આ છે દુનિયાની 7 અનોખી જગ્યાઓ કે જ્યાં મરવાની પણ મનાઈ છે ! વાંચો રસપ્રદ આર્ટિકલ

0

સામાન્ય રીતે કોઈ મોટા ગુના માટે મોતની સજા આપવામાં આવે છે, પણ આપે ક્યારે વિચાર્યું છે કે મોત જ એક મોટો અપરાધ બની જાય ત્યારે ? સાંભળવામાં આ ફાલતુ લાગતું હશે પણ આ જ સત્ય છે. તમને લાગતું હશે કે અમે ફાલતુ વાત કરી રહ્યા છીએ પણ આ કોઈ કાલ્પનિક વાત નથી પણ વાસ્તવિકતા છે.

દુનિયાભરમાં કેટલીક એવી જગ્યાઓ છે કે જ્યાં મૃત્યુ પર પણ પ્રતિબંધ છે. કેટલીક જગ્યાએ કબ્રસ્તાનની અછતના કારણે મરવાની મનાઈ છે તો કેટલીક જગ્યાએ આને ગેરકાયદેસર ગણવામાં આવે છે. જો તમે ફરવાના શોખીન હોવ અથવા તમને દુનિયાના અજબ-ગજબ સ્થળો વિશે જાણવામાં રસ હોય તો આ આર્ટિકલ આપની માટે ખાસ છે. અમે જણાવીશું દુનિયાની 7 જગ્યાઓ વિશે કે જ્યાં આ નિયમ લાગુ પડે છે અને કેટલીક જગ્યાએ તો આ નિયમ હટાવી પણ લેવામાં આવ્યો છે.

1. Cugnaux, ફ્રાન્સ

2007 માં, ફ્રાન્સમાં Cugnaux નામના સ્થળ પર બે કબ્રસ્તાન હતા, જ્યાં દફનવિધિ કરવા માટે કોઈ જ જગ્યા નહોતી બચી. આ કારણે ત્યાંના મેયરે એ લોકો માટે મોતને અપરાધ ઘોષિત કરી દીધો કે જેમની પાસે દફન કરવા માટે કોઈ જ જગ્યા નહોતી બચી. ત્યારબાદ આ ઘોષણાનો ખૂબ જ વિરોધ થયો અને આ ફેંસલો રદ કરવામાં આવ્યો.

2. સેલિયા, ઇટલી

દક્ષિણ ઇટલીમાં સેલિયા નામની જગ્યા પર કુલ વસ્તી 537 છે અને એમાં મોટાભાગના લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે. ત્યાંના મેયરને ચિંતા થવા લાગી કે અહીંના લોકોનું અસ્તિત્વ ક્યાંક ખતમ ન થઈ જાય ! અને આ જ ડરના કારણે એમણે મોત પર પ્રતિબંધ લગાવ્યો. આ પ્રતિબંધનો હેતુ લોકોને સ્વસ્થ રાખવાનો અને લોકો પોતાના શરીરનું ધ્યાન રાખે એ માટે હતો. અહીં જે પણ વાર્ષિક મેડિકલ ચેક અપ નથી કરાવતું એમણે દંડ ભોગવવો પડે છે.

3. Biritiba Mirim, બ્રાઝીલ

2005 માં અહીં કબ્રસ્તાનની અછત થવા લાગી અને પર્યાવરણની ચિંતા કરતાં અહીં મરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. ત્યારબાદ અહીં 2010 માં નવા કબ્રસ્તાન બનાવવામાં આવ્યા.

4. લંજારોન, સ્પેન

1999 માં દક્ષિણ સ્પેનના આ શહેરના મેયરને પણ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો. જ્યારે અહીં દફન કરવા માટેની જગ્યાની અછત સર્જાવવા લાગી ત્યારે અહીં એક ખાસ આદેશ આપવામાં આવ્યો, આદેશ અનુસાર જ્યાં સુધી નગરપાલિકાના અધિકારીઓને નવા કબ્રસ્તાન માટે જગ્યા ન મળે ત્યાં સુધી અહીં કોઈ નાગરિક મરી શકશે નહીં !

સારા સ્વાસ્થ્ય પ્રતિ જાગૃતતા 

લંજારોનના આ મુખ્ય આદેશનો હેતુ એ લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત કરવાનો હતો અને લોકો પોતાના સ્વાસ્થયનું ધ્યાન રાખે અને મૃત્યુઆંક ઘટે એ માટે હતો.

5. Sarpournext, ફ્રાન્સ

Cugnaux ની જેમ જ અહીં પણ કબ્રસ્તાનની અછતના કારણે મરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ ફેંસલો 2008 માં અહીંના મેયરે લીધો હતો અને થોડા સમય બાદ મેયરે જ આ નિર્ણય પાછો ખેંચ્યો હતો.

6. Longyearbyen, નોર્વે

અહીં 1950 માં ખ્યાલ આવ્યો કે પહેલા જે મૃતદેહ દફન કરવામાં આવ્યા હતા એ હજુ કોહવાયા નથી અને આ જ કારણે નવા મૃતદેહોની દફનવિધિ પર રોક લગાવી દેવામાં આવી હતી.

મૃતદેહમાં વાયરસ હતાં !

જમીનમાં દફન કરેલા મૃતદેહ પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને જાણ્યું હતું કે 1918 માં આવેલા ફલૂના વાયરસ હજુ પણ મૃતદેહમાં સક્રિય છે.

7. Falciano Del Massico, ઇટલી

2012 માં અહીં 3700 લોકોની જનસંખ્યા હતી પણ આ શહેર પાસે પોતાનું કબ્રસ્તાન નહોતું તેથી આ શહેરના લોકો દફનવિધિ માટે પડોશી શહેરના કબ્રસ્તાનનો ઉપયોગ કરતાં પણ થોડા સમય બાદ આ કરાર તૂટી ગયો.

બનાવ્યું પોતાનું કબ્રસ્તાન

ત્યારબાદ જ્યાં સુધી શહેરમાં પોતાનું કબ્રસ્તાન ન બને ત્યાં સુધી અહીં મરવાની મનાઈ હતી. અને 2014 સુધી આ શહેર કબ્રસ્તાન માટે ઝઝુમતું હતું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here