4G સિમ હોવા છતાં પણ મળી રહી છે સ્લો સ્પીડ, આ 1 સેટિંગ થી વધી જાશે ઇન્ટરનેટ સ્પીડ…

0

આજકાલની મોટાભાગ ની કંપનીઓ 4G સેવા આપી રહી છે. 4G સિમ કાર્ડ અને નેટવર્ક હોવા છતાં પણ મોટાભાગના યુઝર્સ ને સ્લો ઇન્ટરનેટ સ્પીડ નો સામનો કરવો પડી રહ્યો છે. તમને ઘણી જગ્યાએ તો ઘણા હાઈ ઇન્ટરનેટ નો લાભ મળતો હતો જયારે ઘણી જ્ગ્યાઓ પર પુરા સિગ્નલ હોવા છતાં પણ ઇન્ટરનેટ સ્પીડ ખુબ જ ઓછું મળે છે. શહેરો માં તો તમને ઇન્ટરનેટ ની સ્પીડ ઘણી એવી મળે છે. પણ ગ્રામ્ય વિસ્તાર માં ઇન્ટરનેટ સ્પીડ ઓછી મળતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે આજે અમે તમારા માટે અમુક આસાન સ્ટેપ્સ લાવ્યા છીએ. તમારા સ્માર્ટફોન માં તમે આ સેટિંગ્સ ના દ્વારા ઇન્ટરનેટ ની સ્પીડ વધારી શકો છો.ઘણી વાર એવું થાતું હોય છે કે ટેલિકોમ કંપનીઓ કોપર કેબલ કે વાયર્ડ નેટવર્ક ના દ્વારા પોતાના ટાવર ને કનેક્ટ કરે છે. એવામાં આ ટાવર થી કનેક્ટ થયેલા મોબાઈલ સર્વર પર ઇનરનેટ ની સ્પીડ સ્લો હોય છે. જયારે ઓપ્ટિકલ ફાઈબર સાથે જોડાયેલા ટાવર થી કનેક્ટ થયેલા મોબાઈલ ડિવાઇસ પર ઇનરનેટ ની સ્પીડ સારી મળે છે, સાથે જ નેટવર્ક પણ પૂરું મળે છે. જો કે હાલ એરટેલ હોય કે રિલાયન્સ જીઓ દરેક કંપની પોતાના ટાવર ને ઓપ્ટિકલ ફાઈબર ના દ્વારા જ કનેક્ટ કરી રહી છે જેથી ગ્રાહકો ને બેસ્ટ ઇન્ટરનેટ ની સ્પીડ મળી શકે. તેના સિવાય આપણા સ્માર્ટફોન માં અમુક એવી સેટિંગ્સ કરવાની હોય છે જેની મદદથી તમે હાઈ સ્પીડ ઇન્ટરનેટ નો ઉપીયોગ કરી શકશો.

1. તમારા સ્માર્ટફોન ના નેટવર્ક સેટિંગ્સ માં જઈને પ્રેફર્ડ નેટવર્ક ના રૂપે 2G/3G/4G સિલેક્ટ કરી લો કે પછી preferred type of network ને 4G કે LTE સિલેક્ટ કરો..

2. જેના પછી તમારે નેટવર્ક સેટિંગ્સ માં જ ઍક્સેસ પોઇન્ટ નેટવર્ક (APN) નું સેટિંગ પણ દેખાશે, તેને ચેક કરો. કેમ કે ઇન્ટરનેટ ની સ્પીડ યોગ્ય મળવા પર APN નું યોગ્ય થવું જરૂરી છે. APN સેટિંગ ના મેનુ માં જઈને સેટિંગ ને ડિફોલ્ટ સેટ કરી લો.

3. આ બધા સિવાય તમારે ફોન માં ઇન્સ્ટોલ થયેલા સોશિયલ મીડિયા ને ચેક કરો કે વિડીયો નો ઓટો પ્લે ઓન કરેલો છે કે નહિ. કેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, અને ટ્વીટર જેવા એપ્સ બેકગ્રાઉન્ડ માં ચાલતા રહે છે અને તમારા ફોન ના ઇન્ટરનેટ ને ધીમું કરી નાખે છે.

4. આ બધા સિવાય ફોનમાં ઉપીયોગ કરી રહેલા બ્રાઉઝર માં ડેટા સર્વિસ મોડ ને ઓન કરી લો. તેનાથી પણ તમારા ફોન માં હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here