63 વર્ષના વૃદ્ધ ચોરની નીકળી આટલી બધી ગર્લફ્રેન્ડ – ચોરી કરવાનું કારણ જાણીને દંગ રહી જશો જાણો વિગતે….

0

અમૂક દિવસો પહેલા દિલ્લીમાં એક એવો મામલો સામે આવ્યો છે જેનાથી પોલીસથી લઈને સામાન્ય જનતા પણ હેરાન રહી ગઈ હતી. પોલીસની ગિરફ્તારીમાં એક ચોર આવ્યો છે જેની કહાનીએ દરેકના હોંશ ઉડાવી દીધા હતા. આ ચોરની ઉમર 63 વર્ષ છે અને આ વૃદ્ધ પુરુષ ચોરની પાંચ ગર્લફ્રેન્ડ છે.
જે પણ કોઈએ આ ચોરની કહાની સાંભળી છે તેઓ આ વાત પર વિશ્વાસ જ નથી કરી રહ્યા. જયારે તેને પોલીસે પૂછ્યું કે તે આ ઉંમરમાં પણ શા માટે ચોરી કરી રહ્યા છે તો તેમણે જણાવ્યું કે તે પોતાની ગર્લફ્રેન્ડસને ખુશ કરવા માટે ચોરી કરે છે.

પ્રેમીનાંઓને ખુશ કરવા માટે કરે છે ચોરી:

મામલાની પૂછતાછ કરતા પોલીસને જાણવામાં આવ્યું કે આ ચોરની 5 પ્રેમિકા છે જેઓના ખર્ચા પુરા કરવા માટે તે ચોરી કરતો હતો. આ ચોર આગળના ઘણા વર્ષોથી ચોરી કરી રહ્યો છે અને તેના પર 20 જેટલા કેસ પણ દર્જ છે.આ વ્યક્તિ 28 જુલાઈ ના રોજ સરાય રોહિલ્લા ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. ઇન્ડસ્ટ્રીયલમાં એક એરિયામાં ફેક્ટરી માં સુરંગ બનવાના સમયે સીસીટીવી માં આ વૃદ્ધ પુરુષ કૈદ થઇ ગયો હતો અને આજ ફુટેજની મદદથી પોલીસને જાણ થઇ શકી હતી. પૂછતાછ પર આરોપીએ કબુલ કર્યું કે તે લાંબા સમયથી ચોરી કરી રહ્યો છે.
આ આરોપીનું નામ બંધુ સિંહ છે અને તે દિલ્લી ના જ આનંદ પર્વત ઇલાકામાં રહે છે. પોતાની પ્રેમિકાઓને મોંઘા ગિફ્ટ આપવા માટે આ વ્યક્તિ ચોરી કરતો હતો. પોલીસે આ આરોપી ના કબ્જાથી 2 લૈપટોપ, 1 એલઇડી અને 5 હજાર રૂપિયા રિકવર કર્યા છે.
આરોપી મૂળ રૂપથી બિહારનો રહેવાસી છે અને તેના આધારે તે વર્ષ 1980 માં દિલ્લી આવ્યો હતો. અહીં તેને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો. જયારે આ બંધુ સિંહ ગરીબીમાં જીવી રહ્યો હતો ત્યારે તેની પ્રેમિકાએ તેનો મજાક ઉડાવ્યો હતો. આ વાત તેને લાગી ગઈ અને આ અપમાન પછી તેમણે ચોરી કરવાનું શરૂ કરી દીધું.અહીં તેની દોસ્તી ઘણી મહિલાઓ સાથે થઇ ગઈ. અને તેઓની ફરમાઈશો પુરી કરવા માટે તે ચોરી કરતો રહ્યો. તે ચોરીના મામલામાં 20 વાર જેલ પણ જય ચુક્યો છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here