આ 5 કામ કરવા થી તમારું ભાગ્ય મજબુત બની શકે છે અને જીવનભર ભાગ્ય સાથ દેશે – વાંચો માહિતી

0

વ્યક્તિ ને સફળ થવા માટે તેના ભાગ્ય નો સાથ હોવો ખુબ જ જરૂરી છે પણ જો ભાગ્ય સાથ નાં આપે તો માણસ પોતાના જીવન માં સફળ નથી થઇ શકતો. આ દુનિયા માં દરેક વ્યક્તિ સફળતા ની પાછળ ભાગે છે, પરંતુ સફળતા મેળવવા મહેનત ની સાથે સાથે ભાગ્ય નો સાથ હોવો પણ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્ર ની મદદ થી તમે તમારા ભાગ્ય ને બળવાન બનાવી શકો છો. જયારે તમારું ભાગ્ય બળવાન થઇ જશે ત્યારે તમારા દ્વારા કરવામાં આવેલી મેહનત નું ફળ તમને જરૂર થી મળશે. જો તમે પણ દિવસ-રાત કઠોર મહેનત કરો છો તેમ છતાં તમને સફળતા નથી મળી રહી તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી. આજે અમે તમને આ લેખ નાં માધ્યમ થી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બતાવામાં આવેલા થોડા ઉપાય ની જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આ ઉપાયો થી તમે તમારી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકશો.

આવો જાણીએ ભાગ્ય નો સાથ મેળવવા માટે નાં ઉપાયો…

પક્ષીઓ ને દાણા નાખવા….

જો તમે રોજ સવાર ના સમયે પક્ષીઓ ને દાણા નાખો છો તો તેનાથી રાહુ અને કેતુ શાંત થાય છે અને તેમનો અશુભ પ્રભાવ સમાપ્ત થાય છે. રાહુ અને કેતુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલી અડચણો પણ ખત્મ થઇ જાય છે. તે ઉપરાંત રોજ દેવદર્શન એટલે કે મંદિર માં જરૂર થી જવું જોઈએ. જો તમે રોજ આવું કરો છો તો તમારી કિસ્મત ને શક્તિ મળે છે.

માછલીઓ ને ખાવાનું ખવડાવવું…

જો તમારા ઘર ની નજીક ક્યાંક નદી અથવા તળાવ હોય તો ત્યાં રોજ જી ને નિયમિત રૂપ થી માછલીઓ ને લોટ થી બનાવેલી ગોળીઓ ખવડાવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આને શનિ નો ઉપાય જણાવામાં આવ્યો છે. જો તમે આવું કરો છો તો આનાથી શનિ નાં અશુભ પ્રભાવ ના લીધે ભાગ્ય માં આવવા વાળી બધી અડચણો દુર થઇ જાય છે.

આપણા થી મોટા નો આદર કરવો…

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ને પિતા અને ચન્દ્ર ને માતા નું પરિબળ ગણવામાં આવ્યા છે. જો માતાપિતા નો અનાદર કરવા માં આવે તો આ બંને ગ્રહ નબળા પડી જાય છે. સૂર્ય અને ચન્દ્ર નું પ્રતિકુળ થવા પર કોઈ પણ પ્રકાર નું શુભ ફળ પ્રાપ્ત નથી થઇ શકતું. જો તમે તમારા ભાગ્ય નો સાથ મેળવવા માગો છો તો તમે તમારા માતાપિતા નો આદર જરૂર કરજો.

પેહલી રોટલી ગાય ને ખવડાવો…

દરેક ઘરે રોજ સવારે રોટલી બનાવતી વખતે પેહલી રોટલી હંમેશા ગાય માટે રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે ગાય માં ૩૩ કરોડ દેવી-દેવતાઓ નો વાસ હોય છે. ગાય ને રોટલી ખવડાવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે ગાય ને રોટલી ખવડાવા થી નાણા સબંધિત બધી મુશ્કેલીઓ દુર થઇ જાય છે અને પૂરી રીતે કિસ્મત નો સાથ મળે છે.

કુતરા ને રોટલી ખવડાવવી…

જો તમે તમારા જીવન માં શનિ, રાહુ અને કેતુ નાં અશુભ પ્રભાવ થી બચવા માગો છો તો તેના માટે એક કાળા કુતરા ને તેલ લગાવેલી રોટલી ખવડાવી જોઈએ. જોતમે આવું કરસો તો તમારા અશુભ ગ્રહ શાંત થશે અને તમને તમારા ભાગ્ય નો પુરેપુરો સાથ મળશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!