વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર અને કલર સાથે…

0

1. મેષ (Aries): પાર્ટનર સાથે ની બોલાચાલી પૂર્ણ થશે. આર્થિક ક્ષેત્ર માં આપની મહત્વકાંક્ષા પર ધ્યાન આપવું. સારી સફળતા પણ મળી શકે છે. એક સમસ્યા નો ઉકેલ લાવ્યા બાદ જ બીજો વિચાર કરવો. પાર્ટનર આપની બધી વાત માનશે, પરંતુ આપને પણ વાણી પર સંયમ રાખવો જોશે. પ્રોપર્ટી થી ફાયદો પણ થઇ શકે છે. વ્યાપારી માટે સારો સમય રહેશે. બીઝનેસ પાર્ટનર થી સંબંધ ઠીક હશે.
શુભ અંક : ૧
શુભ રંગ  : પીળો
2.વૃષભ (Taurus): કેટલાક કાર્ય માં આપને કિસ્મત નો સાથ સહકાર મળશે. ગોચર કુંડળી માં કિસ્મત ના ઘરે ચંદ્રમાં હોવા ના કારણે આવું થશે. ઘણા લોકો અજાણ રીતે જ આપની મદદ કરી જશે. સડક પર ચાલતા અથવા વાહન ચલાવતા થોડું સાવધાન રહેવું. એક કાર્ય માં મન નહિ લાગે. મન બદલાયા કરશે. પ્રેમ દર્શાવનાર માટે સારો દિવસ છે. વિવાહિત લોકો આપના પાર્ટનર પર ધ્યાન આપવું.તબિયત સારી રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ  : લીલો

3. મિથુન (Gemini): આજુબાજુ ના લોકો સાથે મળી ને કાર્ય કરવા નો દિવસ છે. આપને કરિયર ના ઓપ્શન પર વિચારવું જોઈએ.મિત્રો ને સાથે મળી ને વાત શેર કરો. તણાવ ઓછો થશે. સમય આપના ફેવર માં ઓછો હશે. શાંત રહેવું. જોખમ ના લેવો. લવ લાઈફ માં વિવાદ આવી શકે છે. આપને તેનું સમાધાન કરી લેવું જોઈએ. ભણવા માં મન લગાડવા માટે એકલું બેસવું. વિદ્યાર્થી સારી સફળતા મળે.
શુભ અંક : ૮
શુભ રંગ  : સોનેરી 
4. કર્ક (Cancer): આપના નોલેજ અને અનુભવ થી આપ લોકો ના મન ની વાત અથવા તેમના ઈરાદા જાણી લેશો. દરેક વસ્તુ ને ઊંડાણમાં માં જઈને તપાસ કરશો. દાંપત્યજીવન માં મધુરતા આવશે. દુશ્મન થી સાવધાન રહેવું. કોઈ ગંભીર વાત આપ થી છુપાવા માં આવી શકે છે. આપને સાવધાન રહેવું જોશે. આ રાશી ના લગ્નજીવન વાળા લોકો ને પાર્ટનર ની સાથે વધુ ને વધુ સમય વીતવા નો મોકો મળી શકે છે. કોમર્સ વિષય માં જોડાયેલા વિદ્યાર્થી માટે સારો દિવસ છે.
શુભ અંક : ૪
શુભ રંગ  : વાયોલેટ
5. સિંહ (Lio): કિસ્મત નો સાથ થોડો ઓછો મળશે. વિચારેલા કાર્ય પૂર્ણ થશે. નજીકના અને કામકાજી જીવન માં પ્રાસ્ન્નતા અને સકારાત્મકતા રહેશે. તબિયત ના વિષે ડોક્ટર સાથે વાત કરવી અનુકુળ રહેશે. લાપરવાહી થી નુકસાન થઇ શકે છે. ભાવનાત્મક સંબંધ ઊંડા થશે. પાર્ટનર નો સ્વભાવ સારો રહેશે. આપની તબિયત પર ધ્યાન દેવું. વધુ ભોજન કરવું આપના માટે નુકસાનદાયી બની શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ  : સફેદ 
6. કન્યા (Virgo): ઓફીસ અથવા બીઝનેસ માં કોઈ જૂની વ્યક્તિ થી ફાયદો થતો જણાય. આપ થી જોડાયેલા દરેક વ્યક્તિ ને આપથી ફાયદાની આશા રહેશે. થોડા જરૂરી કાર્ય પૂર્ણ ન થવાથી આપ થોડા ચિંતીત હશો.નજીકના સંબંધ માં થોડી અનબન બની શકે છે. ભાવાત્મક રીતે સુરક્ષિત અનુભવ કરશો.નવા કાર્ય શરુ ના કરવા. કામકાજ માં રોક આવી શકે છે. માથા નો દુખવો અને ઊંઘ ના આવને લીધે થોડા દુઃખી રહેશો. ખાવા- પીવા પર ધ્યાન આપવું.
શુભ અંક : ૭
શુભ રંગ  : કેસરી 

7. તુલા (Libra): કોઈ કાર્ય અટકશે નહિ. ભાઈઓ તથા મિત્રો થી મદદ મળશે. કેટલાક અજાણ્યા લોકો પણ આપની મદદ કરશે. કિસ્મત નો સાથ મળશે. ખુદ પર કંટ્રોલ કરવો. આડી- અવળી વાતો માં મન ભટકી શકે છે. આપને સાવધાન રહેવું જોઈએ. આપની ભાવના આપના પાર્ટનર ને કહેવી. રિલેશન મજબુત બનશે. પૈસા ના પ્રશ્ન માં ફસાઈ શકો છો. ગળા ની બીમારી થઇ શકે છે. એલર્જી પન્ન થઇ શકે છે, માટે સાવધાન રહેવું.
શુભ અંક : ૩
શુભ રંગ  : લાલ
8. વૃશ્ચિક (Scorpio): દિવસ સારો છે. કોઈ મહત્વપૂર્ણ જવાબદારી પૂર્ણ થશે. મિત્રો અને ચાહનાર લોકો સાથે વાતચીત થશે. પરિવાર ના ઘણા વિષય પર ધ્યાન આપશો. આપ કોઈ પણ કાર્ય માં અતિ ના કરતાં. બીજા ના કાર્ય માં રોક- ટોક કરશો તો આપના સંબંધ જોખમ માં પડી શકે છે. પાર્ટનર થી મદદ મળશે. તળેલી વસ્તુ ઓછી ખાવી બને તો દુર રહેવું તેવી વસ્તુ થી.
શુભ અંક : ૨
શુભ રંગ  : ગુલાબી 
9.ધન (Sagittarius): કરેલા કાર્ય થી આપને ઘણો ફાયદો થશે. આજે આપ પૈસા સંબંધીત કાર્ય કરશો.તેનું પૂરું પરિણામ આપને મળશે. આપ તે જ કરશો જે તમારું મન કહેશે. કોઈ કાર્ય માં અનુમાન થી વધુ મહેનત અને સમય લાગી શકે છે. કેટલાક વિષય ને લઇ ને આપ થોડા કન્ફયુઝડ રહેશો. વિદ્યાર્થી કોઈ મુશ્કેલ પ્રશ્ન કે સમસ્યા માં ફસાઈ શકે છે.નવી રીતે તે વિષય ને હલ કરવો.
શુભ અંક : ૫
શુભ રંગ  : પીળો
10. મકર(Capricorn): પાર્ટનર થી પ્રેમ અને શારીરિક સુખ ની અપેક્ષા રહેશે. ખુદ પર કંટ્રોલ કરવો પડશે. કોઈ મિત્ર થી સંબંધ સારા બની શકે છે. મહત્વપૂર્ણ વિષય માં ઊંડાણમાં જઈ ને વિચાર કરવો.જીવનસાથી સાથે વધુ સમય પસાર કરવા પ્રયત્ન કરવો. ટેકનીકલ ફિલ્ડ વાળા વિધાર્થી ને મહેનત વધુ કરવી જોશે. ભણવા માં મન એકાગ્ર કરવું પડશે.
શુભ અંક : ૯
શુભ રંગ  : મજેન્ટા
11. કુંભ (Aquarius): વ્હીકલ નો ઉપયોગ ધ્યાન થી કરવો.જરૂરી કાર્ય પૂર્ણ કરવા કોઈ ભરોસા વાળું વ્યક્તિ મદદ કરી શકે છે. જુના અટકેલા પૈસા પાછા મળી શકે છે. કેટલાક લોકો થી આપને ખુબ ઉપયોગી સલાહ મળશે. આપે આજ ના દિવસ માં કઈ પણ નવું કરતાં પહેલા વિચાર કરવો. નવા સંબંધ બનાવી શકશો. તબિયત પહેલા કરતાં સારી રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ  : ક્રીમ
12. મીન (Pisces): થોડા વિષય માં અચાનક ફાયદો થશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે સીધી અને ખુલી ને વાત કરી શકશો. બીઝનેસ અથવા પર્સનલ વિષય માં લોન લેવી પડે. વગર ઈચ્છા એ ખર્ચ કરવા પડે. જીવનસાથી ની તબિયત માટે થોડા ચિંતા માં રહો.વિધાર્થી ઘણા વિષય માં સફળ રહેશે. ભણતા લોકો પર દાબ ના કરવો. બેરોજગાર ને રોજગાર મળી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ  : ભૂરો

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here