7 નવેમ્બર થી મંગળ રાશિમાં થયું પરિવર્તન, જાણો કઈ રાશિ પર શું અસર થશે અને કોને ભોગવવી પડશે પરેશાની, આ 4 રાશિઓ ની બદલશે કિસ્મત, થાશે અપાર ધનલાભ….

0

દિવાળી એટલે કે 7 નવેમ્બર થી મંગળ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. આગળના ઘણા સમયથી મંગળ ગ્રહ મકર રાશિમાં સ્થિત હતો. કુંભ રાશિ માં મંગળ ના આવવાથી દરેક 12 રાશિઓ પર તેની અસર બદલશે. કુંભ રાશિ નો સ્વામી શનિ છે. આ ગ્રહ 23 ડિસેમ્બર 2018 સુધી આ જ રાશિમાં રહેશે. તેના પછી મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષના અનુસાર આ 12 રાશિમાં તેનો અલગ અલગ પ્રભાવ પડશે, જાણો આ રાશિઓ વિશે…

1. મેષ રાશિ:મેષ રાશિના લોકો માટે મંગળ એકાદશ થઇ જાશે. જેને લીધે શત્રુઓ પર વિજય મળી શકે તેમ છે. મંગળ ને લીધે જમીન સાથે જોડાયેલા કામોમાં પણ લાભ મળી શકે છે.

2. વૃષભ રાશિ:વૃષભ રાશિ માટે મંગળ દશમ ભાવમાં રહેશે. જેને લીધે અશુભ ફળ મળી શકે છે. વ્યક્તિ ને સંતાન માટે સાવધાન રહેવું પડશે. લોકોની નોકરી ની શોધ પુરી થઇ શકે તેમ છે.

3.મિથુન રાશિ:મિથુન રાશિના લોકો માટે મંગળ નવમ થઇ જાશે. જેને લીધે અશુભ ફળ મળી શકે તેમ છે, લોકોએ મૌસમી બીમારીઓથી સાવધાન રહેવાનું રહેશે. ઘર-પરિવર્તન માં વાદ-વિવાદ થઇ શકે છે.

4. કર્ક:કર્ક રાશિ માટે અષ્ટમ હશે. તે લાભ સ્થિતિ બનાવી શકે તેમ છે. સ્વાસ્થ્ય માટે સાવધાન રહો. નોકરી માં પ્રમોશન ના યોગ બની શકે છે.

5. સિંહ રાશિ:સિંહ રાશિ માટે મંગળ સપ્તમ ભાવમાં રહેશે. આ કારણે વૈવાહિક જીવનમાં સમસ્યાઓ થઇ શકે છે. વાદ-વિવાદો થઇ શકે છે. ક્રોધ પર કાબુ રાખો, નહીંતર વાત બગડી પણ શકે છે.

6.કન્યા રાશિ:કન્યા રાશિના લોકો માટે મંગળ અષ્ટમ રહેશે. કન્યા રાશિના લોકો ઉદાસી નો અનુભવ કરી શકે છે, પણ હિંમત ના હારો. આ સમયે શત્રુઓથી સાંવધાન રહો.

7. તુલા રાશિ:તમારા માટે મંગળ પંચમ ભાવના રહેવાનો છે. આ લોકો માટે મંગળ અશુભ ફળ આપવાનો છે. આ લોકો સંતાન ને લીધે સમસ્યાઓનો સામનો કરી શકે છે. માટે સાવધાન રહો.

8. વૃશ્ચિક રાશિ:આ રાશિ માટે મંગળ ચતુર્થ થઇ જાશે. જે લોકોની કુંડળી માં મંગળ શુભ છે, તેઓને શુભ ફળ મળશે. જેઓની કુંડળી માં આ ગ્રહ અશુભ છે, તેઓને અશુભ ફળ મળશે. ઘર-પરિવાર માં કોઈ મોટું પરિવર્તન થઇ શકે છે.

9.ધનુ રાશિ:ધનુ રાશિના લોકો માટે મંગળ તૃતીય રહેશે. મંગળ ને લીધે ખર્ચામાં વધારો થાશે, પણ સુખ-સુવિધાઓ માં પણ વધારો થાશે. વ્યક્તિ ને સંતાન ના લીધે કોઈ શુભસમાચાર મળી શકે છે.

10. મકર રાશિ:મકર રાશિના લોકો માટે મંગળ દ્વિતીય રહેશે. જેને લીધે સંતાન માં સાવધાન રહેવાની જરૂર છે,નોકરીમાં પણ સજાગ રહીને જ કામ કરો.

11.કુંભ રાશિ:કુંભ રાશિના લોકો માટે સમસ્યાઓ વધી શકે તેમ છે. મંગળ હવે આ જ ભાવમાં રહેશે. લગ્ન થવામાં સમસ્યાઓ આવી શકે છે. સુખ-શાંતિ બનાવી રાખવામાં ધૈર્ય થી કામ લો, ક્રોધ ના કરો.

12. મીન રાશિ:મીન રાશિ માટે આ ગ્રહ દ્વાદશ થઇ રહ્યો છે. મંગળ ધન સંબંધી કામો માટે શુભ ફળ દેનારો રહેશે, પણ અવિવાહિત લોકો માટે હજી મોડું થવાનો યોગ છે, નોકરી માં લાભ મળી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here