56 વર્ષનો સુનિલ શેટ્ટી નથી ખાતો રોટલી, મેંગ્લોરથી મંગાવે છે સ્પેશિયલ ભાત, માત્ર 28 ઈંચની છે કમર…

0

56 વર્ષ ના એક્ટર સુનિલ શેટ્ટી પોતાની ફિટનેસને લઈને ખુબ જ કોન્શિયશ છે. આવળી મોટી ઉંમરમાં પણ તેની બોડી જોવા લાયક છે. તેમણે હાલમાં જ પોતાના ઈનસ્ટાગ્રામ પર 6 એબ્સ બનાવી રહેલી એક તસ્વીર શેયર કરી છે. ફોટો શેયર કરતા જ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ બોલ્યા કે, ‘What a body Aanna’. જણાવી દઈએ કે ખુદ ને ફિટ રાખવા માટે હાર્ડ રૂટિન ફોલો કરે છે સુનિલ શેટ્ટી.એક ઇન્ટરવ્યૂમાં સુનિલે કહ્યું હતું કે તે ખુદ ને ફિટ રાખવા માટે ખુબ જ હાર્ડ રૂટિન ફોલો કરે છે. તે જંક ફૂડ અને તળેલી આઈટમથી દૂર રહે છે અને ઘરનું જ બનાવેલું ભોજન જ લે છે. સાથે જ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન તેના ડાયેટમાં ભરપૂર માત્રામાં હોય છે. જણાવી દઈએ કે સુનિલ શેટ્ટી ઘઉં ની બનાવેલી ચીજો પણ નથી ખાતા અને મેંગ્લોર થી સ્પેશિયલ બ્રાઇન રાઇઝ મંગાવે છે. અત્યારે આ ઉંમરમાં પણ તેની કમર માત્ર 28 ઇંચ ની જ છે.

આવું છે તેનું એક્સરસાઇઝ રૂટિન:
એક ઇન્ટરવ્યૂમાં સુનિલે જણાવ્યું હતું કે તે રોજ સવારે 5 વાગતા જ ઉઠી જાય છે અને બે કલાક સુધી અલગ-અલગ એક્સરસાઇઝ કરતા રહે છે. તેમણે જણાવ્યું કે, ”હું પહેલા એક કલાક માત્ર યોગા અને પ્રાણાયામ કરું છું. તેના પછી 45 મિનિટ જીમમાં વર્કઆઉટ કરું છું”. સુનિલે જણાવ્યું કે, ”જયારે હું યુવાન હતો ત્યારે રિયલ હૈવી લિફ્ટિંગ, વેટ અને કઠિન વર્કઆઉટ કરતો હતો, અને અત્યારે પણ તેવો જ વર્કઆઉટ કરું છું. હું પ્લાન કરીને એક્સરસાઇઝ કરું છું. જો મેં શરૂઆતમાં જ હૈવી વેટની સાથે 10 Reps લગાવી લીધા છે તો 20 Reps હલકા વજનની સાથે લગાવું છું. મસલ્સ ગ્રુપ માટે મારું ફોકસ અલગ અલગ એક્સરસાઇઝ માટે ત્રણ કે ચાર સેટ લગાવ પર થાય છે”.
1992 ના વર્ષમાં કર્યું ડેબ્યુ:

સુનિલ શેટ્ટી એ 1992 માં આવેલી ફિલ્મ બલવાન દ્વારા બોલીવુડમાં કદમ રાખ્યો હતો. તેના સિવાય તેમણે વક્ત હમારા હૈ, દિલવાલે, મોહરા, એક થા રાજા, બોર્ડર, આક્રોશ, બડે દિલવાલા, ધડકન, આવારા પાગલ દીવાના, ભાઈ, મૈં હું ના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે હાલ તેની પાસે કોઈ જ ફિલ્મ નથી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!