વિશ્વની ટોચ ફેશન મેગેઝિનમાં સ્થાન મળ્યું માત્ર 5 વર્ષની આ બાળકીને, આખી દુનિયા થઈ છે એની દિવાની…

એક 5 વર્ષીય ઇઝરાયેલી છોકરી તેના પોતાના દેખાવને લીધે ઇન્ટરનેટ સનસનાટી મચાવી દીધી છે. તેમના ફોટોગ્રાફ્સ ફેમસ બ્રિટીશ ફેશન મેગેઝીન વોગની વેબસાઇટ પરથી પણ મળી આવ્યા હતા. તેના માતાપિતાએ તેની માટે એક હેર સ્ટાઈલિશ પણ રાખ્યો છે. જે તેને રાઈજીંગ સ્ટાર બનાવામાં મદદ કરે છે. ઇન્સ્ટાગ્રામ લગભગ 50,000 તેના ફોલોવર્સ બની ચૂક્યા છે. જો કે, ઘણા સોશિયલ મીડિયામાં યુઝરો આટલી નાની ઉમરની બાળકી પર આવા પ્રયોગ કરવા બદલ તેના માતાપિતાને ગાળો પણ આપી રહ્યા છે.

હેર સ્ટાઈલિશ બનાવે છે તેના વાળને પરફેક્ટ :તલ અલીવની રહેવાસી પાંચ વર્ષની મિયાં અફલાલોના મોડેલીંગ ફોટાએ તો આખી દુનિયાને તેના દિવાના બનાવી દીધા છે. લોકો તેની નીલી નીલી આંખો અને લાંબા ગાઢ વાળની પ્રશંસા જ કરી રહ્યાં છે.

મિયાના ઇન્સ્ટાગ્રામ પરના પેજ પર તેના મોડેલિંગના ઘણા બધા ફોટોજ મૂકેલા છે. જેમાં તે અલગ અલગ દેખાવમાં નજર આવે છે. તેનો લુક જોઈને જ હજ્જારો ફોલોવર્સ સોશિયલ મીડિયામાં બની ગયા છે.ઇઝરાયેલના હેરસ્ટાઇલિસ્ટ સગી દહારી મિયાની દરેક હેરસ્ટાઇલ પર કામ કરે છે. સગીનું કહેવું છે કે, મિયા સાથે કામ કરવું ખૂબ સરળ છે. તેમણે ન તો ફરિયાદ કરી કે વિરોધ કર્યો.સગી દહારી મિયાથી ખૂબ જ ઇમ્પ્રેસ છે. જેના કારણે તે મિયાને પ્રિન્સેસ મિઆ કહે છે. તેમના જણાવ્યા મુજબ, મિયા એકદમ શાંત રહીને તેના હેર પરફેક્ટ ન બને ત્યાં સુધી એ રાહ જોવે છે. અને વધુ હળવા બની જાય છે અને લોકો હસતાં જુએ છે.અને ખાલી એક સ્માઇલ જ આપે છે.

આ હેરસ્ટાઇલિસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મિયાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે મિયાની સરખામણી અમેરિકન ગાયક જેનિફર લોપેઝ સાથે કરી રહ્યો છે. આ ફોટોમાં મિયાએ તેના માથા ઉપર એક ટોનીટેલ બનાવ્યું છે અને તેના હાથમાં એક ડ્રિંક્સનો ગ્લાસ છે.

તેનાં માતાપિતાને પડી રહી છે તકલીફ

– મિયાનું પ્રભાવશાળી દેખાવ જ્યાં લોકો પ્રશંસા કરે છે તે જ સમયે, કેટલાક સોશિયલ મીડિયા ને આના માટે ઘણું બોલી પણ રહ્યા છે.

– એક ફોલોવર્સે તો લખ્યું હતું કે આવા નાના બાળક પર આવા પ્રયોગો કરવા એ ગંદી વાત છે. જો મારી પાસે મારી પોતાની પુત્રી હોત તો હું ક્યારેય આવું પ્રદર્શન ન કરવા દેત.

– તો બીજો એક ફોલોવર્સે લખે છે કે, તમારે તમારી દીકરીને દુનિયાને દેખાડવાની જગ્યાએ તમારી દીકરીના રક્ષણ માટે વિચાર કરવો જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!