7 મુ ભણતો આ છોકરો પોતાનાથી બે ગણા ઉંમરના માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી ના વિદ્યાર્થીઓ ને આપે છે મફત ટ્યુશન…જોરદાર સ્ટોરી વાંચો

0

કહેવાય છે ને કે ભણવાની અને ભણાવાની કોઈ જ ઉંમર નથી હોતી. કોઈને ભણાવા માટે ઉંમર ની કોઈ જ સીમા નથી હોતી, બસ તમારી અંદર ટેલેન્ટ હોવું જોઈએ. એવું જ ટેલેન્ટ હૈદરાબાદ ના રહેનારા મોહમ્મ્દ હસન અલી ની પાસે પણ છે.હૈદરાબાદ ના રહેનારા 11 વર્ષ ના મોહમ્મ્દ માત્ર 7 માં ધોરણમાં ભણે છે, પણ તે એન્જીનીયર ના વિદ્યાર્થીઓ ને ટ્યુશન આપી રહ્યા છે. એટલે કે તે પોતાનાથી બે ગણી ઉંમરના વિદ્યાર્થીઓ ને ભણાવી રહ્યા છે. હવે તમે એ વિચારી રહ્યા હશો કે આ તે કેવી રીતે શક્ય છે?
આવો તો તમને આ ટેલેન્ટેડ છોકરા વિશે જણાવીએ:

11 વર્ષ ના મોહમ્મ્દ બીટેક અને એમટેક ના વિદ્યાર્થીઓ ને આસાનીથી ભણાવી શકે છે. તે એક કોચિંગ સેન્ટર માં ટ્યુશન આપે છે. ખાસ વાત એ છે કે હસન ભણાવવા માટે કોઈ ફી નથી લેતા. તે આ સમયે 30 સિવિલ, મૈકેનિકલ અને ઇલેક્ટ્રીકટ એન્જીનીયર ના વિદ્યાર્થીઓ ને ડિઝાઇન અને ડ્રાફ્ટિંગ ના ટ્યુશન આપી રહ્યા છે. વર્ષ 2020 ના અંત સુધી તેનું લક્ષ્ય 1000 એન્જીનીયરીંગ ના છાત્રો ને ભણાવાનું છે.મોહમ્મ્બ્દે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે,”હું આગળના 1 વર્ષ થી એનિજીનીયરીંગ ના ઘણા વિદ્યાર્થીઓ ને ભણાવી રહ્યો છું. તેના માટે હું કોઈ જ ફી નથી લેતો, કેમ કે હું દેશ માટે કઈક કરવા માગું છું’ એન્જીનીયર ના વિદ્યાર્થીઓ ને કેવી રીતે ભણાવવા તેના માટે હું ઈન્ટરનેટ નો ઉપીયોગ કરું છું. હું સવારે 6 વાગે સ્કૂલ જાવ છું અને 3 વાગે ઘરે આવું છું. જેના પછી હું રમું છું અને પોતાનું હોમવર્ક કરું છું, જયારે સાંજે 6 વાગે ટ્યુશન સેન્ટર ભણાવવા માટે જાવ છું”.  ક્યાંથી મળી પ્રેરણા?:

હું એક વિડીયો થી એટલો પ્રભાવિત થયો કેએન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓને ભણાવવા માટેનું નક્કી કરી લીધું. તે વીડિયોમાં મેં જોયું કે કેવી રીતે ભારતીય વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી પણ વિદેશો માં નાની-મોટી નોકરીઓ કરી રહ્યા છે. તેના પછી મને એ લાગ્યું કે આખરે આપણા દેશના એંજીનીયરો માં શું ખામીઓ છે”? મોહમ્મ્દ ના ટ્યુશન માં ભણતી એક છાત્રા સુષ્મા એ જણાવ્યું કે, ”તે આગળના દોઢ મહિનાથી અહીં સિવિલ સોફ્ટવેયર શીખી રહી છે. ભલે તે મારાથી ઉંમરમાં નાના હોય, પણ તેના ભણાવાનો તરીકો એકદમ ખાસ છે. તેના ભણાવાની આવડત પણ ખુબ જ સારી છે. માટે જ તે અમને ભણાવે છે, અને અમે આસાનીથી સમજી પણ લઈએ છીએ”.
MTech ની એક વિદ્યાર્થીની રેવતી જણાવે છે કે, ”તે આગળના એક મહિનાથી અહીં ટ્યુશન કરી રહી છે. આટલી નાની ઉંમરમાં BTech-MTech ના વિદ્યાર્થીઓ ને ટ્યુશન આપવું કોઈ નાની વાત નથી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here