5, માર્ચ- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે કઈ રાશિને મળશે દેવોના દેવ મહદેવની કૃપા, કઈ રાશીને મળશે અપાર ખુશી !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
શેર માર્કેટમાંથી સારો નફો મેળવી શકશો. આજે લોટરી કે શરતોને આધીન હોય એવા કોઈપણ કામમાં પડશો નહિ. પારિવારિક જીવનમાં દરેક નિણર્ય સમજી વિચારીને કરજો. આજે મિત્રો સાથે કોઈ ધાર્મિક જગ્યાની મુલાકાત લેવાનું થશે. આજે સ્વાસ્થ્ય દરરોજ કરતા સામાન્ય રહેશે, સાંજના સમયે આંખ, અનિંદ્રા અને મોઢામાં કોઈને કોઈ તકલીફ થશે. નોકરી કરતા મિત્રો માટે આજનો સમય લાભદાયી રહેશે. જે પણ મિત્રો નોકરી શોધી રહ્યા છે તો તેમને આજે સારી કંપની તરફથી ઓફર મળશે. કળા, મેનેજમેન્ટ અને ટેકનિકલ લાઈનમાં રહેલ મિત્રોને ધનલાભના યોગ છે, નાનો મોટો વેપાર કરવાવાળા મિત્રોને આજે કામમાં મન લાગશે નહિ, પૈસા રોકવા માટે આજે યોગ્ય દિવસ નથી.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
સરકારી સ્કીમમાંથી પૈસા કમાવવાનો યોગ છે. આજે રસ્તા પર વાહન ચલાવતા તકેદારી રાખજો. ચલાન કે પછી દંડ આપવો પડી શકે છે. તમારા સમાજમાં તમારી નામના થશે. સામાજિક કાર્યોમાં સારી રીતે તમારો ભાગ ભજવી શકશો. આજે કોઈપણ કામ તમે ઉત્સાહથી કરી શકશો. નોકરી અને વેપારને કારણે પરિવારથી દૂર રહેવા જવાનું થઇ શકે છે. નોકરી બદલતા તમને તમારી યોગ્યતા પ્રમાણે વળતર મળશે. આજે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે, માનસિક તણાવ તમને ઘેરી વળશે. સાંજનો સમય બાળકો સાથે અને પરિવાર સાથે વિતાવો. વેપાર વધારવા માટે બેંક તરફથી લોન લઈ શકો છો, નવું ઘર ખરીદવામાં આવેલ દરેક મુશ્કેલીઓ દૂર થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
નાના વેપારીઓ અને નવી નવી નોકરીમાં જોઈન થયેલ મિત્રોને અગત્યના પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે, ધનલાભ થવાના યોગ છે. ઘર અને પરિવારના અમુક કામમાં હજી વિલંબ થશે જેનાથી પરિવારના સભ્ય તમારાથી નારાજ થશે. પ્રમોશન અટકેલું હશે તો આજે પ્રમોશન મળવાના યોગ છે. ઘણા સમય પહેલા કોઈને કરેલ મદદનું ફળ આજે તમને મળશે. વેપારી મિત્રોને તેમનો વેપાર વિદેશમાં સ્થાયી કરવા માટેનો મૌકો મળશે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાનું છે બની શકે તો પ્રયત્ન કરો કે આજે કામની સાથે થોડો આરામ પણ કરી શકો. પ્રેમીઓમાં એકબીજાની વચ્ચે સમયના અભાવને લીધે મુશ્કેલીઓ આવશે. એકબીજા સહયોગથી બધી જ સમસ્યા પૂર્ણ કરી શકશો.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):
જો તમે તમારી જાતનું જ મહત્વ નહિ સમજો તો બીજા લોકો પણ તમને ઇગ્નોર જ કરશે. તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો. તમારા જુના મિત્રો અને પરિવારજનો તરફથી સપોર્ટ મળશે. આજથી કોઈ નવું કામ કરવું હોય તો શરુ કરી શકો છો, સફળતા તમને જરૂર મળશે. આજે સંતાનોને તમારી મદદની જરૂરત છે. લોકો સામે તમારી વાત યોગ્ય રીતે જાહેર કરો. નોકરી કરતા મિત્રોના કામમાં આજે વધારો થશે તો ચિઢાયા વગર તમારું કામ ઈમાનદારીથી કરો. જો તમારું મન હમણાં વિચલિત રહેતું હોય તો કોઈ સર્જનાત્મક કામમાં જોડાઈ શકો છો મનને શાંતિ અને આનંદ બંને મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):
નવો નવો શરુ કરેલ બિઝનેસમાં આજે ફાયદો દેખાશે, કોઈને ઉધાર આપેલ પૈસા આજે પરત મળવાના યોગ છે. સ્ટોક માર્કેટમાં પૈસા રોકવાથી આજે ફાયદો મળી શકે છે. આજે માતાના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવશે, પરિવારના સભ્યો અને મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. આજે તમારા દરેક કામ તમે અનીખી ઊર્જા સાથે પૂર્ણ કરી શકશો. પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરી શકશે. આજે પ્રિયજન સાથે લાંબી મુસાફરી પર જઈ શકો છો. લગ્ન કરવા માંગતા મિત્રો માટે આજે સારા ઘરમાંથી પ્રસ્તાવ આવશે. આજે નોકરી કરતા મિત્રોને પોતાના ઉપરી અધિકારી તરફથી નારાજગી સહન કરવી પડશે. મન શાંત રાખવું અને કોઈપણ વાત કહેતા પહેલા દસવાર વિચાર કરવો,
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજનો દિવસ નોકરી કરતા મિત્રો માટે સારો છે તમે પૂર્ણ કરેલા કામોની નોંધ લેવાશે બોસ તમારા વખાણ કરશે. તમારી સાથે કામ કરવાવાળા મિત્રો તમારી ઈર્ષા કરશે. તમને કામમાં જેણે મદદ કરી હોય તેનો આભાર માનવાનું ચૂકાય નહિ. કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. આજે પરિવારજનો તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):
એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના યોગ છે, આર્થિક સ્થિતિ મજબુત થશે. આજે જુના પુરાના મિત્રોને મળવાનું થશે, જૂની વાતો યાદ કરીને તમે મનને શાંત કરી શકશો. આજે જીવનસાથી સાથે થોડો સમય જરૂર વિતાવજો. કોઈપણ અજાણ્યા લોકોના વિવાદમાં કે ઝઘડામાં પડતા નહિ, આજે રસ્તા પર ચાલતા અને વાહન ચલાવતા ખાસ તકેદારી રાખજો. આજે રાતના સમયે થોડી બેચેની જેવું જણાશે. દિવસ દરમિયાન ઘણું કામ રહેશે, થાકને કારણે માથાનો દુખાવો પણ થઇ શકે છે. આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. આજે તમારા પરિવાર તરફથી પણ સહયોગ મળશે. મહત્વના નિર્ણયમાં કોઈ નિષ્ણાત અને અનુભવીની સલાહ જરૂર લેજો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

8. વૃષિક – ન,ય(Scorpio):
આવક વધારવા માટે તમે એક્સ્ટ્રા મહેનત કરીને એક્સ્ટ્રા ઇન્કમ વધારી શકશો. આજે જીવનસાથી અને પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમારા સ્વભાવમાં આજે નરમાશ અને ધાર્મિકતા આવશે. તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના યોગ છે. નોકરી કરતા મિત્રોને આજે પ્રમોશન અને પગાર વધારાનો યોગ છે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ઘરમાં પરિવારની સુખ સુવિધા માટે અમુક સાધનો વસાવી શકશો. શેર માર્કેટ સાથે જોડાયેલ મિત્રોને અચાનક ધનલાભ થશે. આજે પરિવાર સાથે વાતાવરણ બદલવા માટે લાંબી મુસાફરી પર જઈ શકશો. નોકરી કરવા માંગતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
નાણાકીય લેવડદેવડમાં ખાસ તકેદારી રાખવી, આજે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમને દગો કરી શકે છે. આજે માતાનું સ્વાસ્થ્ય નરમગરમ રહેશે, તેમને તમારી હાજરીની જરૂરત છે, પરિવાર સાથે તેમની મુલાકાત લો. નિયમિત ડોક્ટરની મુલાકાત અને નિયમિત દવા લેવી તેનાથી ફાયદો થશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘણા સમયથી અટકેલા કામ આજે પૂર્ણ કરી શકશો. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં તેમના કામની વાહ વાહ મળશે. વિદ્યાર્થીઓ આજે ભણવામાં પુરતું ધ્યાન આપવાની જરૂરત છે. વધારા અને નાહકના ખર્ચ પાછળ પૈસા બગાડવા નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn): .
જો તમને લોકોની વાતોમાં વચ્ચે બોલવાની કે પછી કોઈના ઝઘડામાં પડવાની આદત છે તો છોડી દેજો, ક્યાંક તમારી માટે અનેક મુસીબત ઉભી ના થાય તેની તકેદારી રાખજો. આજે તમને ચાહનાર વ્યક્તિ તમારી સમક્ષ આવશે, આજની સાંજ તમારા જીવનની યાદગાર સાંજ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજે પ્રેમ પ્રસ્તાવ આપી શકો છો પણ સાથે કોઈ લાલ રંગમાં લપેટાયેલી ગીફ્ટ લઈને જજો. આજે પૈસા કમાવવા માટેની અનેક તક આવશે તો ભવિષ્યમાં તમને કેટલો ફાયદો થવાનો છે એ જોઇને પૈસાનું રોકાણ કરજો. આજે બહારનું અથવા ખુલ્લું ખાવાનું ખાવાથી સંભાળજો.
શુભ અંક : ૫
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
બિઝનેસમાં રોકેલા પૈસાથી હવે ફાયદો મળતો જણાશે. લોટરીથી પણ આજે સારા પૈસા મળશે. શેર માર્કેટમાં પૈસા રોકવાથી પણ ફાયદો મળશે. આજે તમારા માતાની તબિયત સાચવવી જોઇશે. મિત્રો અને ભાઈ બહેન તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમીઓ માટે આજે બહાર ફરવા જવાનો મૌકો છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને કામ કરવામાં સારી ઊર્જા મળશે. આજે ઓફિસમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામથી તમારા ઉપરી અધિકારી ઘણા ખુશ હશે. વિદ્યાર્થી મિત્રોનું આજે ભણવામાં મન લાગશે નહિ. આજે તમારા નસીબનો તમને સારો સાથ મળશે. આજે વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા સાવચેતી રાખવી. શેર માર્કેટમાંથી સારા પૈસા બનાવી શકશો.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
લાંબા ગાળાના રોકાણ માટે આજે સારો દિવસ છે તમે ઈચ્છો તો સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો. અનુભવી અને તમારા ઉપરી અધિકારને તમારા કોઈપણ મહત્વના નિર્ણયમાં સાથે રાખજો. તમારા પરિવાર તરફથી આજે તમને એક ઉત્સાહજનક સરપ્રાઈઝ મળશે જે તમને તમારી સફળતા સુધી પહોચવામાં મદદ કરશે. આજે તમને ના ગમતા વ્યક્તિઓ પણ તમારી આસપાસ હશે જેના લીધે તમને થોડો માનસિક ત્રાસ લાગશે. નોકરિયાત મિત્રો માટે આજનો દિવસ બહુ સારો છે. તમે પહેલા કરેલા ઈમાનદાર કામથી આજે તમને ઘણો ફાયદો થશે. આજનો દિવસ બની શકે એટલી શાંતિ રાખીને પસાર કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here