6, નવેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મકર રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): લાંબા સમયથી ચાલી આવનારી મુશ્કેલીઓનો અંત થશે. વજન ઓછું કરવા માંગતા મિત્રો આજથી જ કસરત અને બીજા પ્રયોગો શરુ કરી દેવા જોઈએ. પત્ની સાથે મનભેદ થઇ શકે છે. નાની નાની વાતે જે શંકા કરવાની જો તમને આદત છે તો એને બદલો. તમારા સંતાન તરફથી આજે સારા સમાચાર મળશે. લાંબી યાત્રાના યોગ છે તો પત્નીને પણ સાથે લઈને જઈ શકો છો. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી તો કોઈપણ પ્રકારના રોકાણમાં પૈસા રોકતા પહેલા સો વાર વિચાર કરજો. અનુભવી મિત્રોની મદદ લેવાની રાખશો તો કોઈપણ મુશ્કેલીનો અંત આવી જશે. સાંજનો સમય બાળકો અને પરિવાર સાથે વિતાવો. આજે સાંજે હનુમાનજી મંદિરની મુલાકાત જરૂર લેજો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. આજે જીવનસાથી તરફથી બહુ સહયોગની આશા રાખવી નહિ. પોતાનું કામ જાતે કરી લેવું.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે થોડી દોડધામ કરવાની થાય તો હિમત હારશો નહિ એ મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો. આજે હનુમાનજીને કાળા તલ જરૂર ચઢાવજો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer): આજનો દિવસ તમને થકવી દેનારો લાગશે. પણ આજે જેમ જેમ દિવસ પસાર થશે તમારા માટે અનેક ખુશખબરીઓ આવશે. સંતાનો અને પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારીઓની મદદ લઈને અટકેલા દરેક પ્રોજેક્ટ પૂર્ણ કરી શકશો. કામ કરવાની ક્ષમતામાં વધારો થશે. આજે તમારા મિત્રો તમારી પાસે ઉધાર પૈસા માંગી શકે છે. એ પૈસા કયા કામમાં વાપરવાના છે એનું પણ ધ્યાન રાખજો. આજે વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. જો કોઈ શરતીય રોકાણ સ્કીમ હોય તો તેનાથી દૂર રહો. આજે કાળીચૌદસના દિવસે હનુમાનજી મંદિરે સિંદુરનું દાન કરવું.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો, આજે તમારા બાળકો અને તમારી પત્ની તમારાથી ખૂબ ખુશ રહેશે. બસ આજે જીવનનો સાચો આનંદ પરિવાર સાથે માણો લોકો શું વિચારશે અને આ કેવું લાગશે એ વિચારવાનું છોડી દો. આજે કોઈપણ સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે એવું માનવું. સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો. આજે ગરીબ બાળકોને ભજીયા કે વડા બનાવીને કે પછી ખરીદીને ખવડાવજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે આવનારી મુશ્કેલીઓનો સામનો ઈમાનદારીથી કરજો. શોર્ટકટ અપનાવશો નહિ. તમારા ઓફીસના સહકર્મચારી મિત્રો તમારી મદદે આવશે. આજે એવા વ્યક્તિ સાથે સંપર્ક થશે જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. તમારા સંપર્કમાં આવતા દરેક લોકોને માન અને સન્માન આપો. તમારી વાણી અને વર્તનથી કોઈ દુખી ના થઇ જાય તેની સાવધાની રાખો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો. પૈસાને કારણે પરિવારમાં કોઈ બોલાચાલી ના થાય એની તકેદારી રાખજો. આજે હનુમાનજી મંદિર જઈને તેલ ચઢાવવું.
શુભ અંક : ૪
શુભ રંગ : નારંગી

8. વૃષિક – ન,ય(Scorpio):વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn): .તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખજો. મનગમતા વ્યક્તિના ચહેરાને જોઇને દિવસની શરૂઆત કરો. આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. આજે પરિવાર સાથે હનુમાનજી મંદિરે દર્શન કરવા જજો.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius): તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતો સપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર, નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. નાના મોટા દરેક તમારા સાથે કાર્ય કરતા વ્યક્તિઓનો આભાર માનજો. સ્વસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહેશો, આજે પરિવારમાં કોઈની તબિયત બગડવાના યોગ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે જો નોકરી કે પછી વેપાર માટે થઈને મુસાફરી કરવાની થાય તો એ ચુકતા નહિ, ભવિષ્યમાં તમને આ મુસાફરીથી અઢળક ફાયદો થવાનો છે. મુસાફરી દરમિયાન તમારા જરૂરી કાગળ અને સામાનનું વિશેષ ધ્યાન રાખો. જુના મિત્રો દ્વારા પણ આજે ધનલાભના યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમારી માટે મોટી મુસીબત સાબિત થાય એ પહેલા થઇ જાવ સાવધાન, યોગ અને પ્રાણાયમ કરો. પરિવારના સભ્યો તમારી પ્રગતિ જોઇને ખુશ થશે. આજે માતાના સ્વાસ્થ્યમાં બદલાવ આવી શકે છે. જે મિત્રો આજે પોતાના પ્રિયપાત્રને પ્રપોઝ કરવા માંગો છો તો આજે થોડી તૈયારી કરીને જાવ.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. જન્મવર્ષની શરૂઆત વડીલો અને પરિવારજનોના અઢળક પ્રેમ અને આશીર્વાદથી થશે. તમારા પરિવારને અને જીવનસાથીનો સપોર્ટ તમને આનંદિત કરશે. રોજ થોડો સમય પરિવાર સાથે અચૂક વિતાવજો. પરિવારથી વિશેષ તમારી માટે બીજું કશું જ ના હોવું જોઈએ.

૨. આ વર્ષે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. જો તમે નિયમિત કસરત અને યોગ કરશો તો સ્વાસ્થ્યમાં સુધારો થઇ શકશે. બીપી અને સુગરના પેશન્ટ નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓ લેવાનું રાખજો. આં વર્ષે ડોક્ટરની મુલાકાત લેવી પડે તેવા યોગ બની રહ્યા છે.

૩. જે મિત્રો લગ્નઈચ્છુક છે અને જે પોતાના પ્રિયપાત્રને હજી મળ્યા નથી તેમની મુલાકાત પ્રિયપાત્ર સાથે થશે. પરણિત મિત્રો માટે આ વર્ષ સુંદર રહેશે. જીવનસાથી સાથે ક્યાંક બહાર વિદેશ ફરવા જવાના યો બની રહ્યા છે.

૪. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો. આ વર્ષે ઘરમાં પણ તમારી વાણી પર કંટ્રોલ રાખજો.

૫. વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

૬. આ વર્ષે અનેક મિત્રો તમારા વ્યવહારથી તમારાથી બહુ દુખી થશે. તમારી દરેક ખુશીમાં તમારા મિત્રોને પણ સામેલ કરો. આમ કરવાથી તમારા મિત્રો તમારાથી ખુશ થશે. આ વર્ષે તમારા ઘરમાં ખુશીઓનું સ્વાગત થશે. તમારા દરેક તહેવાર આનંદ અને ખુશીઓથી ભરપુર હશે.

૭. આ વર્ષે રોકાણ કરવા માટેના અનેક યોગ બની રહ્યા છે તમે ઈચ્છો તો સ્થાયી મિલકત ખરીદી શકો છો. ભવિષ્યમાં અનેક લાભ થાય એવી શંકાસ્પદ સ્કીમમાં પૈસા રોકવા નહિ. પૈસા રોકાણ કરવા માટે આ વર્ષે તમારા પરિવારના વડીલો અથવા ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનું હિતાવહ છે.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : ધર્મ જીવનથી અલગ નથી. જીવન એ જ ધર્મ છે. ધર્મ વિનાનું જીવન મનુષ્ય જીવન નથી પરંતુ પશુ જીવન છે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here