51 વર્ષ ની ઉંમરમાં કઈ રીતે ફિટ રહે છે અક્ષય કુમાર….વાંચવા જેવું છે…

0

જણાવી દઈએ કે અક્ષય કુમાર હાલ 51 વર્ષ ના થઇ ચુક્યા છે. ઉંમર ના આ પડાવ પર પહોંચ્યા પછી પણ તે એકદમ ફિટ ને હિટ નજરમાં આવે છે. જો તમે પણ તમારા આ ફેવરિટ સિતારા ની જેમ ફિટ એન્ડ ફાઈન બની રહેવા માગો છો તો તેના ફિટનેસ, ટાઈમ અને ફ્યુચર મેનેજમેન્ટ થી ખાસ ટિપ્સ લઇ શકો છો. અક્ષય કુમાર નું કહેવું છે કે તે શરીર ને પ્રાકૃતિક રીતે ફિટ રાખવામાં માને છે. બૉલીવુડ માં એબ્સ ના વધતા જાતા ચલણ પર પૂછતા તેણે જવાબ આપ્યો કે, ”એબ્સ બનાવામાં ખુબ જ સમય લાગે છે, જે આસાનીથી નથી બનતા”.

આ છે તેની ફિટનેસ ટિપ્સ:તે ત્રણ દશકો થી વર્ક આઉટ કરી રહ્યા છે, પણ તેના 6 કે 8 પૈક નથી, તે એટલા માટે કેમ કે તેમણે બોડી બનાવા માટેનું શોર્ટકટ નથી લીધું. તે પ્રોટીન શેક કે ઈનહૈન્સર નથી લેતા. સરળ શબ્દો માં કહીયે તો તે બોડી બનાવા માટે કોઈ પણ અમેરિકી ઉત્પાદ નથી. તે માત્ર દૂધ, શાકભાજીઓ, શલગમ અને બ્રાઉન રાઈસ ખાઈ ને શરીરને બનાવાની કોશિશ કરે છે. સાંજે 7 પછી ભોજન નથી લેતા અને પ્રોસેસ્ડ ફૂડ થી બચે છે. લેટ નાઈટ પાર્ટી, દારૂ અને સ્મોકિંગ ને તે પોતાના જીવનથી દૂર રાખે છે.

વર્ષ માં ચાર-પાંચ ફિલ્મો કરીને પણ રજાઓ મનાવે છે:તે પોતાની કોઈપણ ફિલ્મની શૂટિંગ માં દોઢ મહિના કરતા વધુ સમય નથી લગાવતા. મોટાભાગે તેની ફિલ્મો 25 થી 28 દિવસમાં પુરી થઇ જાય છે. આ વર્ષે આવેલી એયરલિફ્ટ ને 45 દિવસો લાગ્યા હતા. આવી રીતે તે વર્ષ માં ચાર-પાંચ ફિલ્મો કરી ને બે થી ત્રણ મહિનાની રજાઓમાં ફરવા માટે નીકળી પડે છે.

રિટાયરમેન્ટ પ્લાન નું સેફ ઈન્વેસ્ટમેન્ટ:એક સમય હતો જ્યારે અક્ષય કુમારની 14 ફિલ્મો લગાતાર ફ્લોપ થઇ હતી. તેના છતાં આજે તે ઇન્ડસ્ટ્રીના સફળ એક્ટર માના એક છે. તે સમયથી પસાર થવાને લીધે આજે પણ તે પૈસા ની કિંમત ને ખુબ સારી રીતે સમજે છે. તેમણે પોતાના આવનારા ફ્યુચર ની પ્લાંનિંગ અત્યાર થી જ કરી લીધી છે. એક તો હરિ ઓમ ભાટિયા ના નામથી તેની પોતાની પ્રોડક્શન કંપની છે, જે લગાતાર ફિલ્મો બનાવી રહી છે. અશ્વિની યાર્ડી તેના ટેલી શો ના વિંગ ને સંભાળે છે.

આ સિવાય તે વિકી ઓબેરોય ની સાથે રિયલ એસ્ટેટ માં નિવેશ કરે છે. સૌભાગ્ય થી તે એકદમ બેસ્ટ સાબિત થયા. એટલે કે અક્ષય ની પાંચે આંગળીઓ માં ઘી છે, તેની ખુશી જ તેના ચમકતા ચેહરાનું રહસ્ય છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!