50 હજારની નોકરી છોડીને યુવાન કરે છે આ કામ, તમે પણ કરશો સલામ

17 હજાર કિ.મી.ની પદયાત્રાએ નીકળેલો દીલ્હીનો યુવાન વડોદરા પહોંચ્યો

રૂપિયા 50 હજારની નોકરી છોડીને બાલ ભિક્ષાવૃત્તી મુક્ત ભારતનું સ્વપ્ન લઇને નીકળેલો મિકેનીકલ એન્જિનિયર આશીષ શર્મા 2862 કિ.મી.નું અંતર કાપીને વડોદરા આવી પહોંચ્યો હતો. જમ્મુથી નીકળેલો યુવાન 17 હજાર કિ.મી.નું અંતર કાપીને 22 ઓગષ્ટ 2018ના રોજ રામેશ્વરમ પહોંચશે. પીએમ મોદી મન કી બાત કાર્યક્રમમાં ભિક્ષાવૃત્તી મુક્ત ભારતની વાત કરે તેવી ઇચ્છા આશિષે વ્યક્ત કરી છે.

બાલ ભિક્ષાવૃત્તી મુક્ત ભારતનો સંદેશ લઇને પદયાત્રા

22 ઓગષ્ટ, 2017ના રોજ જમ્મુના ઉધમપુરથી બાલ ભિક્ષાવૃત્તી મુક્ત ભારતનો સંદેશો લઇને પગપાળા નીકળેલો દિલ્હીનો 27 વર્ષીય યુવાન આશિષ શર્મા વડોદરા આવી પહોંચ્યો હતો. વડોદરામાં આશિષનું તેના મિત્રો અને સામાજિક સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેના મિશનને બિરદાવ્યું હતું. આ વિચાર કેવી રીતે આવ્યો? તેવા એક પ્રશ્નના જવાબમાં આશિષે જણાવ્યું હતું કે, દિલ્હીમાં હતો, તે સમયે 9 વર્ષનો એક બાળક ભીખ માંગવા માટે મારી પાસે આવ્યો હતો. તેના હાથમાં ઇજાના નીશાના હતા. આ બાળકને મદદ કરતા પહેલાં તેની તપાસ કરતા આ બાળક ડ્રગનો આદી હોવાનું જણાયું હતું. તે બાદ ડ્રગ્સના આદી બની ગયેલા 8 જેટલા બાળકોને મેં મુક્ત કરાવ્યા છે.

એક એક બાળકને મુક્ત કરાવવામાં સમય વીતી જશે, તેના કરતા દેશમાં જાગૃતિ લાવવા માટે વિચાર આવ્યો હતો. જે વિચારને પૂરો કરવા માટે પગપાળા ચાલીને બાલ ભિક્ષાવૃત્તી મુક્ત ભારતનો સંદેશો આપવા માટે નિકળ્યો છું. તેમ તેણે વધુમાં ઉમેર્યું હતું.

બાલ ભિક્ષાવૃત્તી મુક્ત ભારતનો સંદેશ લઇને પદયાત્રા

આશિષે જણાવ્યું હતું કે, પાણીપતમાં આવેલી કંપનીમાં મિકેનીકલ પ્રોડક્શન એન્જિનીયર તરીકે નોકરી હતી. માસિક રૂપિયા 50 હજાર પગાર હતો. પરંતુ દિલ્હીમાં જોયેલી બાળકોની સ્થિતીએ મને આ કામ કરવા મજબૂર કર્યો છે. 22 ઓગષ્ટ, 2017ના રોજથી મેં પગપાળા શરૂ કર્યું છે. રોજના 70 કિ.મી.નું અંતર કાપું છું. 29 રાજ્યોમાં આ સંદેશો પહોંચતો કરવાનો છે. એક વર્ષનો સમય લાગશે. લગભગ 17000 કિ.મી. અંતર કાપીને 22 ઓગષ્ટ, 2018ના રોજ રામેશ્વરમમાં મિશાઇલમેન ડો. અબ્દુલ કલામના નિવાસસ્થાને પગપાળા યાત્રા પૂર્ણ કરીશ.

50 હજારની નોકરી છોડી યુવાન નીકળ્યો 17 હજાર કિ.મી.ની પદયાત્રા પર

આશિષે જણાવ્યું કે, મારી ઇચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતમાં ભિક્ષાવૃત્તી મુક્ત ભારતનો સંદેશો આપે. તેમજ જાન્યુઆરી-2018માં એક દિવસ સમગ્ર દેશના લોકો ભિક્ષાવૃત્તી મુક્ત ભારત બનાવવાના શપથ લે.

માર્ગમાં કોઇ તકલીફનો સામનો કરવો પડ્યો ? તેવા એક પ્રશ્નના જવાબમાં આશિષ શર્માએ જણાવ્યું કે, અત્યાર સુધી 2862 કિ.મી.નું અંતર કાપીને આવ્યો છું. હજુ સુધી કોઇ તકલીફ પડી નથી. હું મારી સાથે ચટાઇ, કપડા, પાણીની બોટલ, મોબાઇલ ફોન અને ચાર્જર લઇને નીકળ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યો પસાર કર્યા છે. તમામ રાજ્યોમાં સારો આવકાર મળ્યો છે. અને મારા મિશનને બિરદાવ્યું છે.

વડોદરામાં આશિષનું તેના મિત્રો અને સામાજિક સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

બાલ ભિક્ષાવૃત્તી મુક્ત ભારતનો સંદેશ લઇને પદયાત્રા

આશિષે ડ્રગ્સના આદી બની ગયેલા 8 જેટલા બાળકોને મેં મુક્ત કરાવ્યા

વડોદરામાં આશિષનું તેના મિત્રો અને સામાજિક સંગઠનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

News: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!