89 વર્ષની ઉંમરમાં આ દાદી એ શરૂ કર્યો બિઝનેસ, કરોડોમાં કરે છે કમાણી, જાણો બધી માહિતી

0

કોઈપણ કામને કરવા માટે કે કઈક નવું શીખવા માટે ઉંમર ની કોઈ જ બાધા નથી હોતી. જો તમે મનમાં ઠાની લો તો કોઈપણ કામને ચોક્કસ પૂરું કરી શકો છો. પોતાના કામમાં કામિયાબી મેળવવા માટે દ્રઢ મનોબળ અને જુસ્સા નું હોવું ખુબ જ જરૂરી છે. જો તમારામાં જુસ્સો હોય તો તમે કોઈપણ ઉંમરમાં મુકામને હાંસિલ કરી શકો છો. આજે અમે તમને એક એવી વૃદ્ધ મહિલાની કહાની વિશે જણાવીશું જેણે પોતાના જીવનનના છેલ્લા પડવામાં બિઝનેસ શરૂ કર્યો અને તેને સફળ પણ બનાવ્યું.

લતિકા ચક્રવર્તી છે બિઝનેસ વુમેન:લતિકા ચક્રવર્તી 89 વર્ષની ઉંમરમાં ઓનલાઇન બિઝનેઝ ચલાવી રહી છે. આ ઉંમરમાં પણ તેણે ઓનલાઇન બિઝનેસમાં પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. તેના બિઝનેસમાં દમ હોવાની સાથે સાથે તે સુંદર પણ છે.

આખરે શું કામ કરે છે આ વૃદ્ધ મહિલા:લતિકા ચક્રવર્તી પોતાના ઓનલાઇન બિઝનેસ દ્વારા દુનિયાભરમાં હેન્ડ બેગ્સ ને મોકલે છે. તેને દ્વારા બનાવામાં આવેલા આ બેગ્સ ખુબજ સુંદર અને આકર્ષક હોય છે. લતિકાના પતિ કૃષ્ણા લાલ ચક્રવર્તી સર્વે ઓફ ઇન્ડિયા માં સર્વેક્ષકનું કામ કરતા હતા પણ તેના નિધન પછી તે પોતાના દીકરા કેપ્ટન રાજ ચક્રવર્તી ની સાથે રહેવા લાગી હતી. તેનો દીકરો નૌસેના માં હતો અને તેના એમાટે તેને ભારતના અલગ-અલગ શહેરોમાં ફરવું પડતું હતું.

લતિકાને પોતાના દીકરાની સાથે અલગ-અલગ શહેરોમાં જાવાનું પસંદ ન હતું. માટે તેમણે આ ઉંમરમાં કઈક એવું કરવાનું વિચાર્યું જેથી તે એક જ જગ્યા પર રહી શકે. પોતાના હુનરથી તેમણે કઈક અલગ કરવાનું વિચાર્યું અને તેને પૂરું પણ કર્યું. પોતાની કલાને દેખાડતા લતિકા એ એક ઓનલાઇન શોપ શરૂ કરી જેમાં તે હાથથી બનેલા હેન્ડ બેગ અને પોટલી વહેંચવા લાગી.હાથથી બનેલી ચીજોની પુરી દુનિયામાં ડિમાન્ડ રહે છે અને તેને લીધે લતિકા જી નો પણ બિઝનેસ ચાલી નીકળ્યો. આજે તેની પાસે ઘણી મહિલાઓ કામ કરે છે. આવી રીતે લતિકા અન્ય મહિલાઓને પણ રોજગાર આપી રહી છે.

આ ઉંમરમાં તો લોકો ભગવાનની ભક્તિ અને મંદિરો ના ચક્કર લગાવતા હોય છે પણ લતિકા જી એ જે કર્યું તે સૌથી અલગ છે. તેનાથી તેની કલાકારી અને જનુન ની જાણ થાય છે. તેમણે આ બિઝનેસ ને શરૂ કરવામાં પોતાના દીકરાની મદદ પણ લીધી હતી. તેમણે જ તેને ઓનલાઇન બિઝનેસ કરતા શીખડાવ્યુ હતું.પોતાના સપનાઓને સાકાર કરવા માટે ઉંમર ની કોઈ જ સીમા નથી હોતી. તમે જ્યારે પણ ઈચ્છો પોતાના સપનાઓને પુરા કરવાની શરૂઆત કરી શકો છો. લતિકા જી ની જેમ તમને પણ કઈક કરવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here