50 વર્ષની શુભકામના આપવા માટે અમિતાભની પાસે ગયા અભિષેક, મળ્યો એવો જવાબ કે દીકરાના છલકાઈ ગયા આંસુ…

0

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન એ પોતાના કેરિયરના 50 વર્ષ પુરા કરી લીધા છે. સિનેમા જગતના મહાનાયક કહેવામાં આવતા સ્ટાર અમિતાભ બચ્ચન એ ઇન્ડસ્ટ્રીમાં ન જાણે કેટલી સુપરહિટ ફિલ્મો આપી છે. પહેલાની પેઢી જ નહીં પણ આજની પેઢી પણ તેના કામને પસંદ કરે છે. હાલમાં અમિતાભજીના પોતાના કેરિયરના 50 વર્ષ પુરા થયા પર તેના દીકરા અભિષેક બચ્ચનએ પણ એક ભાવુક પોસ્ટ શેર કરી છે.

Image Source

અભિષેકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસ્વીર શેર કરી છે. આ દરમિયાન તે અમિતાભજીની તસ્વીરવાળી ટી-શર્ટ પહેરેલા નજરમાં આવ્યા હતા. સાથે તેને લખ્યું, “મારા ICON. મારા પિતા, સારા મિત્ર, એક માર્ગદર્શક, આદર્શ, એક હીરો, સારા આલોચક અને સૌથી મોટો સહારો. આજથી 50 વર્ષ પહેલા આ જ દિવસે તેમને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે પણ તેમનું પેશન એ જ રીતે બરકરાર છે. એ જ રીતે જેવું પહેલા દિવસે હતું. પ્રિય પા, આજે અમે તમારા એ જ ટેલેન્ટ, પેશન, પ્રતિભા અને તમારા પ્રભાવશાળી વ્યક્તિત્વના એ દિવસને સેલિબ્રેટ કરીએ છીએ. તમને આવનારા 50 વર્ષો સુધી આ જ રીતે કામ કરતા જોવા ઇચ્છીએ છીએ.”

 

View this post on Instagram

 

ICON! To me, he’s so much more. My father, best friend, guide, best critic, greatest support, idol….. HERO! 50 years today he started his journey in films. Even today, his passion and love for his craft and work is the same as I’m sure it was on the first day. Dearest Pa, today we celebrate you, your talent, your passion, your brilliance and your immense influence. Can’t wait to see what you have in store for the next 50 years. The coolest thing he taught me today…. As I went, in the morning to wish him for completing 50 years of being an actor and to tell him that I was leaving for work- I asked him where he was all ready to go to? He said….. To work! 💪 . . . . #50yrsofBigB #amitabhbachchan #BigB

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેકે આગળ લખ્યું કે, અમિતાભ બચ્ચન પાસેથી આજે તેમને શું શીખ્યું છે. તેમને લખ્યું કે આજે મેં તમારી પાસેથી કૂલેસ્ટ વસ્તુ એ શીખી છે કે આજે જયારે હું સવારે ઉઠ્યો અને તેમને વિશ કરવા જઈ રહ્યો હતો ત્યારે મેં તેમને તૈયાર થતા જોયા અને તેમને પૂછ્યું કે ક્યાં જઈ રહયા છો, જેના પર અમિતાભે કહ્યું કે તેઓ કામ કરવા જઈ રહયા છે. આ એક અભિનેતાની સૌથી મોટી ઉપલબ્ધી છે.

અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાએ પણ ટવીટર પર એક વિડીયો શેર કરતા બિગ બીને શુભકામના આપી જેને બિગ બીએ રીટ્વિટ કરતા ધન્યવાદ કહ્યું.

અમિતાભ બચ્ચને ખરીદી દેશની સૌથી મોંઘી કાર, થોડા સમય પહેલા જ વેચી દીધી હતી 4 કરોડની કાર

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ગાડીઓના કેટલા શોખીન છે એ વાત તો સૌ કોઈ જાણે જ છે. તેમના લક્ઝુરિયસ ગાડીઓના કલેક્શનમાં હવે એક નવી ગાડી સામેલ થઇ છે. આ વખતે અમિતાભ બચ્ચને દેશની સૌથી મોંઘી MPV (મલ્ટી પર્પઝ વિહીકલ) Mercedes-Benz V-Class ખરીદી છે. આ MPVને વિશ્વભરમાં એના લક્ઝુરિયસ ઇન્ટિરિયર અને શાનદાર ફીચર્સ માટે ઓળખવામાં આવે છે.

Image Source

તો ચાલો જાણીએ આ કાર વિશે…

Mercedes-Benz V-Class MPV કાર ભારતમાં 24 જાન્યુઆરીના રોજ લોંચ કરી હતી. આ કાર બે સીટિંગ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. 6-સિટર વેરિયન્ટનું નામ V-Class Exclusive અને 7-સિટર વેરિયન્ટનું નામ V-Class Expression છે. Expressionની કિંમત 68.40 લાખ અને Exclusiveની કિંમત 81.90 લાખ રૂપિયા છે. ઓ કે એ વાતની જાણકારી નથી કે અમિતાભ બચ્ચને જે કાર ખરીદી છે એ કયું વેરિયન્ટ છે.

Img Source

V-Class MPVમાં 2.1 લીટર ડીઝલ એન્જીન છે, જે 163PSનો પાવર અને 380Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. તે 7G-Tronic ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. તેનું એન્જીન BS6 એમિશન નોર્મ્સ અનુરૂપ છે. મર્સીડીઝ બેન્ઝના દાવા પ્રમાણે, આ કાર 10.9 સેકન્ડમાં જ 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. એની ટોપ સ્પીડ 195 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ કારના 6-સિટર વેરિયન્ટમાં ટેબલ પેકેજનું ઓપશન પણ આપવામાં આવ્યું છે, એટલે કે જે રીતે લિમોઝીન કારોની જેમ પાછળ બેસેલા ચાર લોકો સામ-સામે બેસીને મુસાફરી કરી શકે છે.

Image Source

હાલ થોડા દિવસો પહેલા જ અમિતાભ બચ્ચને પોતાની સફેદ રંગની રોલ્સ રોય્સ ફેન્ટમ વેચી દીધી છે. આ ગાડી તેમને ભેટમાં મળી હતી, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હતી. અમિતાભ બચ્ચનને મોંઘી ગાડીઓનો શોખ છે. તેમની પાસે ઘણી ગાડીઓ છે, જેમાં મર્સીડીઝ એસ-કલાસ, રેન્જ-રોવર, બેન્ટલી, મીની કૂપર જેવી બીજી ગાડીઓ પણ સામેલ છે. આ સિવાય તેઓ 2 નંબરને લકી માને છે. તેમની બધી જ ગાડીઓમાં 2 નંબર જરૂર હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here