જીવનસાથી સાથે સમય વિતાવો આજે એક અલગ જ દુનિયાનો અનુભવ તમને થશે. આજે તમે ધરેલા દરેક કામ પૂર્ણ થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

૨. ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

૩. જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

૪. ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

૫. આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

૬. આ વર્ષે કોઈપણ મહત્વના નિર્ણય કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ લોભામણી સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થતા ફાયદા અને નુકશાન બંનેની યોગ્ય તપાસ કરજો. તમારું એક ખોટું પગલું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

૭. કોઈ જુના મિત્ર કે પ્રિયપાત્ર સાથે સંબંધ બગડ્યો હોય તો સામેથી માફી માંગી લેવી જેનાથી તમારા સંબંધો મજબુત થશે અને જુના દિવસો યાદ કરીને તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે. તમારી ખુશીમાં દરેક લોકો સામેલ થશે તો બધાનું અભિવાદન કરજો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

જયારે તમને લાગે કે હવે તમારી સાથે કશું જ સારું નથી થવાનું ત્યારે હારી જઈને નિરાશ થશો નહિ બની શકે આવતીકાલનો દિવસ તમારો જ હોય. નવી શરૂઆત કરવા માટે કોઈ દિવસ ખરાબ નથી હોતો.

Posted By: GujjuRocks Team

દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here