કયું મારા યે પૂછ રહી હૈ, બેશરમ શુ બોલી તું હમણાં…તું પેલા હિન્દુ છોકરા ઓમ ને પ્રેમ કરે છે.., રિહાના આ વાત સાંભળી ચોંકી ગઈ..

0

રિહાના ના ફોન પર મેસેજ આવ્યો, એને ફોન ઉપાડ્યો અને જોયું , પાયલ નો મેસેજ હતો …
“કાલ મોટી સરપ્રાઈઝ માટે તૈયાર થઈ જા “

રિહાના મનોમન હસી અને રીપ્લાય કર્યો,”સાચે ?”

“તને ખબર પડી ગઈ હું કઈ સરપ્રાઈઝ ની વાત કરું છું ? ” પાયલ એ સામે પ્રશ્ન પૂછ્યો…

રિહાના ખુશ થઈ ગઈ..,”હા , હું સમજી ગઈ….થેન્ક યુ યાર આ જબરદસ્ત ન્યુઝ માટે….”

પાયલ એ સામે દિલ અને સ્માઇલી વાળા ઇમોજી મુક્યા…..

રિહાના , “હવે કાલે એની સરપ્રાઈઝ ટૂંકી પડેશે……હું એને એવી સરપ્રાઈઝ આપીશ….”

પાયલ, “સારું કાલે જોઈએ તારા ને ઓમ માંથી કોણ સરપ્રાઈઝ દેવા માં જીતે છે….”

રિહાના , ” જોઈ લેજે , હું જ જીતીશ…..”

આટલું કહી રિહાના એ ફોન સાઈડ માં મુક્યો , અને વગર મ્યુઝિક એ એના રૂમ માં દોડતી દોડતી ડાન્સ કરવા લાગી…..

પછી અરીસા સામે આવી ને ઉભી …અને પોતાના સામે જોઈ બોલી, ઓમ કાલે તું મને પ્રપોઝ કરીશ એ પેહલા બધા વચ્ચે હું તને પ્રપોઝ કરી દઈશ…..અને તારું એ શોક વાળો ચેહરો જોવા ની મજા પડશે…..

આટલું કહી રિહાના ખૂબ મલકાઈ …અને પોતાના બેડ પર સ્વીટી એટલે કે સ્વીટી નામ ના ટેડી ને લઈ સુઈ ગઈ. ….

બીજે દિવસે સવારે રિહાના હસતા મોઢે ઉઠી… એ હસી રિહાના ના ચહેરા થી દુર જતી જ નહતી….
બ્રશ કરી નાહી, અને તૈયાર થતી હતી…આજે કંઈક સ્પેશ્યલ લાગવા ઇચ્છતી રિહાના એ ઓમ ના ફેવરેટ લાલ કલર ના કપડાં પહેર્યા….

અરીસા સામે ઉભી તૈયાર થવા લાગી….વાળ ખુલ્લા રાખ્યા,….હોઠો પર આછી લિપસ્ટિક કરી, આંખો માં આંજણ , આંખ પર આઈલાઈનર , એક હાથ માં બ્રેસલેટ ,અને બીજામાં ઘડિયાળ….

એ પોતાને ને અરીસા માં નિહારતી રહી… પછી મનોમન વિચારવા લાગી , “હું ઓમ ને પ્રપોઝ કેવી રીતે કરીશ….”
એને મન માં ડાયલોગ્સ વિચાર્યા… અને એક વખત પ્રેક્ટિસ કરવા નું વિચાર્યું….
એને પોતાની આંખો બંધ કરી અને બોલી ,”બધા શું વિચારે એ ડર થી હું મારી લાગણી નહિ છુપાવું…, પેહલી નજર નો તું મારો ક્રશ , પેહલા સ્પર્શ નું તું મારુ અટરેક્શન , પેહલી વાતચીત નો તું મારો મિત્ર , પાગલપંતી કરવા માં તું મારો પાર્ટનર , આ બધી વાતો થી ઉપર તું મારો પહેલો પ્રેમ છે….ઓમ ,I love you…. હું મારી જિંદગી તારી સાથે વીતવા માંગુ છું….

બંધ આંખે આટલું બોલતા જ , રિહના ના ડાબા ગાલ પર એક જોરદાર તમાચો પડ્યો…રિહાના પોતાની જગ્યા એ થી થોડી દૂર ફેંકાઇ ગઈ….

પોતાની જાત ને સાંભળી રિહાના એ જોયું, સામે એના મમ્મી ખૂબ ગુસ્સા માં ઉભા હતા….રિહાના એના મમ્મી ને જોઈ બોલી ,અમ્મી…,ક્યું મારા…?

મમ્મી એટલા જ ગુસ્સા માં આગળ આવ્યા , “કયું મારા યે પૂછ રહી હૈ, બેશરમ શુ બોલી તું હમણાં…તું પેલા હિન્દુ છોકરા ઓમ ને પ્રેમ કરે છે..,
રિહાના આ વાત સાંભળી ચોંકી ગઈ…એનું સિક્રેટ જે એને પરિવાર થી છુપાવી રાખ્યું હતું એ પકડાઈ ગયું…

અલ્લાહ ની મહેરબાની થી હું સાંભળી ગઈ નહિ તો આજે કોલેજ એ જઈ તું તારું અને અમારું મોઢું કાળું કરી ને આવત…., મમ્મી ઊંચા અવાજે બોલ્યા….

રિહાના ને પણ થોડો ગુસ્સો આવ્યો, …શું બોલો છો..એમાં શું થઈ ગયું હું પ્રેમ કરું છું …..એમાં શું ખોટું છે…ક્યાં ગલત હૈ…?

મમ્મી એ ફરી એક તમાચો માર્યો રિહાના એના બેડ પાસે નીચે પડી ગઈ…., બેશરમ લડકી…, તારા અબ્બુ બહાર ગયા છે આવવા દે એમને આજે ….પછી તારા નિકાહ કરી નાખીએ…બુદ્ધિ બેલ મારી ગઈ છે તારી…..

અને તારા અબ્બુ નહિ આવે ત્યાં સુધી તું આ રૂમ માં જ રહીશ…ક્યાંય નહિ જાય…. અને કોલેજ નું નામ પણ મોઢા પર લાવી તો ધ્યાન રાખજે…

આટલું કહી મમ્મી બહાર થી દરવાજો બંધ કરી ચાલ્યા ગયા….

રિહાના ઉભી થઇ…ટેબલ પર રાખેલ બોટલ માંથી પાણી પીધું….અને એના બેડ પર જઈ બેઠી…અને ફોન હાથ માં લીધો… ત્યાં જ એના રૂમ નો દરવાજો ખુલ્યો…રિહાના એ દરવાજા તરફ જોયું એના મમ્મી ઝડપી ચાલતા એના તરફ આવતા હતા..

પાસે આવતા ની સાથે જ રિહાના ના હાથ માંથી મોબાઈલ ખેંચી લીધો….રિહાના હવે ગુસ્સા માં ઉભી થઇ અને બોલી, બસ કિજીયે અમ્મી…,
ફોન પાછો આપો મને….પાગલ થઈ ગયા છો તમે….,ક્યાં જમાના માં જીવો છો….થોડી તો અક્કલ ચલાવો…મેં મારા જીવન વિશે કંઈક વિચાર્યું છે તો સારું જ હશે ને ….એક વખત જોઈ તો લો…..

ત્યાં જ મમ્મી એ રિહાના વાળ પકડ્યા અને બેડ પર ઘા કર્યો , …અમારા માં અક્કલ નથી ,અમને શીખડાવા ચાલી છે…ચુપ ચાપ બેઠી રે અહીંયા….

અને મમ્મી ફરી એક વખત દરવાજો બંધ કરી ચાલ્યા ગયા…,

રિહાના બેડ પર બેસી ગઈ….ચહેરા પર આછી દુઃખ ની લહેર છવાઈ હતી…,

થોડી સમય વીત્યો…… રિહાના હજુ પણ ત્યાં જ બેઠી હતી….ઉતરેલ મોઢા સાથે….એક અલગ પ્રકાર ના બંધાણ માં બંધ રિહાના ની આંખો માં આંશુ નહતા….,

એના મન માં વિચારો ચાલતા હતા….”મારે ઓમ ને જાણ કરવી હોય તો કરું કઈ રીતે…., પાયલ નો કોન્ટેક પણ કેવી રીતે કરું….મોબાઈલ પણ અમ્મી લઈ ગઈ છે….”અને બીજા ઘણા ગહન વિચારો માં ખોવાયેલ રિહાના બેડ પર જ વિચારો માં ઊંઘી ગઈ….

અચાનક આંખ ખુલી…..હાથ માં પહેરેલ ઘડિયાળ માં જોયું…. સાત અને દસ થઈ હતી….સાંજ પડી ગઈ…..,

રિહાના થોડી ઘાંઘી વાંઘી બની…રૂમ માનીઆજુ બાજુ ની બારીઓ માંથી બહાર જોવા લાગી…..

દરવાજો ખટખટાવા ની ઈચ્છા થઈ…પણ પછી અટકી …..ફરી કંઈક વિચારી બેડ પર ગુમસુમ બેસી….વિચારો માં ખોવાઈ ગઈ…..

અને એ રાત એમ જ નીકળતી હતી…., ત્યાં દરવાજા પાસે થી અવાજ આવ્યો,” કાલે જ રહેમાન મિયા ને ફોન કરી દઉં…ઇમરાન સાથે એક અઠવાડિયા માં નિકાહ ફિક્સ….સમજાવી દેજે રિહાના ને….”

રિહાના સમજી ગઈ એના અમ્મી અબુ , જાણી જોઈ દરવાજા પાસે આવી , મોટે થી વાતો કરે છે….એને કાંઈ રીએક્ટ ન કર્યો….., ….

બીજા દિવસ ની પેહલી સૂરજ ની કિરણ રિહાના ચહેરા પર પડી….આજુ બાજુ થતા પક્ષી નો કલરવ એને સંભળાયો….,….એને પોતાના ખભે બેગ લટકાવી….અને બારી ની બહાર પડતા રોડ પર આજુ બાજુ ના પાઇપ નો સહારો લઈ નીચે પહોંચી ગઈ….વહેલી સવાર હતી….આજુ બાજુ રોડ પર શાંતિ હતી….., એક બે દૂધવાળા ની નજર રિહાના પર પડી…..પણ કોઈ એ કાંઈ વધુ ધ્યાન માં ન લીધું…..,

રિહાના ચાલતા કોલેજ એ પહોંચી…..ત્યાં જ બહાર એનો ભેટો પાયલ સાથે થઈ ગયો….,

પાયલ એને બેગ સાથે જોઈ ચોંકી ગઈ, અને બોલી ,”આ શું છે રિહાના બધું ?”

“એ બધું છોડ પાયલ , લાંબી સ્ટોરી છે, પેહલા તું મને એ કહે કે ઓમ કાંઈ બોલ્યો કાલે?”

“તે એને કાંઈ બોલવા જેવો જ ક્યાં છોડ્યો રિહાના”

મતલબ શુ પાયલ ? રિહાના થોડી હેરાન થઈ બોલી….

“મતલબ કે કમાલ ની સરપ્રાઈઝ આપી તે એને કાલે….” પાયલ ટોન્ટ મારતા બોલી….

“પાયલ પ્લીઝ ખુલી ને બોલીશ થયું શું છે….મેં કાંઈ સરપ્રાઈઝ….., ”
આટલું બોલતા રિહાના ની નજર રોડ પર પડી….ઓમ અને ડોલી…બંને બાઇક પર થી નીકળ્યા….એક ગર્લફ્રેન્ડ ની જેમ ડોલી , ઓમ ને ચીપકી એની પાછળ બેઠી હતી…

રિહાના બોલતા અટકી ગઈ અને શોક માં પાયલ સામે જોઈ બોલી…,”પાયલ , ….આ ઓમ અને ડોલી…..જોયું તે….how can he….., મતલબ કે…..”

“તો તને શું લાગે કે તારા પ્રેમ માં એ ડૂબેલો રહે અને તું….તું બીજા કોઈ સાથે….., how can he , નહીં , how can you , રિહાના…., how can you…, તે ઓમ સાથે આવું કેમ કરી શકે…..”
પાયલ ગુસ્સા માં બોલી….

રિહાના ના ને કાઈ સમજાતું નહતું….”પાયલ પ્લીઝ…. મને કંઈ નથી સમજાતું કે તું શું કહે છે….”, છોડ હું ઓમ ને જ પૂછી આવું….,”આટલુ કહી રિહાના ચાલવા લાગી…

ત્યાં જ પાયલ એ એનો હાથ પકડ્યો…અને બોલી,”ના રિહાના…ઓમ ની સામે પણ ન જતી તું ….એની માટે કાલ નો દિવસ બહુ ખરાબ વીત્યો છે, અને એને તને ભૂલી આગળ વધવા નું નક્કી કરી લીધું છે ,પ્લીઝ તું હવે એને ખોટી વાતો માં ન ઉલજાવ…..

“પણ પાયલ મારી વાત તો સાંભળ”….રિહાના વિનંતી ની અવાજ માં બોલી…..

“ના રિહાના ….તું મારી વાત સાંભળ , આજ પછી ઓમ ની પાસે જવા ની કોશિશ પણ ન કરતી….પ્લીઝ એ આગળ વધી ગયો….તું પણ વધી જા….અને આ હું તારી ફ્રેન્ડ બની ને નહીં પણ ઓમ ની સગી બહેન બની ને કહું છું તને…..” પાયલ ના અવાજ માં ગુસ્સો હતો અને આંખો માં એટીટ્યુડ…..

આટલું કહી પાયલ ત્યાં થી ચાલતી થઈ ગઈ….પણ રિહાના ત્યાં ને ત્યાં જ ઉભી રહી….હવે એને કાંઈ એક્સપ્લેનેશન નહતું આપવું….એના મગજ માં એક જ વાત ઘૂમતી હતી ,”ઓમ આગળ વધી ગયો છે, હવે તું પણ વધી જા ,” અને ઓમ અને ડોલી નું બાઇક પર નું દ્રશ્ય એની આંખો સામે તરતું હતું…..

રિહાના હવે બીજી તરફ ચાલવા લાગી….., ઘરે એ જવા ની નહતી…., કારણ કે અત્યાર સુધી ઘર ખબર પડી ગઈ હશે કે ઘર છોડી રિહાના ચાલ્યી ગઈ છે….,અને હવે ઘરે પાછી ફરે તો ઘણો મોટો બબાલ થાય….એને પોતાનું ઘર હંમેશા માટે છોડી દેવા નું વીચારી લીધું અને સાથે સાથે…ઓમ ને પણ…..

,….

રિહાના ના મન માં વિચાર આવ્યો , એ એક N.g.o
માં ગઈ, જ્યાં કોલેજ દરમિયાન ઘણી પ્રવૃત્તિ માટે ત્યાં જાવા નું થતું….ત્યાં ના ટ્રસ્ટી ભારતીબેન સાથે સારી એવી ઓઢખાણ ને લીધે ત્યાં કામ મળી ગયું…અને તેની પરિસ્થિતિ એમની સામે છતી કરી, જેથી ભારતી બેન એ તેને રહેવા અને ખાવાપીવા ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી દીધી.

રિહાના હવે એ n.g.o. સાથે જોડાઈ ગઈ અને કામ કરવા નું શરૂ કરી દીધું. સમય વીત્યો , એક અઠવાડિયું, એક મહીનો , છ મહીના, બે વર્ષ , અઢી વર્ષ…..

અઢી વર્ષ વીતી ગયા. રિહાના ની જિંદગી નો મતલબ બસ હવે N.G.O દ્વારા લોકો ની મદદ કરવા નો જ હતો, અલગ અલગ જગ્યા એ ટ્રાવેલ પણ કરવું પડતું. પણ હવે રિહાના ને એ અલગ જગ્યાઓ અને શહેરો જોવા માં કોઈ ઇંટ્રેસ્ટ નહતો , એને કોઈ અજાણ્યું, અદ્રશ્ય બંધન બાંધતુ હતું , એક ઘૂંટન એક આગ હતી , જે એને ક્યાંય ખુશ થવા ન દેતું…આંખો માં એક ઊંડો દર્દ હતો , પણ કહે કોને ?

બસ એમ જ શહેર ફરતા ફરતા બધી નોર્મલ સ્ટોરી ની જેમ એનો ભેટો એક શહેર માં એના પેહલા પ્રેમ ઓમ સાથે થઈ ગયો .

રિહાના એ દૂર થી ઓમ ને જોયો , અને ઓમ એ રિહાના ને , રિહાના અનહદ ઇમોશનલ થઈ ગઈ, જો ઓમ એની પાસે ઉભો હોત તો એ એને ભેટી છેલ્લા અઢી વર્ષ ના છુપાયેલ આંશુ વહાવી દેત, પણ બંને જેમ જેમ ચાલી ધીમે ધીમે એક બીજા તરફ નું અંતર કાપતા હતા તેમ તેમ રિહાના ના આંશુ ઓ આંખો ની અંદર સમાતા જતા હતા.

હવે એ સમય આવી પહોંચ્યો ,જ્યારે બંને એકબીજા સામે ઊભા તો હતા ,પણ વાત ની શરૂઆત ક્યાં થી કરવી એ સમજાતુ નહતું .

ઓમ એ ખામોશી ને તોડી અને બોલ્યો ,”હાઈ….રિહાના , કેમ છે. ? લોંગ ટાઈમ.

રિહાના પણ નોર્મલ બની બોલી, “હા , ઘણો લાંબો સમય……….
બસ મને મજા છે ,તને કેમ છે ?

“જો રહ્યો તારી સામે , ફિટ એન્ડ ફાઇન .” ઓમ હસી ને બોલ્યો.

હમ્મ , બસ આટલા નાના જવાબ થી એ વાત રિહાના એ પુરી કરી.

“તો અહીંયા કેમ ? , મતલબ કે……”

રિહાના તુરંત બોલી ,”કામ થી આવી છું ,અને તું ?”

“હું એક વર્ષ પહેલાં જ આ શહેર માં શિફ્ટ થઈ ગયો છું , વાઈફ સાથે .”

રિહાના સાંભળી થોડી શોક થઈ ગઈ, પણ નોર્મલ થતા બોલી ,”સાથે છે અહીંયા ?”

“હા ,મતલબ અહીંયા પાસે મંદિર છે ત્યાં દર્શન કરવા ગઈ છે .”

“તું ન ગયો ?”

“હું કોઈ ભગવાન માં કે અલ્લાહ ક્યાં માનું છું રિહાના , કે નથી જાત-પાત માં માનું , તારી જેમ.” ઓમ થોડો અલગ એક્સપ્રેશન દઈ બોલ્યો.

“હમ્મ, હું ભૂલી ગઈ, તું તો બસ પ્રેમ કરવા માં માને છે , હું નહીં તો કોઈ બીજી .” રિહાના દિલ ની વાતો મેં શબ્દો આપતી બોલી.

“શું મતલબ છે તારો” ઓમ ગુસ્સા માં બોલ્યો.

“કાંઈ નહીં , બોલ બાકી” રિહાના ટોપિક ચેન્જ કરવા લાગી.

“બસ કાંઈ નહીં , તારો પતિ ક્યાં છે ? સાથે નથી અહીંયા?”

રિહાના થોડું કટાક્ષ માં હસી અને બોલી ,”મેં લગ્ન જ નથી કર્યા ઓમ .”

ઓમ થોડો ચોંકી ગયો ,”કેમ ”

“કેમ મતલબ શું, નથી કર્યા તો નથી કર્યા, હું તારા જેવી નથી કે તું નહીં તો સામે બીજી જે વ્યક્તિ દેખાય એને પરણી જઉં.” રિહાના ફરી ગુસ્સા માં બોલી.

“અચ્છા , મારા જેવી નથી એમ. કોલેજ ના ત્રણ વર્ષ મારી સાથે હાથ માં હાથ નાખી ફરી અને કમિટમેન્ટ વખતે એક તુચ્છા જેવો મેસેજ કરી અને તારી મારી જાતિ અલગ છે, ઘર વાળા નહીં માને, મને ભૂલી જજે , ફરી ક્યારેય મેસેજ કે ફોન ન કરતો , હું આવતા અઠવાડિયે મારી ઈચ્છા મુજબ ઇમરાન સાથે નિકાહ કરવા જઈ રહું છું, અલવિદા ., એવો મેસેજ મોકલી અને અઢી વર્ષ પછી મારી સામે આવી હું દોષી છું એવું દર્શાવે છે તું. વાહ રે ”
ઓમ એ અઢી વર્ષ પહેલાં નો બધો ગુસ્સો એક શ્વાસ માં જ રિહાના સામે ઠાલવી નાખ્યો.

રિહાના ચૂપ હતી, ઓમ એની આંખો માં જોતો હતો. ચુપી તોડતા રિહાના બોલી ,”એ દિવસ ની સચ્ચાઈ બીજી છે ઓમ , સિક્કા ની બે બાજુ ની જેમ આ વાત ની પણ બે બાજુ છે , જે તું ના જોઈ શક્યો ,
(આટલું કહી રિહાના એ તે દિવસ ની બધી વાત કહી, કેવી રીતે એના અમ્મી એ એને રૂમ માં લોકડ કરી હતી અને એ બીજે દિવસે ઓમ માટે થઈ ઘર છોડી ભાગી હતી.)

ઓમ તુરંત બોલ્યો ,”તો પેલો મેસેજ?”

“અમ્મી એ કર્યો હશે મારા ફોન માંથી ”

ઓમ ની આંખો માં આંસુ આવી ગયા રિહાના ની નજીક આવી બોલ્યો ,”તો એ દિવસે તું મારી પાસે આ વાત કરવા કેમ ન આવી?”

“મને પણ આજ સુધી એ વાત નો અફસોસ હતો , પણ આજે તને તારા લગ્ન જીવન માં સુખી જોઈ મને સમજાઈ ગયું કે તું મારી માટે યોગ્ય હતો જ નહીં, આપણો પ્રેમ સાચો હતો જ નહીં, તને મારા પર અને મારા પ્રેમ પર વિશ્વાસ નહતો ,અને મારી માટે મારી સેલ્ફ રિસ્પેક્ટ માનતી એ ઈગો મહત્વ નો હતો.”

ઓમ રિહાના નો હાથ પકડી બોલ્યો ,”ના યાર સોરી , પણ તારો પ્રેમ તો સાચો જ હતો ને , મને માફ કરી દે પ્લીઝ…તને સમજ્યા વિના…”

રિહાના એ ઓમ ને બોલતા અટકાવી અને વચ્ચે બોલી, પોતા નો હાથ એના હાથ માં દૂર કરી અને બોલી, “બસ ,ઓમ રહેવા દે,વધુ કાંઈ ન બોલ.

રિહાના ની આંખ માં આંસુ આવી ગયા.

ઓમ પસ્તાતો હતો. રિહાના કંઈ બોલ્યા વિના ત્યાં થી ચાલતી થઈ ગઈ. ઓમ પણ એને રોકી ન શક્યો, અને રોકી ને કહે પણ શું ?

રિહાના ચાલતી રહી, ધીરે ધીરે એના આંસુ ની ધાર ધીમી પડવા લાગી, અને અંતે એના આંસુ સુકાઈ ગયા, રિહાના ચાલતી ચાલતી એ શહેર ની સૌથી વધુ અટ્રેકટિવ જગ્યા એ પહોંચી, એ દરિયા કિનારે પહોંચી.

એને આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો , ઉચ્છવાસ માં એને પોતાની બધી ટેન્શન બહાર કાઢ્યું. અને અચાનક બિલકુલ ફ્રી ફીલ કરવા લાગી, એ પેલા અજાણ્યા બંધન માંથી છૂટી ગઈ હતી.

એને પોતા નો આખો દિવસ ત્યાં જ વિતાવ્યો, એ દરિયા ના ઉછળતા મોજા સામે જોતી રહી. જેમ એ મોજા સાથે આવતું પાણી કિનારા ની રેતી સાથે ભેટો કરી , ફરી છૂટું પડી અને પોતાને દરિયા માં ફરી ધકેલી દે છે, એમ જ એને પણ પોતાની ની જાત ને ફરી પેહલા વાળી રિહાના માં ધકેલી દેવા નો વિચાર કર્યો.

આજે રિહાના બત્રીસ વર્ષ ની થઈ, એની ચાર વર્ષ ની દીકરી , આહાના એ પાપા આયર્ન ની મદદ દ્વારા મમ્મી રિહાના નો જન્મદિવસ ખૂબ ધૂમધામ થી ઉજવ્યો.

લેખક – મેઘા ગોકાણી

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here