4 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, સિંહ રાશિના જાતકો ખાસ વાંચો….

0

1. મેષ – અ,લ,ઈ (Aries):

બીજાની ઇચ્છાઓ અને માંગણીઓ પૂર્ણ કરવામાં ક્યાંક તમારી ઈચ્છાઓ અને આકાંક્ષાઓ ક્યાંક દબાઈ ના જાય. તમે મહેનત કરો અને ઈમાનદારીથી કરો તો અને તો જ તમે બધું મેળવી શકશો. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):

આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):

લાંબી બીમારીથી આજે છુટકારો મળશે. નિયમિત ડોક્ટરની મુલાકાત અને નિયમિત કસરત તમારું સ્વાસ્થ્ય સારું રાખશે. આજે કામનો ભાર ઘરે લઈને આવતા નહિ, તમારા બાળકો અને જીવનસાથીને તમારો સાથ જોઈએ છે. આજે સાંજે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો પ્લાન બનાવો. ઓફિસમાં તમે કરેલા કામથી આજે તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને આજે મિત્રોનો સહયોગ સારો મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer):

આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો તમારાથી કોઈ ભૂલ ના થાય એની આજે ખાસ તકેદારી રાખજો. તમારી એક નાનકડી ભૂલ તમારા જુના સંબંધોને બગાડી શકે છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ
5. સિંહ – મ,ટ (Lio):

આજે તમારી સામે પૈસા કમાવવા માટેની અનેક તકો ઉભી થશે અને તેમાં તમને તમારો ફાયદો પણ દેખાશે પણ કોઈપણ પ્લાન કે સ્કીમમાં પૈસાનું રોકાણ કરો તે પહેલા તેનાથી ભવિષ્યમાં થવા વાળો ફાયદો અને નુકશાન ધ્યાનમાં રાખજો. પરિવારજનો આજે તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય લઇ શકે છે પણ તેમાં નુકશાન જવાના યોગ છે તો તેમના દરેક નિર્ણયમાં ધ્યાન આપો. વડીલોની તબિયત આજે બગડી શકે છે. કોઈ જુના મિત્ર સાથે કોઈ અણબનાવ બન્યો હોય તો તેને મનાવી લો. આજનો દિવસ મિશ્ર લાગણી વાળો રહેશે.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):

આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ
7. તુલા – ર,ત (Libra):

આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

8. વૃષિક – ન,ય(Scorpio):

તમને જે વિષયમાં રસ નહિ હોય તેવી જગ્યાએથી પૈસાની અઢળક કમાણી થશે. આજે મિત્રશત્રુઓથી બચીને રહેજો. નોકરી કરતા મિત્રો આજે ઓફિસમાં સારો દેખાવ કરી શકશે જેનાથી તમારી સાથે કામ કરતા લોકો તમારી ઈર્ષા કરશે. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):

આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn):

આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

11. કુંભ – ગ,શ,સ(Aquarius):

આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):

કોઈપણ મહત્વના નિર્ણય કરતા પહેલા તમારા ઉપરી અધિકારી અને વડીલોની સલાહ લેવાનું રાખજો. આજે બહુ ઉત્સાહમાં આવીને કોઈ નિર્ણય કરવાનો નથી. જો ભવિષ્યમાં તમે સારો ફાયદો મેળવવા માંગો છો તો તમારે તેની માટે આજથી જ શરૂઆત કરવાની છે બચત કરવા માટેની. સંતાનો પર્ત્યે બેદરકાર રહેશો નહિ. જીવનસાથી આજે તમારી સાંજ બનાવી દેશે, કોઈ સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. જીવનમાં ચઢાવ ઉતાર આવતા જ રહેવાના છે તો તેનાથી જરા પણ ડરતા નહિ. આ વર્ષે તમને ધનલાભનો સારો યોગ છે. એવા ઘણા ચાન્સ તમને મળશે જ્યાં તમે રોકાણ કરીને તમારું ભવિષ્ય બનાવી શકો.

૨. આ વર્ષે બને એટલી ટૂંકી અને ધાર્મિક મુસાફરી કરજો. જેનાથી તમારું અને તમારા પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું અને મન પ્રસન્ન રહેશે. મુસાફરીમાં અગત્યના કાગળો સાચવીને રાખજો. અને પુરતી દવાઓ પણ સાથે રાખજો.

૩. પરિવારમાં રહેલા વડીલોની તબિયત સાચવજો નિયમિત કસરત અને નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું પણ રાખજો. આ વર્ષે તમારા જીવનસાથીની તબિયત પણ નરમ ગરમ રહેશે, તેમને ભરપુર પ્રેમ અને સપોર્ટ કરજો.

૪. વાણી વર્તનમાં હંમેશા ધ્યાન રાખો નહીતો તમારા પ્રિય પરિવારજનો તમારાથી દૂર થઇ શકે છે બાળકોને બને ત્યાં સુધી બહુ એકલા મુકશો નહિ. આ વર્ષે પરિવારમાં કોઈને બીમારી થવાના યોગ છે તો અત્યારથી જ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. નિયમિત કસરત, ખાવા પીવામાં યોગ્ય જાળવણી વગેરે બાબતોનું ધ્યાન રાખીને તેમાંથી બચી શકશો.

૫. આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

૬. ઓફિસમાં પણ તમારા નવા વિચારોને આવકાર મળશે. બધા તમારાથી ખુશ થશે, તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારીની સલાહ સુચન લેવાનું રાખજો. તેમના સૂચનથી વિશેષ ફાયદો મળશે.

૭. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

જીવનનો સાચો આનંદ ઉઠાવવો છે તો સરખામણી કરશો નહિ.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!