1971માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધના એવા 5 સાચા હીરો જેમને દેશ માટે જીવ આપી દીધો…!!! જરૂર વાંચો સ્ટોરી

0

શબ્દકોષમાં શહીદની વ્યાખ્યા કંઈક આવી છે કે શહીદ એટલે એવી વ્યક્તિ કે જે કોઈ વિશિષ્ટ માન્યતા કે વિશ્વાસ માટે પોતાનો જીવ અર્પણ કરી દે… એક જાણીતા કવિએ એકવાર લખ્યું હતું કે એક સૈનિકનું કામ સવાલ પૂછવાનું કે અવાજ ઊંચો કરવાનું નથી હોતું, પરંતુ ફક્ત તેમને આપવામાં આવેલા આદેશોનું પાલન કરવાનું હોય છે, ભલે એ કોઈ બલિદાન જ કેમ ન માંગતું હોય.

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ વખત યુદ્ધ લડયા છે, અને એક પણ વાર હાર્યું નથી. પણ આ કેટલું સાચું છે? યુદ્ધ સાથે આવતા નુકશાનનું શું? એ જાનહાનીનું શું જે હજારોના હૃદયમાં ક્યારેય ના ભરાય એવા ઊંડા ઘા કરી જાય છે?

1971ના યુદ્ધમાં બાંગ્લાદેશની મુક્તિ એ ઇતિહાસમાં હંમેશા માટે છપાઈ ગયેલી એક સીમાચિહ્ન ઘટના હતી જેણે ભારત-પાકિસ્તાન સંબંધોને હંમેશા માટે બદલી નાખ્યા હતા. વિદ્યાર્થીઓ તરીકે, ઇતિહાસના પુસ્તકોએ ભારત માટેનો યુદ્ધ અને યુદ્ધના પરિણામનો શું અર્થ થાય છે તે પ્રદાન કર્યું છે. પરંતુ એ બલિદાન અને બહાદુરીની અગણિત વાર્તાઓનું શું જે હંમેશા માટે યુદ્ધના મેદાનમાં દફન થઈને રહી ગઈ છે.

તો એવા જ બહાદુર સૈનિકો એ જે દેશ માટે લડયા અને બલિદાન આપ્યું, તેમાંથી 5 બહાદુરોની વાત આજે અહીં તમારી સમક્ષ રજુ કરીએ છીએ જે કદાચ તમે નહિ જાણતા હોવ.

1. મેજર જનરલ ઈઆન કાર્ડોઝોઅગણિત ઉપલબ્ધીઓ માટે મેજર જનરલ ઈઆન કાર્ડોઝોનું નામ આપણા દિલમાં હંમેશા માટે છપાયેલું રહેશે. તેમને બાંગ્લાદેશના સિલહતની લડાઈમાં પાકિસ્તાની સૈનિકોના છક્કા છોડાવી દીધા હતા. 1971ના યુદ્ધ સમયે તેઓ  ગોરખા રાઇફલ્સના મેજર હતા, અને પાકિસ્તાની સેના વિરુદ્ધ લડતા-લડતા તેમનો એક પગ લેન્ડમાઇન બ્લાસ્ટમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો. સારવાર ન મળી તો તેમને હિમ્મત બતાવીએ અને પોતાના જ હાથેથી ખુકરી લઈને પોતાનો પગ કાપીને શરીરથી અલગ કરી દીધો હતો.

ગોરખા રેજિમેન્ટના મેજર કાર્ડોઝોએ લડાઈમાં પોતાનો પગ ગુમાવ્યો તેમ છતાં જીવનમાં ક્યારે હાર નથી માની અને ભારતીય સૈન્યના પહેલા ડિસેબલ ઓફિસર બન્યા, જેમને એક બટાલિયનને કમાન્ડ કરી હોય. એમની બહાદુરી માટે તેમને સેનાએ મેડલથી પણ નવાજવામાં આવ્યા હતા.

2. સેકન્ડ લેફટનન્ટ અરુણ ખેત્રપાલઅરુણ ખેત્રપાલ 1971ના યુદ્ધમાં બસંતરની લડાઇમાં બહાદુરીનું બીજું નામ બની ગયા હતા. જ્યારે પાકિસ્તાને શકરગઢ સેક્ટરના જરપલમાં હુમલો કર્યો ત્યારે ખેત્રપાલ દેશના સન્માનને બચાવવા દોડી ગયા હતા. ભલે તે એક અલગ સ્ક્વોડ્રોનમાં હતા, પણ તે દુશ્મનો પર હુમલો કરવા અને તેમના સૈન્યને કબ્જે કરવા અહીં પહોંચ્યા હતા.

ઘણી મુશ્કેલીઓ છતાં તેઓ છેલ્લે સુધી પોતાની ટુકડી સાથે ઉભા રહયા હતા. ઘાયલ હોવા છતાં એકલે હાથે તેમને દુશ્મનના 10 ટેન્ક ઉડાવી દીધા હતા. તેમની ટેન્કમાં આગ લાગી ચુકી હતી પણ તેઓ છેલ્લે સુધી ટેન્ક છોડયા વિના દુશ્મનને લડત આપી હતી અને શહીદ થયા. અરુણ સૌથી નાની ઉંમરમાં મરણોપરાંત પરમવીર ચક્રસન્માનિત થનાર ભારતીય બન્યા.

3. મેજર હોશિયાર સિંહમેજર હોશિયાર સિંહનુ બલિદાન ક્યારેય નહિ ભૂલવામાં આવે અને જે રીતે તેઓ 1971ના યુદ્ધમાં લડયા તેઓ હંમેશા ભારતીય સૈન્યમાં લિકપ્રિય લીજેન્ડ રહેશે.

યુદ્ધ દરમ્યાન તેમને શકરગઢ સેક્ટરમાં બસંતર નદી પર પૂલ બાંધવાની જવાબદારી સોંપવામાં આવી હતી. નદીમાં ઘણી બધી લેન્ડમાઇન્સ લાગેલી હતી અને નદીને પાકિસ્તાની સૈન્યએ ઘેરીને રાખી હતી.

જો કે મેજર હોશિયાર સિંહે તેમની ટુકડી સહીત પાકિસ્તાની સૈન્યને જોરદાર લડત આપી હતી અને ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમને યુદ્ધ વિરામ સુધી ત્યાંથી હટવાની ના કહી દીધી હતી.

4. લાન્સ નાયક આલબર્ટ એક્કા હિલ્લીના યુદ્ધમાં ભારતની જીત પાછળ લાન્સ નાયક આલબર્ટ એક્કાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. યુદ્ધ દરમ્યાન રાજ્ય નજીક આવેલું અગરતલા પાકિસ્તાનીઓનું મુખ્ય લક્ષ્ય હતું.

જો કે એક્કા અને તેમના સાથીઓએ મળીને અગરતલાનું જે રીતે રક્ષણ કર્યું હતું એ ક્યારેય નહિ ભુલાય. તેમની બહાદુરી અને અદમ્ય સાહસ માટે તેમને મરણોપરાંત પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

5. ફ્લાઈંગ ઓફિસર નિર્મલજિત સિંહ શેખોન ભારતના આ બહાદુર હીરોને પણ 1971ના યુદ્ધમાં તેમના યોગદાન માટે પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તેમને જે રીતે શ્રીનગર એર બેઝનું પાકિસ્તાની વાયુસેનાના હવાઈ હુમલાથી રક્ષણ કર્યું હતું એ ઐતિહાસિક છે અને ચોક્કસથી જ તમારા રૂંવાડા ઉભા કરી દેશે. તેઓ વાયુસેનાના એકલા સિપાહી છે જેને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હોય.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here