8 પાસ આ છોકરાએ જાત મહેનતથી આપી એપલ કંપનીને આપી ટક્કર, એપલ એ પણ હાથ જોડ્યા…. પ્રેરણાદાયી સ્ટોરી વાંચો

0

ઇન્સાનમાં જો કઈક કરી બતાવાની ચાહત હોય તો મોટી થી મોટી મુશ્કેલી પણ તેનો રસ્તો રોકી નથી શકતી, પોતાની મહેનત અને લગનનાં બલ પર તે દુનિયાને પોતાની કાબિલિયત મનાવી જ લે છે. આજે અમે તમને એવા જ એક ઇન્સાન ની કહાની બતાવવા જઈ રહ્યા છીએ, જેણે ગરીબીને લીધે પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો. પણ પોતાના બુલંદ હોંસલોનાં બલ પર તેણે સફળતાના તે પાયદાનને સ્પર્શ કર્યો જે ઘણા લોકોનું સપનું હોય છે. ક્યારેક કોઈ દુકાન પર વેઈટરનું કામ કરનારો આ વ્યક્તિ આજે 3 કરોડ કરતા ટર્ન ઓવર કરનારી કંપનીનો માલિક છે.

પિતાની નોકરી પણ છુટી ગઈ:

આ કહાની એક એપ્પલ ડોક્ટરનાં નામથી ફેમસ હરીશ અગ્રવાલની છે. હરીશનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો, જ્યારે હરીશ 8 મી ક્લાસમાં ભણી રહ્યા હતા ત્યારે તેનો મોટો ભાઈ એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહ્યો હતો. તેમાં થનારા ખર્ચા ને લઈને હરીશનો પરિવાર હરીશનો ખર્ચો ઉઠાવા માટે અસમર્થ હતો. આ વચ્ચે હરીશના પિતાની નોકરી પણ છૂટી ગઈ હતી જેને લીધે પરિવારની આર્થિક સ્થિતિ પહેલા કરતા પણ ખરાબ બની ગઈ. આવા કઠીન સમયમાં હરીશને પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડવો પડ્યો અને કઈક અન્ય કામ કરવાનો નિર્ણય કર્યો.

હોટેલમાં વેઈટરની નોકરી:

અભ્યાસ છોડીને અન્ય કામમાં મન બનાવી ચુકેલા હરીશ એક કોમ્પ્યુટર રીપેરીંગ સેન્ટરમાં ટેક્નીશીયનનું કામ કરવા લાગ્યા, અમુક સમય બાદ તેણે જુનું કોમ્પ્યુટર ખરીદ્યું અને તેનાથી રીપેરીંગ કામ શીખવાનું શરુ કર્યું. રીપેરીંગ શીખ્યા બાદ તેણે નોકરીની શોધમાં બેંગ્લોર જવાનું વિચાર્યું, જ્યાં 2011 માં એક સ્ટાર્ટઅપ માં હરીશને 2000 રૂપિયામાં અપ્પ્રેન્ટીસનુંનાં રૂપમાં કામ કર્યું. અમુક સમય ત્યાં કામ કર્યા બાદ તેઓએ એક હોટેલમાં વેઈટરની નોકરી કરી, કેમ કે ત્યાં વધુ પૈસા મળી રહ્યા હતા. વધુ પૈસા કમાવા તે સમયે હરીશ માટે ખુબ જ જરૂરી હતા.

મોબાઈલ રીટેલર શોપ પર નોકરી:

હોટેલમાં હરીશની જોબ દૌરાન તેના મોટા ભાઈની નોકરી સીસકો કંપનીમાં લાગી ગઈ તો તેણે હરીશને એક મોબાઈલ રીટેલર શોપ પર નોકરી અપાવી દીધી, અહીંથી જ હરીશની તરક્કીનો રસ્તો ખુલી હયો, ત્યાં તેણે મોબાઈલ સર્વીસીંગથી લઈને કોમ્પ્યુટર્સની ભરપુર નોલેજ લીધી.

નાની એવી રીપેરીંગ શોપ ખોલી:

અમુક જ દિવસોમાં મોબાઈલ રીપેરીંગ પર મજબુત પકડ બનાવી લેવાના લીધે દુકાન શોપ ઓનરે તેને પોતાનો પાર્ટનર બનાવી લીધો પણ અમુક સમય બાદ ઓનરે વધુ શેયરની માંગ કરી તી હરીશને ખુદ નાની એવી રીપેરીંગ શોપ ખોલવી પડી. આ દૌરાન એક દિવસ ગ્રાહક તેની દુકાન પર મૈકબુક રીપેઈર કરવા માટે આવ્યો, તે સમયે હરીશને એપ્પલ વિશે કોઈ જ જાણકારી ન હતી. પણ છતાં પણ તેણે મૈકબુકને સફળતાપૂર્વક રીપેઈર કરી નાખ્યું. ત્યાર બાદ હરીશે પોતાનો પૂરો સમય એપ્પલ ડિવાઈસીજને સમજવા અને તેની મરમ્મતનાં નવા તરીકા ખોજ્વામાં વિતાવ્યો. તેની મહેનત રંગ લાવી અને અમુક જ સમય બાદ તેણે બેંગ્લોરનાં કોરામંગલા માં 2 લાખની પૂંજીની સાથે સર્વિસ સેન્ટર એપ્પલ રીપેયર્સ સ્થાપિત કર્યું.

કોઈપણ બાધા સફળ થવાથી નહિ રોકી શકે:

દુકાન ખોલ્યા બાદ હરીશની સામે સૌથી મોટી ચુનૌતી એ પણ હતી કે તે સમયે એપ્પલની કોઈ રિપ્લેસમેન્ટ પોલીસી ન હતી જેને લીધે રીપેરીંગ પાર્ટ્સ હાંસિલ કરવામાં ખુબ જ મુશ્કેલી આવતી હતી. એવામાં હરીશે રીપેરીંગ માટે 100 પ્રતિશત એપ્પલ પાર્ટ્સ લગાવાનો નિર્ણય લીધો. તેણે પૂરી દુનિયાથી બલ્કમાં સસ્તી કિંમત પર એપ્પલ પ્રોડક્ટ ખરીદીને તેને ડીસ્મેન્ટલ કરીને તે હિસ્સાઓનો ઉપીયોગ રીસપ્લેસમેન્ટ માટે કર્યો. તેની આ ટેકનીક સફળ રહી અને બીઝનેસ તેજીમાં આગળ વધવા લાગ્યો. હરીશે પોતાની મહેનત અને સફળતાના બલ પર તે સાબિત કરી બતાવ્યું કે ઇન્સાનમાં લગન હોય તો જીવનની કોઈ પણ બાધા સફળ થવા માટે નથી રોકો શકતી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!