આજનું રાશિફળ – બધી રાશિઓ માટે, મીન રાશિના જાતકો ખાસ વાંચો .. …

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમે જે ધાર્યું છે એ કામ કરવામાં કોઈ બાધા આવી શકે છે. ઓફિસમાં કે કામ કરવાના સ્થળે મગજ શાંત રાખીને કામ કરવું, બીજા લોકો પર ગુસ્સે થવું નહિ. તમારે આજે જે થાય છે અર સારા માટે જ થાય છે એવું વિચારીને ચાલવાનું છે. જો આજે કોઈ નિષ્ફળતાનો સામનો કરવો પડે તો તેનાથી ડરવાની કે ડગવાની જરૂરત નથી. આજે તમારા પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે. જીવનસાથીના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો ઉભા થશે. સંતાનો તરફથી સારા સમાચાર મળશે. વિદ્યાર્થી વર્ગના મિત્રોએ આજે અચાનક આવી પડતા ટેસ્ટ કે પરીક્ષાનો સામનો કરવો પડશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): લાંબા સમયની બીમારીને દૂર કરવા માંગો છો તો જીવનસાથી સાથે ટૂંકી મુસાફરી કરવા માટે જાવ. ધાર્મિક તહેવારો તમારું મન પ્રફુલિત કરી શકે. આજના દિવસે કોઈની સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં કાબુ રાખજો. કોઈનું મનદુઃખ ના થાય તેની તકેદારી રાખજો. નોકરી કરતા મિત્રો આજે ઓફિસમાં તમારા કામ પ્રત્યે ઈમાનદાર રહેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):લાંબા સમયની બીમારીને દૂર કરવા માંગો છો તો જીવનસાથી સાથે ટૂંકી મુસાફરી કરવા માટે જાવ. ધાર્મિક તહેવારો તમારું મન પ્રફુલિત કરી શકે. આજના દિવસે કોઈની સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તનમાં કાબુ રાખજો. કોઈનું મનદુઃખ ના થાય તેની તકેદારી રાખજો. નોકરી કરતા મિત્રો આજે ઓફિસમાં તમારા કામ પ્રત્યે ઈમાનદાર રહેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer): આજે સવારથી જ સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. વધારે પડતો કામનો બોજ લેશો નહિ. તમારી આંતરિક શક્તિને બધાની સામે લાવવાનો સમય આવી ગયો છે. આજનો દિવસ તમે જે પણ કોઈ નવું કામ કે પ્રોજેક્ટ શરુ કરવા માંગતા હોવ તો સારો દિવસ છે. રોકાણ કરવા માટેની આજે સારી તકો આવશે. તમારા ઉપરી અધિકારી કે વડીલોની સલાહ લીધા વગર કોઈપણ જગ્યાએ રોકાણ કરવું નુકશાનને આમંત્રણ આપી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):જો ભવિષ્યને લઈને તમે કોઈ પ્લાન બનાવ્યો છે તો તેની શરૂઆત આજથી કરશો નહિ, તમારા નવા કામને લગતા વિચારો બહારના લોકોને જણાવશો નહિ, વેપારી મિત્રોને આજે મુસાફરી કરવાના યોગ છે તો જરૂરિયાતના કાગળ અને દવાઓ સાથે રાખો નહિ તો સ્વસ્થ્ય ખરાબ થવાના યોગ છે. જીવનસાથી જો ઘણા સમયથી નારાઝ છે તો તેમને કોઈ ભેટ આપીને મનાવી લો. આજની રાત તમારા જીવનની સૌથી યાદગાર રાત બની રહેશે. સંતાનો આજે તમારી મદદ માંગે કોઈ કામમાં તો પ્રેમથી તેમને સમજાવો અને મદદ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારા કામના સ્થળે અને ઘરે તમારે અનેક સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે દરેક મુશ્કેલીઓનો સામનો હસતા હસતા અને શાંત મને કરવાનો છે. કોઈપણ પ્રકારનો ગુસ્સો આજે તમારે કરવાનો નથી. આજે કામના બોજના લીધે તાણ જેવું લાગશે પણ જો તમે દરેક કામ બરોબર કરજો અને તકેદારી રાખીને કરજો. ભવિષ્યમાં તમને આ કાર્યનો ફાયદો જરૂર મળશે. તમારી કે તમારા ઓફિસની કોઈપણ સિક્રેટ વાત બીજા કોઈને કરવાની નથી નહિ તો તમને નુકશાન થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):આજે જુના મિત્રો સાથે વાત કરીને મન પ્રફુલ્લિત રહેશે. આજે ખર્ચ વધશે, જીવન જરૂરિયાતની વસ્તુઓ અને તેની પાછળ ખર્ચ કરો. નાહકનો અને વધારાની વસ્તુઓ અને દેખાડો કરવા માટે કોઈ ખર્ચ કરશો નહિ. પરિવાર સાથે આજની સાંજ વિતાવો. તમારા લગ્નજીવનનો આજે સૌથી સુંદર દિવસ જશે. તમારા જીવનસાથી તરફથી તમને આજે રોમેન્ટિક સરપ્રાઈઝ મળશે. બહુ પહેલા કરેલા રોકાણનું આજે તમને સારું એવું વળતર મળશે. તમારા જીવનસાથી તરફથી પણ તમને પુરતો સહયોગ મળશે. આજનો દિવસ રોજ કરતા વિશેષ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

8. વૃષિક – ન,ય(Scorpio):જો નોકરી કે વેપાર માટે કોઈ નવીન કામ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે બહેન અને દિકરીઓના હાથે એ કાર્યની શરૂઆત કરાવો. નોકરી કરતા મિત્રો માટે પણ પ્રમોશનના યોગ બને છે. ઘરમાં જો તમે નાની નાની વાતે ગુસ્સે થતા હોય તો આ આદત હવે તમારે છોડી દેવાની છે. તમારા માતા પિતા ના સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખો. વાત વાતમાં આજે તમારા સિક્રેટ પ્લાન કોઈને જણાવી નહિ દેતા. ભવિષ્યમાં તમને નુકશાન થઇ શકે છે. વધુ પડતો શ્રમ તમને શારીરિક બીમાર બનાવી શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): જે પણ મિત્રો પોતાનું વજન ઘટાડવા માટે તૈયારી કરી રહ્યા છે તેમણે પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી જરૂરી છે. તમે ઈચ્છો તો યોગાસન અને પ્રાણાયામ કરવાની જરૂરત છે. આજે ખાવા પીવામાં તકેદારી રાખવી, સાંજના સમયે ગેસ અને પેટના દુખાવાની તકલીફ થઇ શકે છે. ઓફિસમાં આજે તમારા અટકી પડેલા કાર્ય પુરા થશે અને તમારા કામથી તમારા ઉપરી અધિકારી તમારાથી ખુબ ખુશ રહેશે. આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn): આજે તમારા કામમાં તમને તમારા ઉપરી અધિકારી અથવા તો બોસની પુરતી મદદ મળી રહેશે જેના કારણે તમારા અટકી પડેલા કામ પૂર્ણ થશે પણ તકેદારી રાખજો તમારાથી કોઈ ખામી રહી ના જાય. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખૂબ ખુશ રહેશે, તમારા જીવનસાથી સાથે આજે નરમાશથી વાત કરો તમારા ઉગ્ર સ્વભાવના કારણે મતભેદ થવાની શક્યતાઓ છે. જુના મિત્રો સાથેની મુલાકાત તમારી સાંજ બનાવી દેશે, તમારા બાળકો સાથે આજે સમય વિતાવો આજે તમારા બાળકોને તમારી જરૂરિયાત છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):આજે કોઈપણ સારી કે લલચાવનારી રોકાણ કરવાની સ્કીમ આવે તો તેની તરફ બહુ ધ્યાન આપશો નહિ આજે પૈસા ડૂબવાના યોગ છે. આજે પરિવાર સાથે થોડો સમય પસાર કરો. લગ્ન સમયને યાદ કરીને તમે અને તમારા જીવનસાથી બંને ખુશ થઇ જશો અને આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : ગ્રે

12. મીન – દ,ચ,જ,થ(Pisces):હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

૨. જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

૩. જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.

૪. આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો.

૫. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

૬. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષના અંતે તમને નોકરી માટેના અને વેપાર માટેના અનેક સારા રસ્તાઓ મળશે. તમારી દરેક ખુશીમાં પરિવારને અને જીવનસાથીને સામેલ કરજો અને સમય આવ્યે તેમનો આભાર માનવાનું નહિ.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

નબળું શરીર નહિ પણ નબળા વિચાર વ્યક્તિને નબળા બનાવે છે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here