એક્ટ્રેસેસ જે લગ્ન પહેલા બની હતી પ્રેગ્નન્ટ, આ હિરોઈનો લીસ્ટમાં છે શામિલ…જોઈ લો તમારી ફેવરિટ તો નથી ને કોઈ આમાં

0

બોલીવુડમાં લવ, બ્રેકઅપ, અફેયર, એક્સ્ટ્રા મૈરિટલ અફેયર ની ખબરો એક સામાન્ય વાત બની ગઈ છે. પણ આજે અમે તમને આ બધાથી પણ સનસની ખબર કહેવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને તે અભિનેત્રીઓની કહાની જણાવીશું કે જેમાં તેઓ લગ્ન પહેલા જ ગર્ભવતી બની ચુકી હતી. તમને એ જાણીને હેરાની લાગશે કે એવી ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પહેલાજ પ્રેગ્નન્ટ થવાને લીધે બાદમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

તો જાણો લગ્ન પહેલાના પ્રેગ્નન્ટ લીસ્ટમાં કોણ કોણ આવે છે.

શ્રી દેવી:

હાલમાં જ ‘મોમ’ માં પોતાની એક્ટિંગથી ધૂમ મચાવાવાળી હવા હવાઈ ગર્લ શ્રી દેવી પોતાના જમાનાની ફેમસ અને બોલ્ડ હિરોઈન રહી છે. પણ શું તમે જાણો છો શ્રી દેવી બોલીવુડની એક એવી હિરોઈન છે જેમણે લગ્ન પહેલા ગર્ભવતી હોવાની જાણ મીડિયા સામે ઓપન કરી હતી. ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો ક રાજા’ ની શુટિંગ દરમિયાન શ્રી દેવી અને બોની કપૂર વચ્ચે ખુબ કરીબી વધી ગઈ હતી. જ્યારે શ્રી દેવીની પ્રેગ્નન્ટ ની ખબર આવી ત્યારે બોની કપૂર અન્ય યુવતી સાથે લગ્ન ગ્રંથી માં બંધાઈ ચુક્યા હતા. પણ બોની કપૂરે પોતાની પત્ની મોના કપૂર સાથે તલાક લઈને 1996 માં શ્રી દેવી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના બાદજ શ્રી દેવીએ પોતાની મોટી દીકરી જહાનવી ને જન્મ આપ્યો હતો.

કોંકણા સેન શર્મા:

સિનેમાનો જાણીતો ચેહરો કોંકણા સેન શર્માએ પણ ફિલ્મ ‘આજા નચલે’ માં સ્ટાર રહી ચુકેલા રણવીર શોરે સાથે એક પ્રાઇવેટ સેરીમનીમાં લગ્ન કર્યા હતા. પણ અમુક મહિનાઓ બાદજ તેમણે પોતાના દીકરા રાહુલને જન્મ આપ્યો હતો. એના પરથી કહી શકાય કે કોંકણા સેન લગ્ન પહેલાજ ગર્ભવતી થઈ ચુકી હતી. માટે જ બન્નેએ જલ્દબાજીમાં લગ્નની ઘોષણા જાહેર કરી નાખી હતી. જો કે હાલ બન્ને ઓફિસીયલી અલગ થઈ ગયા છે અને આજ કોંકણા એક સિંગલ મધર છે.

મહીમાં ચૌધરી

બોલીવુડમાં એક સુપરસ્ટારની સાથે એન્ટ્રી લેનારી હિરોઈન મહિમા ચૌધરી આજ ભલે લાઈમલાઈટ થી દુર હોય પણ એક સમય એવો પણ હતો તેનો અને કંટ્રોવર્સી નો એક રિશ્તો બની ગયો હતો. એક સમયે સુભાસ ઘઈની સાથે કોન્ટ્રેક્ટ તોડવાના લીધે કોર્ટમાં જાવું પડયું હતું તો ક્યારેક બ્લેક મનીના મામલામાં. હદ તો ત્યારે થઈ હતી જ્યારે તેમને એક પ્રાઇવેટ સેરીમનીમાં પોતાના બોયફ્રેન્ડ બોબી મુખર્જી સાથે લગ્ન કરી લીધા અને કોઈને પણ જાણ ના થઈ શકી. લગ્નના અમુક મહિનાઓ બાદજ મહિમાએ પોતાના ગર્ભવતી હોવાની ખબર મીડિયા સામે ઓપન કરી હતી. જાણવામાં આવ્યું છે કે મહિમા લગ્ન પહેલાજ પ્રેગ્નન્ટ બની ચુકી હતી માટે જ ઉતાવળમાં તેમણે લગ્ન કરીને આ બાબતને રફા દફા કરી નાખી હતી.

નીના ગુપ્તા

80’s માં જ્યારે વેસ્ટ ઇન્ડીઝ નાં ક્રિકેટર વિવિયન રિચર્ડ કૈરીબિયન ટીમની સાથે ઇંડિયાના ટુર પર આવ્યા હતા ત્યાં સુધી ફંક્શન માં નીના ગુપ્તા વિનિયન રીચ્ર્દની મુલાકાત એક બીજા સાથે થઈ હતી.આ મુલાકાતને એક પ્રેમ માં બદલતા બિલકુલ પણ વાર ન લાગી. બન્ને એકબીજાના પ્રેમમાં એવી રીતે ડૂબી ગયા કે નીના ભૂલી ગઈ કે વિવિયન પહેલાથી જ લગ્ન કરેલો હતો. આ જ અફેયર દરમિયાન નીના એટલી હદ સુધી ખોવાઈ ગઈ કે તે ગર્ભવતી બની ગઈ હતી. પણ વિવિયન નીના સાથે લગ્ન કરી શક્યા ન હતા અને નીનાએ ખુદ એકલા હાથે જ પોતાની દીકરી મસાબા ની સંભાળ કરી હતી.

સારિકા:

શ્રુતિ હાસનની માં સારિકા લગ્ન પહેલાજ પ્રેગ્નન્ટ બની હતી. સાઉથ સ્ટાર કમલ હાસન અને સારિકાની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી અને તેના પછી કમલ પોતાની પત્ની સાથે તલાક લઈને સારિકા સાથે રહેવા લાગ્યા હતા.પણ અમુક સમય બાદજ સારિકાની પ્રેગ્નન્ટ હોવાની વાત મીડિયા સામે રજુ કરી હતી. વર્ષ 1986માં સારિકાએ શ્રુતિ હાસન ને જન્મ આપ્યો હતો અને તેના 2 વર્ષ બાદ 1988 માં કમલ હાસને સારિકા સાથે લગ્ન કરી લીધા હતા. સાલ 1991 મા સારિકાને પોતાની બીજી દીકરી અક્ષરાને જન્મ આપ્યો હતો. 2004માં કમલ હાસન અને સારિકા અલગ થઈ ગયા હતા.

અમૃતા અરોડા:

અમૃતા અરોડાએ વર્ષ 2009માં બીઝનેસમેન શકીલ લદાક સાથે લગ્ન કર્યા હતા. રીપોર્ટ અનુસાર અમૃતા વિશે એ પણ કહેવામાં આવ્યું હતું કે તે લગ્ન પહેલા પ્રેગ્નન્ટ બની ચુકી હતી. લગ્ન પહેલા તેમણે ખુબ જલ્દી ઘોષણા કરી દીધી હતી કે તે માં બનવાની છે.

સેલીના જેટલી:

મિસ ઇંડિયા સેલીના જેટલી લગ્ન પહેલાજ પોતાના બોયફ્રેન્ડ પીટર હગ ની સાથે ડેટ કરી રહી હતી. રીપોર્ટનાં આધારે સેલીના લગ્ન પહેલાજ પ્રેગ્નન્ટ બની ચુકી હતી. વર્ષ 2012માં તેમણે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, પણ જેમાં એક બાળકની મૌત થઈ ગઈ હતી. પીટર નો દુબઈમાં હોટેલની બીઝનેસ છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!