8માં ધોરણમાં નાપાસ થયેલ વ્યક્તિએ ઊભી કરી દીધી 2000 કરોડની કંપની, જાણો દિલચસ્પ કહાની…

0

કહેવાય છે કે દુનિયામાં કંઈ પણ કરવું નામુમકીન નથી, બસ કામ કરવાની ધગસ હોવી જોઈશે. દરેક વ્યક્તિને ભગવાને ખાસ બનાવ્યો છે અને તેને એક ને જ વિચારશીલ મગજ આપ્યું છે. બસ કેટલાક લોકો તેનો ઉપયોગ કરે છે અને સફળ થાય છે, તો કેટલાક લોકોનો ઉપયોગ નથી કરતાં તે લોકો નાની નાની મજૂરી કરીને કે નાનું મોટું કામ ચલાવીને ગુજરાન ચલાવે છે, દરેક મનુષ્યને હંમેશાં મોટા સ્વપ્નો જોવા જોઈએ કારણ કે સપના મોટા જોવાથી જ માણસ કંઈક વધારે સારું કરી શકે છે. ઘણા લોકોના ભણવામાં ખાસ નથી હોતા. પણ તેમ છ્તા તેમનામા કશુક તો રહેલું જ હોય છે. કોઈ અભિનય સારો કરી શકે તો કોઈ ક્રિકેટ, કે પછી બીજા કોઈ પ્રોફેશનલમાં શ્રેષ્ઠ હોય છે. 8મી ફેલ છોકરોએ ઊભી કરી 2000 કરોડની કંપની, આજે તેની પાસે ઘણા ભણેલા લોકો કરે છે નોકરી.

ત્રિશનીત અરોડાની કંપની ટીએસીસી સિક્યોરિટીના નામથી ચાલે છે જે સાયબર સિક્યોરિટીનું કામ કરે છે. આજના સમયમાં સીબીઆઇ, રિલાયન્સ, ગુજરાત પોલીસ અને પંજાબ પોલીસ તેની આ કંપનીની સેવાઓ લે છે. બસ આટલું જ નહી વર્ષ 2013 માં ભૂતપૂર્વ નાણા પ્રધાન યશવંત સિંહાએ ત્રિશિતને પુરસ્કાર આપ્યો હતો. ત્રિશનીતે હેકિંગ પર ઘણા પુસ્તકો પણ લખ્યા છે. જેમાં ‘હેકિંગ ટોક વિદ ત્રિશનીત અરોરા’, ‘ધ હેકિંગ એરા’ અને ‘હેકિંગ વીડ સ્માર્ટ ફોન્સ’ જેવા પ્રસિદ્ધ પુસ્તકો સામેલ છે.

ત્રિશનીત અરોડાનું એ સપનું હતું કે તેઓ એક દિવસ બિલિયન ડોલરની સિક્યોરિટી કંપની ઊભી કરશે. તેના માટે તેઓ મહેનત કરતાં હતા અને તેમની કંપનીને આ મુકામ પર પહોંચાડવા માટે ઘણી બધી જતન પણ કર્યું છે. તેમની કંપનીમાં ઘણા લોકો કામ કરે છે, જેમણે એમબીએ, બીટેક, એમટેક અને ઘણા પ્રોફેશનલ કોર્સિસ કર્યા હોય તેવા લોકો કામ કરે છે. ત્રિશનીત અરોડા અનુસાર, એક દિવસ તેઓ પોતાની કંપનીને મલ્ટિનેશનલ બનાવશે અને ત્યારે જ દમ લેશે અને પછી તેઓ પાસે બિલિયન ડોલરનું ટર્નઓવર થઈ જશે.

આ  છે ત્રિશનીત અરોડાની કહાણી :

2 નવેમ્બર, 1993ના રોજ પંજાબના લુધિયાણામાં જન્મેલા ત્રિશનીત અરોડાની 24 વર્ષની ઉંમરે ટી.એ.સી. સુરક્ષા કંપનીના સીઇઓ અને ફાઉંડર છે. ત્રિશનીત અરોડા અનુસાર, તેઓ બાળપણથી જ તેને ભણવામાં રસ ન હતો. પરંતુ તે જ્યારે સમય મળે ત્યારે કમ્પ્યુટર પર ગેમ જ રમ્યા કરતો . આ કારણથી તેના પિતાએ કમ્પ્યુટરમાં પાસવર્ડ પણ એન્ટર કર્યો હતો, પરંતુ ત્રિશનીત અરોડાએ પાસવર્ડ હેક કર્યા ને એટ્લે જ આ બધી વસ્તુઓથી તંગ આવી ને ત્રિશિતને તેના પિતાએ તેને એક નવું કમ્પ્યુટર લાવીને આપ્યું. આ દરમિયાન તે 8 માં ધોરણમાં ધોરણમાં ફેલ થઈ ગયો. ત્રિશિતના પ્રિન્સપલએ તેમના પિતાને બોલાવ્યા અને તેમની સામે ત્રિશિતને રટકાર્યો, તેનાથી ગુસ્સે થઈને તેમના પિતાએ તેમને પૂછ્યું કે જીવનમાં આગળ શું કરવું જોઈએ. જવાબમાં ત્રિશનીત અરોડાએ ભણવાનું છોડીને બધો જ સમયમાં કમ્પ્યુટર શરૂ કરી મથ્યા કરતો.
20 વર્ષની ઉંમરે તે કમ્પ્યુટર ફિક્સિંગ અને સૉફ્ટવેર ક્લિનિંગ નાના પ્રોજેક્ટ્સ લેવા લાગ્યો અને તેમાં પહેલા જ મહિને ત્રિશનીત અરોડાની આવક લગભગ 60 હજાર રૂપિયા કમાયો. આ આ જ પૈસોમાં ત્રિશનિતે એ પૈસા તેના વ્યવસાયમાં રોકયાં. માત્ર 21 વર્ષની ઉંમરે ટીએસી સિક્યોરિટીના નામની એક સાયબર સિક્યોરિટી કંપની બનાવી. આ કંપની નેટવર્કિંગ સુરક્ષિત રાખવા માટે કામ કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here