જુઓ હરમાન બાવેજાનો બદલેલો લુક, પહેલી વારમાં હર કોઈ રહી જાશે હૈરાન, જુઓ ફોટોસ….

0

પ્રિયંકા ચોપડાના પૂર્વ પ્રેમી, એટલે કે હરમન બાવેજા તો તમને લોકોને યાદ જ હશે.એક સમય હતો કે જયારે હરમન બાવેજાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાની સાથે જ લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી અને એક નવી જ ઈમેજ કાયમ કરી હતી. તમને જણાવી દઈએ કે કદાચ હરમાન બાવેજાનો લુક ફિલ્મ સ્ટાર ‘કાબિલ’ અભિનેતા ઋત્વિક રોશનને મળે છે. તમાંરુ શું કહેવું છે?         

હરમન બાવેજાએ ફિલ્મ  “Love Story 2050” દ્વારા બોલીવુડમાં પહેલો પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ભવિષ્યમાં આવનારી નવી-નવી ટેકનોલોજી પર આધારિત હતી. આ ફિલ્મમાં ફીમેલ લીડ તરીકેની ભૂમિકા પ્રિયંકા ચોપડાએ અદા કરી હતી.

જણાવી દઈએ કે હરમને પોતાના સમયમાં સારી એવી લોકપ્રિયતાતો મેળવી હતી પણ, તેનું આ મુવી કાઈ ખાસ ઈમ્પ્રેસન આપી શક્યું ન હતું, અને સાથે જ બોક્ષ ઓફીસ પર પણ આ મુવીનો સારો દેખાવ ન હતો.  જો કે તેની અન્ય ફિલ્મો જેવી કે “What’s Your Raashee?” અને “Victory” માં પણ તેમણે સારો એવો રોલ પ્લે કર્યો હતો, પણ આગળની જેમ આ મુવીસ પણ ફ્લોપ મુવીસના લીસ્ટમાં હતી.

હરમન બાવેજાએ વર્ષ 2014 ના સમયે ફરીથી  “Dishkiyaoon” મુવી સાથે કમબેક કરવાની કોશિશ કરી, છતાં પણ તે પોતાના ડૂબતા ફિલ્મી કેરિયરને બચાવી શક્યો ન હતો. પાછળના દિવસોમાં તે B-Town માંથી પણ હાથ ધોઈ બેસ્યો હતો. રીપોર્ટની જાણકારી પ્રમાણે હરમન બાવેજાના પિતા ‘હેરી બાવેજા’ એ હિન્દી ફિલ્મોમાં એક્શન થ્રીલર મુવી તરીકેના ઘણા એવા પ્લાન કર્યા, પણ તેનું કઈ ખાસ પરિણામ ન આવ્યું.

જાણવામાં આવ્યું છે કે હાલમાં જ હરમાન બાવેજા મુંબઈની એક રેસ્ટોરંટ માં નજરમાં આવ્યો હતો. અને તમે વિશ્વાસ નહી કરો કે તેમનો લુક કેટલો બદલાઈ ગયો છે. હાલ તે એકદમ અલગજ લુકમાં દેખાવા લાગ્યો છે. તેનો બદલેલો લુક અહી આપેલા ફોટોમાં આસાનીથી જોવા મળે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.