8, માર્ચ- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોને થશે વેપારમાં વૃદ્ધિ અને બીજા ઘણા લાભ !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
શેર, સટ્ટો, કોમોડિટી અને બીજા આવું દલાલીનું કામ કરવા વાળા મિત્રોને આર્થિક નુકશાન થવાના યોગ છે. પારિવારિક જીવન માટે સમય ઠીક ઠાક રહેશે. આ સમય દરમિયાન તમે કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ શકો છો. મનની શાંતિ માટે સંત કે ગુરુના શરણે જાવ. દાંપત્યજીવન પણ અનુકુળ રહેશે. વારંવાર ગુસ્સો આવતા મિત્રોએ તેમના ગુસ્સા પર કાબુ રાખવાની જરૂરત છે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. વાહન ચલાવતા તકેદારી રાખવી, અકસ્માતના યોગ છે. આજે કિમતી વસ્તુઓ સાચવીને રાખવી, ચોરી પણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને સફળતા મળશે. મીડિયા સાથે જોડાયેલ મિત્રોને સારો ધનલાભ થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
વેપાર વધારવા માટે આજે અમુક ખાસ લોકો તમને મદદ કરશે. તમે કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. પારિવારિક જીવન સુખમય વીતશે. આજે બાળકો સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. પ્રેમીઓ માટે આજે સારો દિવસ છે પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માટે સારો દિવસ છે. સાકારાત્મ જવાબ મળશે. જે પણ મિત્રો લગ્ન કરવા માંગે છે તેમના જીવનમાં તેમના જીવનસાથીનું આગમન થશે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે તમારા અધૂરા કામ પુરા કરવા માટે તમને ઊર્જા મળશે. નોકરી કરતા મિત્રોને ધનલાભ થશે. સરકારી કર્મચારીઓને વધારે લાભ મળશે. શેર માર્કેટ અને બીજા જોખમવાળા કામમાં રોકાણ સમજી વિચારીને કરવા.
શુભ અંક : ૮
શુભ અંક : લીલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આર્થિક પરીસ્થિતિ મજબુત થશે, વેપારમાં વૃદ્ધિ થશે અને નોકરી કરતા મિત્રોને પગારવધારો અને પ્રમોશન મળવાના યોગ છે. આજે નોકરી કરતા મિત્રોને તેમના ઓફીસના મિત્રોની મદદ મળશે. વિદેશ જવા ઈચ્છતા મિત્રોને ભણવા માટે કે પછી કોઈ સેમીનાર માટે વિદેશ જવાનો યોગ છે. હાડકાંની કોઈ જૂની બીમારી છે તો તે આજે તમને હેરાન કરી શકે છે. પરણિત મિત્રોનું ધ્યાન બહાર ભટકી શકે છે, પોતાના પર ખાસ કંટ્રોલ કરો. નવું મકાન કે જમીન કે કોઈપણ વાહનની ખરીદી પણ જીવનસાથીના નામથી જ ખરીદજો. આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે. જૂનું મકાન કે દુકાનનો કોઈ વિવાદ છે તો તમારી તરફેણમાં તેનો ચુકાદો આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
નોકરી કરતા મિત્રોનું અટકી ગયેલ પ્રમોશન મળશે, ધનલાભ થવાની સાથે સાથે ખર્ચ માં પણ વધારો થશે. નાહકની વસ્તુઓ અને વધારે ખર્ચ એટલે કે બજેટ બહાર ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. પરિવારમાં ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે, સ્થાયી અસ્થાયી સંપત્તિ ખરીદવાના યોગ છે. જીવનસાથીની મદદથી ધનલાભ થશે. તેમની સાથે કોઈ લાંબી મુસાફરી પર જઈ શકો છો. હૃદયની તકલીફ હોય તેવા મિત્રોએ ખાસ તકેદારી રાખવી, ખાવામાં અને રોજીંદા જીવનમાં નિષ્ણાત ડોક્ટરની સલાહ માનવી. વિદ્યાર્થી મિત્રોના તણાવમાં વધારો થશે. તમારી સમજદારી અને આવડતથી વધારે પૈસા કમાઈ શકશો.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની
5. સિંહ – મ,ટ (Lio):
એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે સારો સમય છે, તમારી સામે આજે અનેક રસ્તા આવશે જેમાંથી તમે સારો ધનલાભ મેળવી શકશો. જીવનસાથી અને પરિવારના વડીલોની સલાહથી આગળ વધી શકશો. આજે માનસિક ઊર્જા એક અનોખી ઉંચાઈ પર હશે. આજે તમારા અટકેલા દરેક કામ તમે પૂર્ણ કરી શકશો. નોકરી કરતા મિત્રો પર તેમના બોસ અને ઉપરી અધિકારી ખુશ હશે. આજે સમાજમાં અનોખી નામના થશે. તમારા ઘરના વડીલો તમારી પર ગર્વ કરશે. આજે અનેક મિત્રશત્રુ તમને તમારા કામમાંથી ધ્યાન હટાવવા પ્રયત્ન કરશે. વેપારી મિત્રોને પોતાનો વેપાર વધારવા માટે સારો દિવસ છે. મહેનત અને ઈમાનદારીથી તમે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : કાળો
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આર્થિક પરીસ્થિતિમાં અચાનક બદલાવ આવશે. શેર માર્કેટ અને કોમોડિટીમાંથી સારો ધનલાભ થશે. પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. વડીલોની તબિયતની વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. પરણિત મિત્ર જીવનસાથી સાથે કોઈ લાંબી અને રોમેન્ટિક જગ્યાએ ફરવા માટે જઈ શકે છે. માનસિક શક્તિમાં વધારો થશે. આત્મવિશ્વાસ વધશે તમારું દરેક કામ આજે તમે સમયસર પૂરું કરી શકશો. આવકમાં વધારો થશે. તમારા સંતાનો તમારાથી ખુશ રહેશે. નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારીઓની મદદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી
7. તુલા – ર,ત (Libra):
આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો
8. વૃષિક – ન,ય(Scorpio):
આજે તમારો વેપાર અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં તમને કોઈની મદદ મળશે. કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. કોઈની પીઠ પાછળ વાત કરવાની આદત હોય તો આજે એને અવગણજો, આજે તમારા અને તમારી નજીકના મિત્રો સાથે સંબંધ બગડી શકે છે. આજે પ્રિયજનને પ્રપોઝ કરવા માંગો છો તો સારો દિવસ છે, પોઝીટીવ જવાબ મળશે. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં અમુક પસંદ ના હોય એવા વ્યક્તિ સાથે ના ગમતું કામ કરવું પડશે. વેપારીઓને ધનલાભ થશે. અમુક મિત્રો કે જે નાનો વેપાર શરુ કરવા માંગે છે તેમની માટે દિવસ સારો છે. આજે કોઈ પાસેથી ઉધાર પૈસા લેવા નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૨
શુભ રંગ : સફેદ
10. મકર – જ, ખ (Capricorn): .
આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. આજે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ તમારી માટે યોગ્ય છે તમારા વડીલોને સાથે લઈને કરો આ મહત્વના નિર્ણય. આજે નવી મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે તો થોડી સાવધાની રાખીને મિલકત પણ ખરીદી શકો છો. આજે તમને મળતી કોઈપણ તકને તમારે ઇગ્નોર કરવાની નથી. આજની સાંજ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો કરીને વિતાવો. એકબીજાની કેર કરો જેથી તમારા સંબંધો પહેલાથી પણ વધુ મજબુત બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here