શનિ થશે ફરી માર્ગી, જાણો કઈ રાશિઓને થશે અઢળક ફાયદો અને કઈ રાશીને થશે નૂકશાન

0

2018માં શનિ દેવ ધનુ રાશીમાં વિચરણ કરશે. 18 એપ્રિલના રોજ શનિ વક્રી થયાં બાદ 6 સપ્ટેમ્બરનાં રોજ માર્ગી થશે. મહત્વની વાત તો એ છે કે, આ સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન પણ શનિ રાશિ પરીવર્તન કરશે નહી. અને આ દરમ્યાન મકર, વૃશ્ચિક અને અને ધનુ રાશિ પર સાડાસાતી પનોતીની અસર રહેશે. વૃશ્ચિક રાશી વાળાઓ માટે આ સમય મંગલમય બન્યો રહેશે. તો ધનુ અને મકર રાશિનાં જાતકો માટે આ સમય તણાવથી ભરપૂર ને ઝંઝટથી ભરેલો રહેશે. વૃષભ અને કન્યા રાશી પર રહેશે શનિની ઢ્પ્યા. વૃષભ રાશિનાં જાતકોને વધી શકે છે સ્ટ્રેસ. તો કન્યા રાશિનાં જાતકો પર કુબેર અમે લક્ષ્મીજીની વિશેષ કૃપા. જેના કારણે જો એવું બનશે કે માટીમાં હાથ નાખશે તો પણ માટીમાંથી સોનું નીકળશે.

આચાર્ય પંડિત રવિ શાસ્ત્રીના કહેવા મૂજબ, 6 સપ્ટેમ્બર, 2018 ને ગુરુવારનાં દિવસે સાંજે 5વાગયાને 2 મિનિટના સમયે શનિ ધનુ રાશિમાં જ માર્ગી થશે. શનિ વક્રીની અવધી કુલ 142 દિવસની રહેશે. જેનો પ્રભાવ રાશિઓ પર પણ પડશે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણી જ લઈએ કે કઈ ચંદ્ર રાશિ પર કેવો પ્રભાવ પડશે.

મેષ :

મેષ રાશિવાળાં જાતકોની કેરિયરની રફતાર ધીમી ધીમી ચાલશે. જૂન મહિના સુધીમાં તમારી કેરિયરની પ્રગતિ ધીમે ધીમે થશે. અને ત્યારબાદ ઓક્ટોમ્બર મહિના સુધી નાની નાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયમાં તમને કઠિન પરિશ્રમ કરવો પડશે અથવા કરવાની ફરજ પડશે. તેમજ કાર્ય સ્થળ પર તનાવભર્યા વાતાવરણનો અને ઘણી ચુનોતીનો સામનો કરવો પડી શકે એવી પરિસ્થિતી ઊભી થઈ શકે છે. આ સમય દરમ્યાન થોડું ધીરજથી કામ લેવું જરૂરી છે. તેમજ કઠિન પરિસ્થિતીનો સામનો કરવાના પ્રયાસોમાં મંડ્યા રહો. શનિની ક્રૂર દૃષ્ટિના કારણે ભાઈ બહેન સાથેનાં સંબંધો બગડી શકે છે. એક વાત સારી છે કે તમે તમારા દુશ્મનોને હાવી તો નહી જ થવા દો. ઉપાયમાં કાળી ગાયને ઘી વાળી રોટલી ખવડાવવી.

વૃષભ :

શનિની ક્રૂર દૃષ્ટિ તમારા પરિવારિક જીવન પર પડી શકે છે. આ દરમ્યાન તમારા પિતાને પણ ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થયને લગતી તકલીફ પણ ઊભી થઈ શકે છે અને સંબંધોમાં કડવાહટ પણ આવી શકે છે. પરિવારજનો, મિત્રો ને બાળકો સાથે સંબંધને ટકાવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે અને બધાને સાથે લઈને જ ચાલવું પડશે.થોડો નસીબનો સાથ નથી મળતો એવો સતત અહેસાસ થશે. તમારું નસીબ તમારી સાથે રમત રમી રહ્યું છે એવું મનમાં અનુભવ્યાં કરશો. આ સમય દરમ્યાન તમને અણધાર્યું નુકશાન પણ થવાની સંભાવના છે . તેમજ થોડું સ્વાસ્થ્ય પ્રત્યે પણ ધ્યાન આપવું જરૂરી છે.નહીતર કોઈ રોગની જપેટમાં આવી લાંબી બીમારીનો ભોગ બની શકો છો. ઓક્ટોમ્બર મહિના સુધી તમારી કેરિયર ઉતમ રહેશે.પછી કાર્યક્ષેત્રમાં હોડી સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે. ઉપાય માટે તમારે કાળા કપડાં ને ચપ્પલનું ગરીબને દાન કરવું જરૂરી છે.

3. મિથુન :

તમે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી મહેનત કરશો. ને કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન પણ મળી શકવાના યોગ બની રહ્યા છે. શનિનો અશુભ પ્રભાવ તમારા લગ્નજીવન પર અસર કરશે. આ સમય દરમ્યાન તમારા વૈવાહિક જીવનમાં થોડી તકલીફનો સામનો કરવો પડશે. કોર્ટ કચેરીના કેસમાં તમારો પલ્લું થોડો ભારી રહેશે. આ સમય સરમ્યાન તમરું નસીબ તમને સાથ આપશે. ઘરમાં માતાનું સ્વાસ્થ્ય કમજોર રહેશે. તો એમની હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓક્ટોમ્બર મહિના સુધીમાં કાનૂની કોઈપણ ફેસલો તમારી ફેવરમાં આવી શકે છે. સ્થાન પરિવર્તનનો યોગ પણ બની રહ્યો છે. ઉપાયમાં તમારા હાથની મધ્ય આંગળીમાં કળા ધોડાની નાળ પહેરવી.

4 . કર્ક :

કાનૂની વિવાદ સામે આવી શકે છે. લાંબી યાત્રાનો પણ યોગ બની રહ્યો છે.ભાઈ બહેનની હેલ્થનું ધ્યાન રાખવું. આ સમય દરમ્યાન પરિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરિવારજનોની સાથે વાદ વિવાદ થઈ શકે એવી પણ સંભાવના છે. જીવનસાથી સાથે મોટા વિવાદમાં પડી શકો છો. આ સમય દરમ્યાન ધીરજથી લાંબુ વિચારીને કોઈપણ નિર્ણય લેવો. વિચાર્યા વગર ઉતાવળમાં કોઈ પગલું ભરવું નહી. તમારા સંબંધો પર વિવાદને હાવી ન થવા દેશો. એમએન મજબૂત રાખો. બાળકોનાં સ્વાસ્થયથી પણ પરેશાની આવી શકે છે. ઉપાયમાં પક્ષીઓને સાત પ્રકારનું અનાજ અને અલગ અલગ પ્રકારની દાળ ખવડાવવી.

5. સિંહ :

શનિના આ ગોચર પરિભ્રમણ દરમ્યાન તમારા જીવનમાં ને તમારી જોબમાં પરીવર્તન આવી શકે છે. શનિની આ સ્થિતિ તમારા વૈવાહિક જીવનમાં અસર કરશે. આ વર્ષે તમે અવિવાહિત છો ટો લવ મેરેજ થવાના યોગ બની રહ્યા છે. જો કે થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે. નાના મોટા વિવાદોના કારણે પરિવારિક સંબંધોમાં તનાવ આવી શકે છે. પ્રેમ પ્રસંગનાં મામલામાં આ વર્ષ ખૂબ સારું રહેશે. આ સમય દરમ્યાન તમે નોકરી છોડવાનું પણ વિચારી શકો છો. તમારા માટે સૌથી બેસ્ટ ઉપાય છે. પીપળાના ઝાડ નીચે સરસિયના તેલનો દીવો કરવોં.

6 .કન્યા :

શનિના આ ગોચર પરિભ્રમણ દરમ્યાન એવા કોઈ કામમાં સામેલ ન થાવ જેમાં શાંતિનો ભંગ થતો હોય. આ સમય દરમ્યાન માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. એમની હેલ્થ ખરાબ થઈ શકે છે. પરિવારમાં જમીન જાયદાદને લઈને મોટો વિવાદ થવાની સંભાવના છે. એ ઉપરાંત વધુ પડતાં કામના હિસાબે થોડું તબિયત પણ ધ્યાન આપવું જરૂરી બને છે. પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. કર્યા સ્થળ પર તમારા કરેલા પ્રયત્નો સફળ નહી થાય. પરંતુ નિરાશ થવાની કોઈ જરૂર નથી. તમારી બગડેલ કેરિયરને સુધારી શકશો પરંતુ જોઈએ એવું પરિણામ ટો નહી જ મળે. હનુમાનજીને દર શનિવારે સિંદુર ચડાવવું એ બેસ્ટ ઉપાય છે.

7. તુલા :

આ વર્ષે તમારા નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. તમે તમારા દૃઢ નિશ્ચયથી જ સફળતાને આંબશો. પરિવારમાં નાના ભાઈ બહેનોને થોડી મુશ્કેલીનો સામનો કરવોં પડશે. આ કારણે તમને થોડી માનસિક પરેશાની પણ રહેશે. . નાની મોટી યાત્રા કરવાના યોગ પણ બની રહ્યો છે. તેમજ આ યાત્રા તમારા માટે લાભદાયક પણ રહેશે. આ સમય દરમ્યાન તમારા પરિવારને મુશ્કેલીનો સામનો પણ કરવોં પડશે. જો કે રોકાણ કરેલી પ્રોપર્ટીમાં લાભ પણ થઈ શકે છે. રોજની લાઈફ સ્ટાઇલમાં ખર્ચ પણ વધી શકે છે. એટ્લે તમારા ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે. 2018 ના વર્ષમાં શનિનાં માર્ગી થવાનાં કારણે તમારી આવકમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે.

8. વૃશ્ચિક :

શનિની આ ભવાની ઉપસ્થિતિને કારણે પરિવારિક જીવનમાં કલેશ થવાની શક્યતા છે. પરિવારિક લોકોમાં લડાઈ ઝઘડા થવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. જો તમે સમય અને સંજોગ જોઈને પરિસ્થિતી પર કાબૂ ગુમાવ્યો તો સંબંધો તૂટવાની પણ શકયતાઓ વધશે. તેમજ કાર્યસ્થળ પર તમને અણધારી સફળતા મળશે. પ્રમોશન મળવાના પણ યોગ બની રહ્યાં છે. તમારી મહેનતાના જોરે તમે વધારેમાં વધારે વેતન મેળવશો. પરિવારજનો સાથે સંબંધોમાં મીઠાશ જળવાઈ રહશે. તેમજ આવકમાં પણ વૃદ્ધિ થશે.

9. ધનુ :

જ્યોતિષ દૃષ્ટિ અનુસાર આ સમય તમારા માટે અનેક ચૂનોતિઓથી ભરેલો રહેશે. આ સમય દરમ્યાન તમારે માનસિક પરિસ્થિતી અને ઘણી તકલીફનો સામનો કરવોં પાડવાના યોગ બની રહ્યાં છે. જો કે પરિવારમાં ભાઈ બહેનોથી તમને ઘણી ખુશી મળશે. તમે એવી કામયાબી મળશે કે તમને તમારા પર ગર્વ થશે. વિવાદોથી પરેશાન થઈને તમે તમારા જીવનસાથી સાથેનાં સંબંધોમાં ખટરાગ ઊભો કરી શકો છો. જો તમને પહેલાથી જ કોઈ બીમારી છે તો તેનો સમયસર યોગ્ય ઈલાજ કરવોં જોઈએ. નહીતર મોટી બીમારી અસર કરી શકે છે. હેલ્થનું ધ્યાન રાખવા નિયમિત રૂપથી વ્યાયામની સાથે થોડું સેહતનું ધ્યાન રાખવું.

10. મકર :

સ્વાસ્થય સંબંધી સમસ્યાથી તમે પરેશાન થઈ થઈ શકો છો. આ સમય દરમ્યાન તમને ધનહાનિ પણ થઈ શકે છે. આ વર્ષે તમારા ખર્ચનું પ્રમાણ વધશે. અને સાથે સાથે વિદેશ જવાના પણ યોગ બની રહ્યાં છે. તેમજ કમાવા માટેના ઘણા રસ્તાઓ ખુલશે. આ સમય તમારા માટે ઘણો જ અનુકૂળ બની રહેશે. તેમજ સમાજમાં તમારું નામ અને શોહરત પણ બનાવી શકશો. કાનૂની વાદ વિવાદનો સામનો કરવોં પડવાના ગોય દેખાઈ રહ્યાં છે. થોડું સમજી વિચારીને જ કોઈ પણ નિર્ણય લેવો.

11. કુંભ :

શનિની આ સ્થિતી તમારા માટે અનુકૂળ બની રહેશે. બહતર જિંદગી જીવવા માટે તમે જોયેલા સ્વપ્નો આ જ વર્ષમાં પૂરા થવાના યોગ છે. તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. કાર્ય સ્થળ પર તમને આગળ આવવાનાં ઘણા બધા મોકા મળવાના ચાન્સ છે. એટ્લે કામકાજ પર પૂરતું ધ્યાન આપવું આવશ્યક છે. આ સમય દરમ્યાન તમારે તમારા કૌશલ અને સાહસને સહી દિશામાં ઉપયોગ કરો. પછી જોવો તમને તમારા કામોનું યોગ્ય પરિણામ મળશે જ, પરિવારમાં નાના ભાઈ બહેનનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તો તેમની હેલ્થનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. તેમજ હેલ્ધી રહેવા માટે યોગ અને પ્રાણાયામ કરવું જરૂરી છે.

12. મીન :

તમારી રાશિમાં શનિને આ ભાવમાં પરીવર્તન કરવું શુભ નથી. જેના કારણે તમારી આયુમાં પણ ઘટાડો થઈ શકે છે. અને ખર્ચના પ્રમાણમાં વધારો થવાની શકયાતા છે. એટલા માટે ધનનો ઉપયોગ સમજી વિચારીને કરવો. આ સમય દરમ્યાન તમે નવી નોકરી માટે પણ વિચારી શકો છો, તમે પ્રયત્નો કર્યે રાખો અને કઠિન પરિશ્રમનું મહત્વ સમજી કાર્ય પણ કર્યે જાવ. ભલે મોડેથી તો મોડેથી સફળતા ચોક્કસ મળશે. તમારા માતાની હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. કામમાં વધારે વ્યસ્તતાને કારણે જીવનસાથીને ઓછો સમય ફાળવી શકશો. જેના કારણે લગ્નજીવનમાં વિવાદ ઊભો થઈ શકે છે. એટલા માટે સારું એ જ રહેશે કે તમે તમારા જીવનસાથીને અથવા તમારી પ્રેમીકાને સમય આપો.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here