5 લાખની લાંચની સાથે ગિરફ્તાર થઇ મહિલા સબ ઇન્સ્પેકટર, જાણો શું હતો આરોપ?

0

એસીબી ટીમે જયપુરના શિપ્રાપથ થાણે માં 2010 બેચ ની એક મહિલા સબ ઇન્સ્પેકટર ને 5 લાખ રૂપિયાની લાંચ રાશિ લેતા ગિરફ્તાર કરવામાં આવી છે. આ પુરા પ્રકરણમાં એસીબી ટીમે આરોપી મહિલા સબ ઇન્સ્પેકટર બબીતા ના પતિ અમરદીપને પણ ગિરફ્તાર કરવામાં આવ્યો છે. એસીબી ના આધારે મહિલા સબ ઇન્સ્પેકટર નો પતિ લાંચ ની રાશિ લેવાના મૌકા પર પહોંચ્યો હતો. આરોપી મહિલા સબ ઇન્સ્પેકટર બબીતાનો પતિ વ્યવસાયથી હાઇકોર્ટ વકીલ બતાવામાં આવી રહ્યો છે.ખબરના આધારે રાજધાની ના શિપ્રાપથ થાણે ની સબ ઇન્સ્પેકટર બબીતાએ શિકાયતકર્તા ને બ્લેકમેલ કરીને 50 લાખ રૂપિયાની લાંચ ની માંગ કરી હતી. સૌદો 45 લાખ રૂપિયામાં નક્કી થયો હતો. લાંચ ની રાશિ ને 9 હફ્તામાં આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદી લાંચની રાશિ નો પહેલો હફતો 5 લાખ રૂપિયા લઈને મંગળવાર શિપ્રાપથ થાણે ની સામે સ્થિત રેસ્ટોરેન્ટ માં પહોંચ્યો. જ્યાં સબ ઇન્સ્પેકટર બબીતા પોતાના પતિની સાથે હાજર હતી.

પણ જેવા જ ફરિયાદકર્તા એ 5 લાખ રૂપિયા બબીતાના હાથમાં સોંપ્યા કે તરત જ એસીબી ટીમ ના અધિકારીઓ એ બબીતા અને તેના પતિ ને લાંચ રાશિની સાથે ગિરફ્તાર કરી લીધા. સબ ઇન્સ્પેકટરના ટ્રૈપ કર્યા પછી એસીબી ની એક ટિમ આરોપી સબ ઇન્સ્પેકટર ના ઘરે પણ તલાશી લેવા માટે પહોંચી. એસીબી ના અધિકારી રણજિત ના આધારે આરોપી સબ ઇન્સ્પેકટર બબીતા ને શિકાયતકર્તા ને કાનૂની કારવાઈ નો ડર દેખાડીને બ્લેકમેલ કર્યા અને લાંચ ની માંગ કરી.

ખબરોના આધારે શિકાયતકર્તા ની એક ઓનલાઇન કંપની છે જે વિજ્ઞાપન બનાવાનું કામ કરે છે. અમુક સમય પહેલા શિકાયતકર્તા એ પોતાની પણ ઓનલાઇન કંપનીનું ટ્રાન્જેક્શન મોડ એવું રાખ્યું હતું જો કે આરબીઆઈ દ્વારા અવૈધ ઘોષિત હતું. પણ આ દરમિયાન કોલ રેકોર્ડ દ્વારા તેની જાણકારી સબ ઇન્સ્પેકટર બબીતાને હાથ લાગી ગઈ. જેના પછી બબીતાએ ફરિયાદી ને એ કહેતા ધમકાવ્યા કે તેની કંપનીના ટ્રાન્જેક્શન માટે અવૈધ તરીકાનો ઉપીયોગ કર્યો છે, માટે હવે પોલીસ તેના વિરુદ્ધ કાનૂની કારવાઈ કરશે.

જો કે આ સંબંધ માં પોલીસ ના થાણા માં કોઈ ફરિયાદ કે મુકદ્દમો દર્જ નથી કર્યો પણ સબ ઇન્સ્પેકટર બબીતાએ કંપનીના માલિક ને મુકદમામા ફસાવાની ધમકી આપીને બ્લેકમેલ કરી રહી હતી. ત્યારે કંપનીના માલિકે એસીબી મુખ્યાલય પહોંચીને સબ ઇન્સ્પેકટર બબીતા ની ફરિયાદ દર્જ કરાવી. જેના પછી એસીબી એ આ ફરિયાદની જાંચ કર્યા પછી આ કારવાઈ ને અંજામ આપ્યો. હાલ એસીબી ની ટિમ આરોપી મહિલા સબ ઇન્સ્પેકટર બબીતા અને તેના પતિની પૂછતાછ કરવામાં લાગેલી છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!