6 સંકેત જે જણાવશે કે કલયુગનો અંત થવાનો છે, અને ભગાવન કલ્કિ અવતાર લેશે…વાંચો માહિતી

0

હિન્દૂ માન્યતાઓના આધારે, હાલ ચારે યુગોમાંનું છેલ્લું યુગ કળિયુગ ચાલી રહ્યું છે. દુનિયાના ખતમ થવાને લઇને ઘણા પ્રકારની વાતો થતી રહે છે અને તેમાંની એક એવી પણ છે કે વિષ્ણુ ભગવાન કલ્કિ અવતાર લઈને આ દુનિયાને પાપ મુક્ત કરશે અને નવી સૃષ્ટિનું સર્જન થાશે. ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર વિશે કહેવામાં આવે છે કે જ્યારે દુનિયામાં પાપ અધિક થઇ જાશે ત્યારે ભગવાન કલ્કિ અવતારમાં પ્રગટ થઈને પાપોનો નાશ કરશે. આ પ્રકારે કળિયુગનો અંત થઇ જાશે અને પછી આ દુનિયા નવી બનશે. પણ શું તમે જાણો છો કે કળિયુગના અંત અને કલ્કિ અવતાર વિશે ક્યાં ગ્રંથમાં જણાવામાં આવ્યું છે કે ક્યારે દુનિયા સમાપ્ત થઇ જાશે?

કળિયુગના ખતમ થવાનું વર્ણન કોઈ ગ્રન્થમાં નહીં પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં જ છે.

જેમાં કળિયુગના ખતમ હોવાના સંકેતની સાથે સાથે ભગવાન કલ્કિના રંગ રૂપ વિશે પણ જણાવામાં આવ્યું છે. શ્રીમદભાગવત મહાપુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુ અધર્મનો નાશ કરવા માટે કલ્કિ અવતારના રૂપમાં આવીને માત્ર 3 દિવસમાં કળિયુગનો અંત કરી દેશે અને એક નવી સૃષ્ટિની રચના કરશે. આ ગ્રન્થમાં જણાવામાં આવ્યું છે કે અંત-હોવાના પહેલા ક્યાં-ક્યાં સંકેતો જોવા મલશે.

1. ઔસત ઉંમર ઘટી જાશે:પુરી દુનિયામાં લોકો ભૂખ્યા-તરસ્યા અને અલગ-અલગ પરેશાનીઓથી ઘેરાયેલા રહેશે. તેઓને ઘણા પ્રકારની બીમારીઓ થઇ જાશે અને લોકોનું આયુષ્ય 20 થી 30 વર્ષ સુધીનું જ થઇ જાશે.

2. પાણી થઇ જાશે ખતમ:પૃથ્વી પર પાણીના દરેક સ્ત્રોત ખત્મ થઇ જશે, દરેક નદી-નાળા સુકાઈ જાશે. સાથે જ ખુદ ગંગા નદી પણ વૈકુંઠ ધામ ચાલી જાશે. સ્વાભાવિક વાત છે કે જયારે પાણી નહિ રહે તો લોકોમાં હાહાકર મચી જાશે. પાણી વગર ઇન્સાન જીવિત નહીં રહી શકે અને ઝાડ-પાન પણ સુકાઈ જાશે.

3. એક્સ્ટ્રા મૈરિટલ અફેયર:એક્સ્ટ્રા મૈરિટલ અફેયરનો મામલો પહેલાની તુલનામાં ખુબ જ વધી ગયો છે. ભાગવત ગ્રંથના અનુસાર કળિયુગના અંતના પહેલા પતિ-પત્ની એક-બીજાને દગો અને અન્ય સ્ત્રી-પુરુષોના સંબંધ બનાવશે. લગ્નની કોઈ જ વેલ્યુ નહિ બચે.

4. નહિ રહે તીર્થસ્થળ શુદ્ધ:શાંતિ અને ધર્મનું પ્રતીક તીર્થસ્થળ પણ શુદ્ધ નહિ રહે. તેની અહેમિયત ખત્મ થઇ જાશે અને ત્યાં પૂજા-પાઠની જગ્યાએ ગલત કામ થવા લાગશે.

5. સ્વાર્થ વધશે:ઇન્સાન ખુબ જ સ્વાર્થી થઇ જાશે અને પોતાના સ્વાર્થ માટે કોઈને પણ ધોખો આપવા લાગશે, હત્યા કરવાથી પણ પાછળ નહિ હટે. પૈસા કમાવા માટે કોઈપણ ખોટા કામ કરવા તૈયાર થઇ જાશે.

6. નાસ્તિક થઇ જાશે:ધર્મ અને ભગવાનને માનનારા લોકો ધીરે-ધીરે ખતમ થઇ જાશે અને સ્વાર્થ જ સૌથી મોટો ધર્મ બની જશે અને હર કોઈ નાસ્તિક બની જાશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!