5 વર્ષની ઉંમર માં થયો ગાયબ, અને ઓસ્ટ્રેલિયા ના રસ્તે 25 વર્ષ પછી મળ્યો પોતાની માં ને, જાણો દિલધડક સ્ટોરી

0

આવા કિસ્સાઓ અને કહાનીઓ આપણે બધા બાળપણ થી જ સાંભળતા આવ્યા છીએ કે કોઈ નાની ઉંમરમાં ગાયબ થઇ ગયો અને મોટા થવા પર પાછો આવી ગયો. આ સિવાય તે ખુબ જ ગરીબ હતો અને તેના પરિવારની પાસે બે ટાણા ની રોટલી પણ ન હતી પણ પાછો આવ્યો તો જાણે કે માલામાલ જ થઇ ગયો.આ કહાની પણ કઈક એવી જ છે. આ કહાની મધ્યપ્રદેશના રહેનારા સરૂ ની છે જે ભટકતો ભટકતો ઓસ્ટ્રેલિયા માં પહોંચી ગયો. પછી જે કઈ થયું તે કોઈ ફિલ્મી કહાની થી કમ નથી.

કોણ છે આ સરું:

સરું નું નામ ‘શેરુ મુંશી ખાન’ છે અને તેનો જન્મ મધ્ય પ્રદેશ ના ખંડવા જિલ્લા ના ગણેશ તિલાઈ વિસ્તાર માં થયો હતો. તે નાની ઉંમરનો જ હતો કે તેના પિતા તેની માં ને છોડીને ચાલ્યા ગયા હતા. તે ત્રણ ભાઈ-બહેન હતા અને તેની માં મજૂરી કામ કરીને ગુજારો કરતી હતી.  સરું માત્ર 5 વર્ષનો જ હતો અને આ પરિસ્થિતિ ને લીધે તે રેલવે સ્ટેશન પર ભીખ માગવા લાગ્યો. એક સાંજે તે પોતાના ભાઈ ની સાથે ખંડવા ના બુરહાનપૂર માટે ચાલ્યો જ હતો કે દિવસ ભરના થાક ને લીધે તે ત્યાં જ સીટ પર સુઈ ગયો.

સરું પહોંચી ગયો હાવડા:
સરું એ આ વચ્ચે ઘણીવાર ટ્રેન થી ઉતારવાની કોશિશ કરી પણ તે નાકામિયાબ રહ્યો. તે પોતાના શહેર થી કોઈ 1500 કિમિ દૂર હાવડા સ્ટેશન પહોંચી ગયો હતો. ત્યાં તેને વિચિત્ર લોકો મળ્યા જેઓ તેને પોતાની સાથે ક્યાંક લઇ જાવા માગતા હતા પણ તે તેનાથી બચીને કોઈ અન્ય બે યુવાન છોકરાઓના સંપર્ક માં આવ્યો અને તેઓ તેને સરકારી અનાથાલય લઇ ગયા.

ભાગ્ય એ પહોંચાડી દીધો ઓસ્ટ્રેલિયા:
ત્યાં અમુક દિવસો રહેવા પછી ઓસ્ટ્રેલિયા ની એક એડોપ્ડ કરનારી સંસ્થા ને સંપર્ક કર્યો અને તેઓ સરું ને (કૈનબર) ઓસ્ટ્રેલિયા લઇ ગયા. સરું એ ઓસ્ટ્રેલિયા ના ઓસ્ટ્રેલિયન ઇન્ટરનેશનલ હોટલ સ્કૂલ થી બિઝનેસ અને હોસ્પિટાલિટી માં અભ્યાસ પણ કર્યો.

સરું ત્યાંથી પોતાના પરિવાર ને શોધતો રહ્યો:
સરું ભલે ઓસ્ટ્રેલિયા માં એશોઆરામ નું જીવન વિતાવી રહ્યો હોય પણ તેનું દિલ ભારતમાં જ ફસાયેલું હતું. તે નેટવર્કિંગ દ્વારા પોતાના પરિવાર ને ગુગલ તેમજ ફેસબુક ના માધ્યમથી શોધતો હતો. તેમણે વર્ષ 2011 માં ગુગલ અર્થ ની મદદ દ્વારા પોતાના ઘરની આસપાસની જગ્યાઓ ને ટ્રેસ કરી લીઘી અને પછી તેમણે પોતાના ઘરની આસપાસ ના ગ્રુપ્સ ને ફેસબુક પર શોધવાનું શરૂ કર્યું.

સરું પાછો આવ્યો પોતાના ઘરે અને તેના જીવન પર બની રહી છે ફિલ્મ:
ઓસ્ટ્રેલિયાથી પાછા આવીને તે પોતાની પહેલાની તસ્વીર લઈને ખંડવા માં પુછપરછ કરતા પોતાના ઘરે પહોંચ્યો. પોતાની માં ને મળીને તે ખુબ જ ખુશ થયો. પોતાની માં જે એક સફાઈ નું કામ કરતી હતી તેકામ ને છોડાવીને સરું તેના માટે ઘર બનાવા માગે છે.

આ વચ્ચે તેમણે “A  Long Way Home” નામનું એક પુસ્તક પણ લખ્યું છે અને તેના જીવન પર આધારિત આ પુસ્તક પર ફિલ્મ પણ બનવાની છે. આ ફિલ્મમાં હોલીવુડ ના ફેમસ સ્ટાર્સ નિકોલ કિડમૈન અને સ્લમડોગ મિલેનીયર ફેમ સ્ટાર દેવ પટેલ ખાસ રોલ પ્લે કરશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here