51 વર્ષ પહેલા જે મૃત વ્યક્તિ ને બરફ માં જમાવીને રાખ્યો હતો, હવે તેને જીવિત કરવાનું છે અમેરિકા, વૈજ્ઞાનિકો એ જણાવી જીવિત કરવાની ટેક્નિક….

0

અમેરિકા ની વૈજ્ઞાનિકોનો દાવો છે કે તેઓ જલ્દી જ દુનિયામાં સૌથી પહેલા જમાવીને રાખેલા એક મૃત વ્યક્તિ ને ફિરથી જીવિત કરી શકે છે. એમરિકાના મિશિગન ના ક્રાયોનિક્સ ઇન્સ્ટીટ્યુટના પ્રેસિડેન્ટ ડેનિસ કોવાલ્સ્કી એ આ વિચિત્ર બાબતનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 1967 મી પહેલી વાર કોઈ એક વ્યક્તિ ના મૃત્યુ પછી તેને બરફ માં જમાવીને રાખવામાં આવ્યું હતું, એ જ ઉમ્મીદ માં કે ભવિષ્ય માં તેને ફરીથી જીવિત કરવાની કોશિશ કરી શકાશે. આ વ્યક્તિ નૂ નામ ‘જેમ્સ બેડફોર્ડ’ હતું.વાત 1965 ની છે. મૃત્યુ પછી ના જીવન પર રિસર્ચ કરનારી સંસ્થા  ‘लाइफ एक्सटेंशन सोसायटी’ એ ઓફર આપી કે તે કોઈપણ એક વ્યક્તિના મૃત્યુ પછી તેઓને સાંભળીને રાખી શકે છે. સોસાયટી દ્વારા બતાવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિ ના શરીર ને જમાવીને રાખવામાં આવશે, જેના પછી તેને ફરીથી જીવિત કરવાની કોશિશ કરી શકાશે. તેના માટે જેમ્સ બેડફોર્ડ નામના અમેરિકા ના એક પ્રોફેસર જે કિડની કેન્સર થી પીડિત હતા અને તે સમયમાં તેનો ઈલાજ સંભવ ન હતો. માટે તેમણે પોતાની પુરી સંપત્તિ સોસાયટી ને દાન કરીને પોતાનું શરીર જમાવાની ઈચ્છા જાહેર કરી હતી. તેના પછી 1967 માં તેની મૃત્યુ પછી તેને ક્રાયોપ્રિઝર્વેશન ના દ્વારા જમાવીને રાખવામાં આવ્યા હતા, જે આજે 51 વર્ષ પછી પણ મોજુદ છે.ટેસ્ટ માં આવ્યું સામે, મગજ રહે છે જીવિત:
ઘણા એવા વૈજ્ઞાનિકો નું માનવું છે કે કોઈપણ ને એકદમ ઠંડા માહોલમાં જમાવી દીધા પછી તેને ફરીથી જીવિત કરી શકવાની સંભાવના છે. આવો પ્રયોગ સસલા પર પણ કરવામાં આવ્યો હતો. એક સસલા ને મગજના ક્રાયોનિક્સ ટેક્નિકથી ખુબ જ ઠંડી જગ્યા પર રાખવામાં આવ્યો હતો. તેનું મગજ ઘણા મહિનાઓ સુધી સુરક્ષિત હતું. જો કે વૈજ્ઞાનિકો માને છે કે કોઈ મૃત સસલું અને મૃત વ્યક્તિ ના મગજને ફરીથી જીવંત કરવામાં ઘણો એવો ફરક છે.

પણ ખુબ જ જલ્દી આવું થઇ શકશે:જો કે, ડેનિસ નું માનવું છે કે તેઓ આ ટેક્નિક ની નજીક પહોંચી ચુક્યા છે. આગળના દસ વર્ષોમાં ક્રાયોપ્રીઝર્વેશન કે કોઈને ખુબ જ ઠંડા માહોલમાં રાખીને ફરીથી તેમાં જીવ નાખવો, એક સામાન્ય બાબત બની જાશે.

જો જીવિત થયા મુર્દા:ડેનિસે જણાવ્યું કે વૈજ્ઞાનિકો આ વાત પર પણ સ્ટડી કરી રહ્યા છે કે ક્રાયોપ્રિઝર્વેશન દ્વારા જીવિત થયેલા લોકો કઈ પ્રકરના હશે. તે એ વાત પર નિર્ભર કરશે કે તે જામ કરી દેનારાઓને કેટલા સમય પછી જીવિત કરે. અમુક લોકો કહે છે કે તેમાં ત્રીસ થી ચાલીસ વર્ષ લાગશે. બની શકે છે કે આટલા સમય પછી તે વ્યક્તિના જીવિત થવા પર તેના પૌત્ર-પૌત્રી તેના સ્વાગત માટે ઉભેલા હોય.

પણ જો ફરીથી જીવિત થવામાં સો વર્ષ કે તેનાથી વધુ સમય લાગે તો તેના પરિવાના લોકો તેને ભૂલી ચુક્યા હશે. આ સિવાય આવા દૌર માં જીવિત થનારા લોકોને અન્ય ચુનૌતીઓનો સામનો પણ કરવો પડી શકે છે.

ઘણા વજ્ઞાનિકો એ ગણ્યું પાગલપન:વૈજ્ઞાનિકો નું એક વર્ગ આ ટેક્નિકનું સમર્થન કરે છે તો અમુક તેને પૈસા ની બરબાદી, મુરખામી અને ગાંડાપણું જણાવે છે. અમુક નું માનવું છે કે મૃત્યુ ને ચુનૌતી આપવી અને મુર્દા માં ફરીથી જીવ પૂરવો અસંભવ છે. ફરીથી જીવિત થયેલા મગજનો મતલબ છે કે મૃત્યુ ને હરાવી નાખવી. મૃત્યુ કોઈપણ સજીવ નો એક ખાસ હિસ્સો છે. તેનો વિનાશ, નવા પ્રકારના સવાલો ઉભા કરી શકે છે. એક વૈજ્ઞાનિકે કહ્યું કે, “आप प्रकृति को चुनौती देने को सोच रहे हैं, तो आप पागल हैं “।

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here