70 કિલો વજન ઘટાડીને બની ગયા છે આજે ફીટ અને ફાઈન, મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વિષે રસપ્રદ વાતો…

0

અનંત અંબાની થોડા સમય પહેલા ઘણા લોકો આ નામના વ્યક્તિને બહુ જાણતા પણ નહોતા પણ જેવું તેમણે તેમનું વજન ઘટાડ્યું અને એટલું બધું વજન ઘટાડ્યું કે લોકો તેમને જોતા જ રહી ગયા. જ્યાં જુઓ ત્યાં કોઈપણ સોશિયલ મીડિયા માં બધે જ તેમના આ વજન ઘટાડવા વાળી અનેક પોસ્ટ અને ચર્ચા થવા લાગી.

થોડા સમય પહેલા તો અનંત અંબાણીને લોકો ચહેરા પરથી ઓળખતા હતા પણ ઘણા લોકોને તો એ પણ ખબર નહોતી કે તેઓ નીતા અંબાણી અને મુકેશ અંબાણીના મોટા પુત્ર છે.

જયારે તેઓએ પોતાનું વજન ઘટાડ્યું ત્યારે ટવીટરથી લઈને ફેસબુક પર બસ તેમની જ ચર્ચા થતી હતી. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ હતી કે તેમણે થોડા જ મહિનાઓમાં પોતાનું વજન કે જે ૧૪૦ કિલો હતું એ ઘટાડીને ૭૦ કિલો કરી દીધું હતું. અને તેમના આ કામને સોશિયલ મીડિયા પર ઘણી જ સારી કોમેન્ટ મળી હતી.

થોડા સમય પહેલા જયારે અનંત અંબાણી એ મુંબઈના સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેઓને જોઇને મીડિયા અને ન્યુઝ વાળા લોકો તેમને ઘેરી વળ્યા હતા. ત્યારે એ વાત સામે આવી હતી કે અનંત અંબાણી એ અમેરિકાના કોઈ ફિટનેસ ટ્રેનર પાસેથી નિયમિત વર્કઆઉટ કરતા હતા તેવું જાણવા મળ્યું હતું.

સખત પરિશ્રમ અને અનોખા રૂટીનના કારણે તેઓએ પોતાનું વજન ૭૦ કિલો ઘટાડી દીધું. તમને જણાવી દઈએ કે અનંતને હાઈપોથાયરાયડિજ્મ નામની બીમારી છે આ બીમારીમાં જો ઓછો ખોરાક લેવામાં આવે તો વજન સતત વધી જાય છે.

જયારે તેમનું વજન વધારે હતું ત્યારે અનેક લોકો સોસિયલ મીડિયામાં તેમનો મજાક ઉડાવતા હતા. આજે તેમના વજન ઘટાડવાને કારણે અનેક લોકો તેમના આ કામની વાહ વાહ કરે છે. આજે જે પણ લોકો વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમની માટે એક પ્રેરણાસ્ત્રોત છે.

જો તમે પણ આવી રીતે આવા દ્રઢ મનોબળથી પોતાનું વજન ઘટાડ્યું હોય કે પછી તમારા પરિચયમાં કોઈએ આવું કામ કર્યું હોય તો તેઓને આ પોસ્ટમાં ટેગ જરૂર કરો તમે ઈચ્છો તો ફોટો અને તમારું ફિટનેસ સિક્રેટ પણ શેર કરી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!